For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો લલકારઃ દેશવાસીઓને મળતા હક જમ્મૂવાસીઓને પણ મળે

|
Google Oneindia Gujarati News

જમ્મૂ, 1 ડિસેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપે જાહેર કરેલા પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા જમ્મૂ ખાતે લલકાર રેલી સંબોધવામાં આવી રહી છે. આ સભામાં મોદી દ્વારા જમ્મૂ કાશ્મિરની સરકાર અને કેન્દ્રની યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ તકે નરેન્દ્ર મોદીનું પાઘડી પહેરાવી અને પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે ભાજપ અધ્યક્ષે કહ્યું કે, જો ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ યોગદાન ના આપ્યું હોત તો આજે મારે અને નરેન્દ્ર મોદીએ કદાચ અહીં આવવા માટે પાસપોર્ટ કઢાવવા પડત. આ અંગેનો વીડિયો અહીં રજુ કરવામાં આવ્યો હતો.

આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે જૂની યાદો તાજી થઇ ગઇ છે. હું પહેલા અહીં પાર્ટી માટે કામ કરતો અને આખા રાજ્યમાં પ્રવાસ કર્યો છે. જમ્મૂ અને કાશ્મિર સાથે મારે નજીકના સંબંધો છે. કોઇકે મને 25 વર્ષ જૂની તસવીર આપી, જેનાથી મારી જૂની યાદી ફરી તાજી થઇ ગઇ છે. આ તકે નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જમ્મૂ કાશ્મિરની ધરતી પર આપણને પ્રેરણા આપનારું નામ પંડિત પ્રેમનાથ ડોંગરાજીનું છું. તેઓ જીવનભર સંઘર્ષ કરતા રહ્યાં અને ત્રણ પેઢીને પ્રેરણા આપવાનું કામ પંડિત પ્રેમનાથ ડોંગરાજીએ કર્યું છે. આ તકે તેમણે શહીદોને પણ યાદ કર્યા હતા. તેમણે દેશ માટે પોતાનું જીવન અર્પણ કર્યું તે ક્ષણોને યાદ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, દિલ્હીમાં એવી સરકાર છે કે જે ઉંઘી રહી છે. લોકો તેનાથી રોષે ભરાયા છે અને આગામી 2014માં પણ ઉઠવા નહીં દે. કાશ્મિરમાં બે ઘટના ઘટી, જેમાં એક ઘટના પર બધાનું ધ્યાન રહ્યું પરંતુ એક ઘટનાને ભૂલાવી દેવાઇ, એક પંજાબના હતા સરબજીત અને બીજા જમ્મૂના જમેલ સિંહ. જે જેલમાં સરબજીતની હત્યા કરવામાં આવી એવી જ રીતે એ જ જેલમાં એક અઠવાડિયા પહેલા જમેલ સિંહની હત્યા કરવામાં આવી હતી. જો એક અઠવાડિયા પહેલા સરકાર જાગતી અને જમેલ સિંહની હત્યા પર અવાજ ઉઠાવતી તો સરબજીતની હત્યા ના થઇ હોત. કોઇ દેશમાં આવી સરકાર ક્યાંય નહીં હોય કે તેમના સપૂતોની હત્યા કરવામાં આવે અને તેમની સરકાર ઉંઘતી રહે.

એવું લાગે છે કે, આપણા દેશમાં પોપોથી બચવું છે, કુકર્મોથી બચવું છે, જવાબદારીથી બચવું છે, તો એક એવી જડીબુટ્ટી કેટલાક લોકોએ શોધી લીધી છે, જેના સહારે બચી જાય છે અને એ છે સેક્યુલારિઝમ. સેક્યુલારિઝ પર બોલવાનું શરૂ કરી દો, તમારા બધા પાપ ધોવાઇ જાય છે. જમ્મૂ કાશ્મિરમાં આ સાથે વધુ એક મુદ્દો છે અને એ છે ધારા 370. જમ્મૂ કાશ્મિરના નાગરીકોના અધિકાર માટે અને આખા હિન્દુસ્તાનમાં ધારા 370થી અહીંના લોકોનું ભલુ થયું છે કે નહીં તેની ચર્ચા તો કરો.

