દરેક ગરીબનું પોતાનું ઘર હોય તેવા ભારતનું નિર્માણ કરવું છેઃ મોદી

Google Oneindia Gujarati News

અકોલા, 30 માર્ચઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં ચૂંટણી સભા સંબોધી રહ્યાં છે. અમ્રાવતી ખાતે સભા સંબોધ્યા બાદ હવે તેઓ અકોલા ખાતે સભા સંબોધી રહ્યાં હતા. જ્યાં તેઓ કોંગ્રેસ અને એનસીપીને નિશાન બનાવી રહ્યાં હતા અને ભારતને કોંગ્રેસમુક્ત બનાવવાનું આહવાન કર્યું હતું. જેનો વીડિયો અહી રજૂ કરવામાં આવ્યો છે. જ્યાં તેમણે રાહુલ ગાંધીને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે તમે 2007માં અને 2012માં પણ ગુજરાત આવ્યા હતા, પણ ગુજરાતનો ગુબ્બારો ફોડી શક્યા નહોતા.

આ તકે મોદીએ કહ્યું કે, આટલી કડકડતી ગરમીમાં તમે તપસ્યા કરી રહ્યાં છો. પ્રશાસને તમને પાણી આપવાની પણ ના પાડી દીધી છે. તમને જે અસુવિધા થઇ છે, તે માટે હું તમારી માફી માગુ છું. આ તડકામાં તમે જે તપસ્યા કરો છો, હું તમને વિશ્વાસ અપાવું છું, કે તમારી આ તપસ્યાને બેકાર નહીં જવા દઉ.

હું તમને પૂછવા માગુ છું, 2004માં અટલજીની સરકાર ગઇ અને કોંગ્રેસની સરકાર આવી, જે 10 વર્ષથી ચાલી રહી છે. મહારાષ્ટ્રમાં કોંગ્રેસની સરકાર છે, 10 વર્ષમાં તમારું ભલું થયું છે. જો તમે સમસ્યાથી મુક્તિ ઇચ્છો છો તો દેશને કોંગ્રેસમુક્ત બનાવવાની જરૂર છે. અહીં કપાસની ખેતી થાય છે. ખેડૂત આત્મહત્યા થાય છે. ગુજરાતમાં પણ કપાસની ખેતી થાય છે. ત્યાં ખેડૂતને આત્મહત્યા કરવાની જરૂર પડતી નથી. દૂકાળ અમારે ત્યાં પણ થાય છે, પણ મરવું નથી પડતું.

લેબમાં જે છે તેને લેન્ડ પર ઉતારવાની જરૂર

લેબમાં જે છે તેને લેન્ડ પર ઉતારવાની જરૂર

દેશના કૃષિમંત્રી અહીંના, પોતાને ખેડૂતોના નેતા કહેનારા બે ડઝન નેતાઓ અહીંના છે, છતાં મહારાષ્ટ્રમાં ખેડૂતોને આત્મહત્યા કરવી પડી રહી છે. દિલ્હીમાં બેસેલી સરકારની નીતિઓ તેના માટે જવાબદાર છે. તમે જુઓ કૃષિ યુનિવર્સિટી છે પણ ખેડૂતોના કામે આવતી નથી. આ જ તો તેમની મુશ્કેલી છે, તેમને સમજાતું નથી કે લેબમાં જે છે તેને લેન્ડ પર ઉતારવાની જરૂર છે.

કૃષિ એક્સપોર્ટ પર પ્રતિબંધ કેમ લગાવ્યો

કૃષિ એક્સપોર્ટ પર પ્રતિબંધ કેમ લગાવ્યો

અહીં 324 કિલો કપાસ ઉગે છે. મહારાષ્ટ્રમાં 324 કિલો પ્રતિ હેક્ટર, વિદર્ભમાં 280 કિલો અને ગુજરાતમાં 630 કિલો. આ તફાવત છે. સુવિધા અને ટેક્લોનોજી અને નવી ટેક્નિક શીખવે, પણ આ મૂળભૂત વાત નહીં શિખવવામાં આવ્યું નહીં તેથી ખેડૂતને આત્મહત્યા કરવી પડી રહી છે. કૃષિ મંત્રી શરદ પવારે કૃષિ એક્સપોર્ટ પર પ્રતિબંધ કેમ લગાવ્યો, તેના કારણે બે વર્ષ પહેલા મારા ગુજરાતના ખેડૂતોને સાત હજાર કરોડનું નુક્શાન પહોંચ્યું હતું. એક જ સિઝનમાં મહારાષ્ટ્રના ખેડૂતોને કેટલું નુક્શાન પહોંચ્યું છે તેનો અંદાજો લગાવી શકો છો.

