અમે દેશની સમસ્યાનો અને તેઓ મોદીનો હલ શોધી રહ્યાં છેઃ મોદી

Posted By:
Subscribe to Oneindia News

મુઝફ્ફરપુર, 3 માર્ચઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા મુઝફ્ફરપુરમાં હુંકાર રેલી સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે બિહારની જનતા સાથે થઇ રહેલા અન્યાય તેમાં પણ ખાસ કરીને મહિલાઓને સહવી પડતી સમસ્યાઓને લઇને કેન્દ્ર અને બિહાર સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું હતું કે અમે જ્યાં દેશની સમસ્યાઓના હલ શોધી રહ્યાં છીએ ત્યાં બીજી તરફ તેઓ મોદીનો હલ શોધી રહ્યાં છે.

શાંતિ, એકતા અને સદભાવના વગર આ દેશ વિકાસ કરી શકે તેમ નથી. તેથી શાંતિ, એકતા, સદભાવના અને ભાઇચારાના પાયા પર વિકાસની ઇમારત બનવાની છે. ગુજરાતમાં અમે એક આહવાન કર્યું હતું, સરદાર પટેલનું વિશ્વનું ઉંચુ સ્મારક બનાવવાનો સંકલ્પ કર્યો હતો, અમે ખેડૂતો પાસે લોખંડ માંગ્યુ હતુ. બિહારનો આભારી છું કે દરેક ગામે ઉત્સાહ સાથે અમને લોખંડ આપ્યું. જ્યારે સરદાર પટેલનું ભવ્ય સ્મારક બનશે ત્યારે બિહારની પણ ત્યાં હાજરી હશે.

આપણે ખુદીરામ બોસએ દેશ માટે પોતાનો જાન ન્યોછાવર કર્યો હતો. ખુદીરામ બોસ હંમેશા દેશની પેઢીને ત્યાગની ભાવના શીખવે છે. પૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુએ ક્યારેક અહીં શિક્ષાના ક્ષેત્રમાં સેવા કરી હતી. જ્યોર્જફર્નાન્ડિસ આ ક્ષેત્રના નેતા રહ્યાં હતા. આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ કે તેમનું સ્વાસ્થ્ય સારું થાય અને તેમનો અનુભવ આ દેશને કામ આવે.

તેઓ મોદીનો હલ શોધી રહ્યાં છે

તેઓ મોદીનો હલ શોધી રહ્યાં છે

આ હુંકાર રેલીથી આગળ વધી રહ્યાં છીએ ત્યારે દેશના રાજકારણનો હાલ શું છે, હું જ્યા જાઉ છું ત્યાં એક જ વિષયની ચર્ચા કરું છું, હું હંમેશા દેશની સમસ્યાના હલ શોધવામાં લાગેલો રહું છું. અમારી પ્રાથમિકતા દેશની સમસ્યાનું હલ શોધવું અને વિરોધીઓની પ્રાથમિકતા છે મોદીનો હલ શોધવાની છે. આ સંકુચિતતાથી દેશનું ભલું નહીં થાય.

એનડીએનો પરિવાર વધતો રહેશે અને બીજાની પરેશાની વધશે

એનડીએનો પરિવાર વધતો રહેશે અને બીજાની પરેશાની વધશે

એનડીએની વાત કરુ છું ત્યારે મારી સામે બે નામ આવે છે. નેશનલ ડેવલોપમેન્ટ એલાયન્સ અને નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ. હું આ રામ વિલાસ પાસવાન સહિતના નેતાઓનું એનડીએ પરિવારમાં સ્વાગત કરું છું. આ પરિવાર વધતો રહેશે અને બીજાની પરેશાની વધતી રહેશે. આવનારો દશકો હિન્દુસ્તાનમાં દલિતો, પછાતોના વિકાસનો દશકો સાબિત થવાનો છે. તેમણે વચનો ઘણા આપ્યા પરંતુ એકપણ વચન પૂર્ણ કર્યું નથી. આ ચૂંટણીના ખેલાડી ચૂંટણીનો માહોલ બદલી શકે છે પરંતુ દેશ માટે કંઇ કરી શકે છે. આ કોંગ્રેસ હોય કે થર્ડફ્રન્ટ હોય. થર્ડફ્રન્ટ પાર્ટીમાં મોટાભાગની પાર્ટીઓએ કોંગ્રેસને બચાવવાનું કામ કર્યું છું.

