વરરાજા બનવાની ઉતાવળ છે મોદીનેઃ શરદ પવાર

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 6 એપ્રિલઃ ચૂંટણી મૌસમ છે અને નેતાઓની જીભ પણ લપસી રહી છે. કોઇ કોઇને ધમકી આપી રહ્યાં છે તો કોઇ કટાક્ષ પણ કરી રહ્યાં છે. કેન્દ્રીય કૃષિમંત્રી અને એનસીપી પ્રમુખ શરદ પવારે નરેન્દ્ર મોદી પર નિશાનો સાધતા કહ્યું કે તેમને વરરાજા બનવાની ઉતાવળ છે અને તેમણે પોતાને જનાદેશ આવતા પહેલાં જ વિજેતા જાહેર કરી દીધા છે.

sharad-pawar-600
પવારે ચિખલીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ચૂંટણી રેલી સંબોધિતલ કરતા કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને વરરાજા બનવાની ઉતાવળ છે. તેમણે કહ્યું કે ચૂંટણી પહેલા જ મોદી એવો વ્યવહાર કરી રહ્યાં છેકે તેઓ ટોચના પદ માટે ચૂંટાઇ ગયા છે. પવારમાં જ્યાં મોદી પર ટિપ્પણી કરી તો તેમણે 2002ના ગુજરાત રમખાણોનો મુદ્દો પણ ઉઠાવ્યો.

તેમણે કહ્યું કે, ભાજપે ચૂંટણી પહેલા પીએમ પદના ઉમેદવારના નામની જાહેરાત કરવા અંગે જાહેરાત કરવા અંગે પણ ટિપ્પણી કરી કે આવો દેશ મે પહેલીવાર જોયો છે. પવારે કહ્યું કે, સામાન્ય રીતે નિર્વાચિત સાંસદ વડાપ્રધાન તરીકે પોતાના નેતાની ચૂંટણી કરે છે, પરંતુ આ ચૂંટણીમાં મોદીને જલદી છે. નોંધનીય છે કે શરદ પવારે તાજેતરમાં જ મોદીના વખાણ કર્યા હતા. ત્યારબાદ એવા કયાસ લગાવવામાં આવી રહ્યાં હતા કે શરદ પવાર ભાજપને સમર્થન કરી શકે છે, જેનો વિરોધ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કર્યું હતું.

English summary
Sharad Pawar took a dig at Narendra Modi, saying the BJP's prime ministerial nominee was a ‘groom in hurry’, who had declared himself victorious even before the people's mandate was out.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X