મટન એક્સપોર્ટ પર સબસિડી

મટન એક્સપોર્ટ પર સબસિડી

દિલ્હી સરકાર કોટન એક્સપોર્ટ પર પ્રતિબંધ પરંતુ મટન એક્સપોર્ટ પર સબસિડી આપે છે. હિન્દુસ્તાનના પશુધનને ખતમ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. ખેડૂત પશુ અને દૂધ વગર ખેતી પર જીવી નહીં શકે. કોંગ્રેસની ગ્રીન રિવોલ્યુશન અને વ્હાઇટ રિવોલ્યુશન સાંભળ્યું હતું. પરંતુ દિલ્હીની સરકાર પિન્ક રિવોલ્યુશન લઇને આવી.. જેટલું મટન એક્સપોર્ટ પર સબસિડી આપે છે, તેટલી વેરહાઉસ અને કોલ્ડ સ્ટોરેજ બનાવવામાં આપી હોત તો અનાજ સડતું નહીં.

પ્રાથમિકતા અલગ હોવાના કારણે આ તબાહી આવી

પ્રાથમિકતા અલગ હોવાના કારણે આ તબાહી આવી

તેમની પ્રાથમિકતા અલગ હોવાના કારણે આ તબાહી આવી છે. લાલ બહાદૂર શાસ્ત્રી કહેતા હતા જય જવાન જય કિસાન પણ દિલ્હી સરકારમાં ના તો જવાન અને ના તો ખેડૂત સુરક્ષિત છે. કોંગ્રેસનો નારો મર જવાન મર કિસાન. કિસાન મરે અને કોંગ્રેસ તેની જોલી ભરે . ઘોષણાપત્ર જાહેર કર્યું. આ ઘોષણાપત્ર નહીં ધોકાપત્ર છે. તેમણે કહ્યું છે કે નવ જવાનોને રોજગારી આપવાની વાત કરી હતી, પરંતુ આપી નથી.

ગુજરાતમાં તમારા જૂઠનો ગુબ્બારો ફૂટી ગયો

ગુજરાતમાં તમારા જૂઠનો ગુબ્બારો ફૂટી ગયો

આ ચૂંટણી દેશના વડાપ્રધાન ચૂંટવાની છે, ત્યારે અહીં દિલ્હી સરકારે શું કર્યું તેનો જવાબ આપવો જોઇએ. અમે 2012ની ચૂંટણીમાં ગુજરાતમાં અમારા કામનો જવાબ આપ્યો અને જનતાએ અમને ફરીથી ચૂંટ્યા. તેઓ ત્યારે પણ ગુજરાત આવ્યા હતા અને તેના જૂઠનો ગુબ્બારો ફૂટી ગયો હતો. તેઓ ગુજરાતના મોડલને ગાળો ભાંડીને ગયા. તેઓ કહે છે કે ગુજરાતનો ગુબ્બારો ફૂટી જશે, પરંતુ તમે 2007માં આવ્યા હતા 2012માં આવ્યા હતા. ગુજરાતની જનતા તેમને જવાબ આપી દીધો હતો.

દેશમાં દરેક ગરીબનું પોતાનું ઘર હોય

દેશમાં દરેક ગરીબનું પોતાનું ઘર હોય

જ્યારે ભારતની આઝાદીને 75 વર્ષ થાય ત્યારે મારું સ્વપ્ન છે કે દેશમાં કોઇ ગરીબ, કોઇ વંચિત ના હોય જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ ઉજવે ત્યારે તેમની પાસે ઘર હોય, વિજળી હોય, પાણી હોય, શાળા હોય અને શૌચાલય હોય, હોસ્પિટલ હોય, તેવું ભારત બનાવવું છે. તમે મહારાષ્ટ્રના બધા જ કમળને દિલ્હી મોકલો. દિલ્હીમાં કામ કરનારી, દેશને આગળ લઇ જનારી સરકાર બનાવો.

English summary
Narendra Modi to address "Bharat Vijay" Rally in Akola, Maharashtra
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X