પાસવાન ડરે એવા નેતા નથી

પાસવાન ડરે એવા નેતા નથી

હું રામ વિલાસ પાસવાન અંગે કહું છું. તેઓ એનડીએ છોડીને ગયા હતા. ત્યારબાદ જ્યારે પણ મળવાનું થયું ત્યારે પ્રેમથી મળ્યા. સમાચારપત્રો વાળાએ તસવીરો બહાર પાડી તો તેઓ ડરતા નહોતા. તેઓ એવા નેતા છે તે હિંમતભેર તસવીરો ખેંચાવતા, નહીંતર મે તો એવા ઘણા નેતા જોયા છે, જે રૂમમાં સારી રીતે વાત કરે પરંતુ પબ્લીકમાં તસવીર ખેંચાવી હોય તો પરસેવો છૂટી જાય છે.

જનતા ક્યારેય હિપોક્રસીને માફ નથી કરતી

જનતા ક્યારેય હિપોક્રસીને માફ નથી કરતી

જનતા ભૂલોને માફ કરે છે. જનતા ક્યારેય હિપોક્રસીને માફ નથી કરતી. આ જે બરબાદી કરનારાઓ છે તેમને સામાન્ય લોકોની ચિંતા નથી. આજે પણ જે બિહારમાં ભગાવન બુદ્ધ અને મહાવિરનું સ્મરણ થાય છે. જય પ્રકાશની ભૂમિ રહી છે, અમને પીડા થાય છે કે આપણા દેશની મહિલાઓને ખુલામા શૌચ કરવા જવું પડે છે. જેના કારણે તેમના સ્વાસ્થ્યમાં ગંભીર બિમારી આવી રહી છે. આઝાદીના 60 વર્ષનો સમય વિતી ગયા પછી શૌચાલયની સુવિધા તો મળવી જોઇએ.

આપણે મહિલાઓના હકમાં વિચારવાનું છે

આપણે મહિલાઓના હકમાં વિચારવાનું છે

આપણા બિહારમાં 23 ટકા ઘર જ એવા છે, જ્યાં શૌચાલય છે. આવો મારો દેશ 21મી સદીમાં જેની પાસે મહિલાની પ્રાથમિકતા ના હોય ત્યારે શરમની લાગણી થાય છે, આપણે મહિલાઓના હકમાં વિચારવાનું છે. અહીં 16 ટકા ઘર એવા છે જ્યાં વિજળી મળતી નથી. બિહારમાં વિજળી જાય છે, એ સમાચાર નથી વિજળી આવે છે તે સમાચાર છે. નજીકમાં કોલસાની ખાણો છે. વિકાસની દ્રષ્ટિ નહીં હોવાના કારણે તે બરબાદ થઇ ગઇ.

સૌરાષ્ટ્રથી સિંચર સુધીનો વિકાસ બિહારમાંથી પસાર થતો હોત

સૌરાષ્ટ્રથી સિંચર સુધીનો વિકાસ બિહારમાંથી પસાર થતો હોત

બિહારની અને કેન્દ્રની વર્તમાન સરકાર રોજગારી આપી શકે છે. 2012ની જાણકારી મેળવી, તેમાં આઠ લાખ પચાસ હજાર લોકોએ બેરોજગારીમાં નોંધણી કરાવી. જેમાંથી આ વિકાસના દાવા કરનારી સરકારે બે હજાર લોકોને રોજગારી આપી છે. જેમને દેશના યુવાનોની તેમની રોજગારીની ભલાઇ નથી, તે આવનારી પેઢીનું ભલુ કરી શકે નહીં. અટલજીએ હિન્દુસ્તાનને જોડવા માટે સૌરાષ્ટ્રથી સિંચર સુધી ઇસ્ટ ડોર કારિડોર બનાવવાની ઘોષણા કરી હતી અને એ રસ્તો અહીંથી પસાર થવાનો હતો, જો 2004માં અટલજીની સરકાર બની હોત તો સૌરાષ્ટ્રથી સિંચર સુધીનો વિકાસ બિહારમાંથી પસાર થતો હોત.

બિહાર આતંકવાદીઓ માટે સ્વર્ગ

બિહાર આતંકવાદીઓ માટે સ્વર્ગ

આંતકવાદ આ દેશને બરબાદ કરી રહ્યો છે. વિશ્વના કોઇ પણ ખૂણે આતંકવાદ માનવતાનો વિરોધી છે, નેપાળની સીમા સંકટ સંપદા બનેલી છે. આતંકવાદીઓને હવે બિહાર સ્વર્ગ લાગી રહ્યું છે. બિહાર સરકારની મતબેન્કનું રાજકારણ આતંકવાદ સામે કટ્ટર પગલાં ભરવા તૈયાર નથી. આતંકવાદ સામે સત્તા સુખના સ્વપ્ન આડા ન આવવા જોઇએ. એક મત થવામાં આવે તો જ આતંકવાદ સામે લડી શકાય છે. તો જ સામાન્ય માનવ સુરક્ષિત રહી શકે છે.

ગરીબો માટે કાર્ય કરવામાં ભાજપ આગળ

ગરીબો માટે કાર્ય કરવામાં ભાજપ આગળ

કેટલાક લોકો પોતાને ગરીબોના મસીહા કહે છે, છેલ્લા 40 વર્ષમાં ગરીબોની ભલાઇ માટે 20 સુતરી કાર્યક્રમ ચાલે છે. બધી જ સરકારો તેમાં જોડાયેલી છે, દર છ મહિને તેનો અહેવાલ આવે છે, કઇ સરકાર ગરીબો માટે કામ કરે છે, આખા હિન્દુસ્તાનમાં ભાજપની સરકાર જ 20 સુતરી કાર્યક્રમમાં અવલ રહી છે. કોંગ્રેસની એક પણ સરકાર અને થર્ડફ્રન્ટ વાળાએ તો ક્યારેય આ દિશામાં કામ કર્યું નથી.

અટલજીના સંકલ્પને પૂર્ણ કરવાનો છે

અટલજીના સંકલ્પને પૂર્ણ કરવાનો છે

અહીં સર્વાધિક પાણી અને સર્વાધિક સારી જમીન છે. પાણીના કારણે પૂરની તો, પૂર બાદ અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે. અટલજીએ જ્યાં પાણી નથી ત્યાં પાણી પહોંચાડવાનું અને જ્યાં પાણી વધારે છે તેને યોગ્ય દિશમાં ઉપયોગમાં લેવાનો સંકલ્પ લીધો હતો. અમે તેમના આ સંકલ્પને પૂર્ણ કરવાનો સંકલ્પ લઇને નીકળ્યા છે.

દેશમાં એક ફેશન થઇ ગઇ છે

દેશમાં એક ફેશન થઇ ગઇ છે

આજકાલ દેશમાં એક ફેશન થઇ ગઇ છે. દેશમાં કંઇ થતું તો પહેલા કહેતા કે વિદેશી શક્તિઓનું કામ છે, છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં કંઇપણ થાય, તો તેઓ ધર્મનિર્પેક્ષતાને હથિયાર બનાવી રહ્યાં છે, મોંઘવારી, રોજાગારી સહિતના મુદ્દા પર તેઓ માત્ર એમ જ કહે છે કે ધર્મનિર્પેક્ષતા જોખમમાં છે. આ દેશની જનતાને ગુમરાહ કરવાનું કામ છે. તેઓ આમ માત્ર સત્તા મેળવવા માટે કરે છે.

અમારા માટે દેશ સર્વ પ્રથમ

અમારા માટે દેશ સર્વ પ્રથમ

આ દેશની સામે મુદ્દો છે, ભ્રષ્ટાચાર, મોંઘવારી, મજબૂત નેતાગીરી અને મજબૂત સરકાર છે, પરંતુ વિરોધીઓ માટે આ સમસ્યાઓ બાદમાં અને સેક્યુલારિઝમ પહેલા આવે છે. તેમનના માટે સેક્યુલારિઝમ ધર્મ છે જ્યારે અમારા માટે દેશ સર્વ પ્રથમ છે.

રાજકારણ બે ભાગમાં વેચાઇ ગયુ

રાજકારણ બે ભાગમાં વેચાઇ ગયુ

આજનું રાજકારણ બે ભાગમાં વેચાઇ ગયું છે. મોદી કહે છે કે મોંઘવારી રોકો તે કહે છે મોદી રકો, મોદી કહે છે કે મા-બહેનો પર અત્યાચાર રોકો, તે કહે છે મોદી રોકો, મોદી કહે છે અન્યાય રોકો, તે કહે છે મોદી રોકો, તેમનું એક જ સ્વપ્ન, એક જ એજેન્ડા મોદી રોકો, મોદી વિકાસનું કહે છે, તે કહે છે મોદીનો નાશ કરવો છે. આ નકારાત્મક રાજકારણને વિદાય આપવી છે. વિરોધીઓનો એક જ એજેન્ડા છે કે મોદીનો વિનાશ કરો.

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/WXJIyuLFih8" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Narendra Modi to address Hunkar Rally in Muzaffarpur, Bihar

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.