મનમોહન સિંહ ચૂંટણીમાં કહેતા હતા કે મોટા મોટા નેતાઓના નામ લે છે, નામ લેવાથી નહીં તેમણે કહેલા કામ કરવા જોઇએ. હું તેમની વાતથી સહેમત છું. પ્રધાનમંત્રીજી હું તમને યાદ અપાવવા માગું છું કે, એ સમયની સંસદમાં પ્રધાનમંત્રી નહેરુએ કહ્યું હતું કે સમય રહેતા ધારા 370 ઘસાઇ જશે. જો તમે કહેતા હોવ કે મોટા નેતાઓએ જે કહ્યું તે કરવું જોઇએ તો નહેરુંજીએ જે કહ્યું તે તમારી સરકારે કર્યું છે ખરું. ધારા 370ને કવચ બનાવી દેવામાં આવ્યું છે અને તેથી તેની ચર્ચા કરવામાં આવતી નથી.

જે કાયદા માટે કોંગ્રેસ પાર્ટી ગૌરવ કરી રહી છે, જે કાયદા લાગું થઇ રહ્યાં છે, ધારા 73-74 રાજીવ ગાંધીમાં આવી, જેને લઇને કોંગ્રેસ પાર્ટી જય જયકાર કરી રહ્યાં છે, જે તમે બનાવી તે જમ્મૂ કાશ્મિરમાં લાગુ કેમ નથી કરાવી શકતા, પંચાયતોને અધિકાર બનાવવી જોઇએ. અહીંના ગામ, નગરપાલિકાને સ્વાયત્તા, અધિકાર આપવો નથી અને તેમનો વિકાસ કરવો નથી. હિન્દુસ્તાનના દરેક નાગરીકને જે અધિકાર મળી રહ્યાં છે તે અધિકાર જમ્મૂ-કાશ્મિરની જનતાને મળવા જોઇએ.

હિન્દુસ્તાનમાં દલિતોને, આદિવાસીઓને, સામાજિક શૈક્ષણિક પછાત લોકોને ચૂંટણી લડવા માટે, નોકરી માટેના અધિકારો મળવા જોઇએ. આજે દેશમાં ભ્રષ્ટાચારની વાતો થઇ રહી છે, દેશ આક્રોશ વ્યક્ત કરી રહ્યાં છે. જમ્મૂ કાશ્મિરમાં ભ્રષ્ટાચાર છે, રાજનેતા અને સરકાર ભ્રષ્ટાચારગ્રસ્ત છે, ત્યારે કરપ્શન અંગેનો કાયદો જમ્મૂ કાશ્મિરમાં લાગુ થવો જોઇએ પરંતુ તેને લાગુ કરવામાં આવ્યું નથી.

હું અહીં હિન્દુ અને મુસ્લિમ અંગે વાત કરવા આવ્યો નથી. હું અહીં જમ્મૂ અને કાશ્મિરના લોકોની વાત કરવામાં આવ્યો છે. જ્યારે તેમને મહત્વ આપવામાં આવે તો અહીં વિકાસ થશે. પુરુષોને જે અધિકારો મળી રહ્યાં છે એ જ અધિકારો મહિલાને પણ મળવા જોઇએ પરંતુ અહીં એવું થઇ રહ્યું નથી. અને આ તકે તેણે જમ્મૂના મુખ્યમંત્રી પર પ્રહાર કરતા કહ્યું કે, જે હક તમારા મુખ્યમંત્રીને મળ્યા છે, એ જ હક તેમની બહેનને મળ્યા છે ખરા, નહીં કારણ કે તેમની બહેને જમ્મૂ અને કાશ્મિરની બહાર લગ્ન કર્યા છે.

છેલ્લા 60 વર્ષથી સેપરેટ સ્ટેટ બનાવવાના સ્વપ્નો જોઇએ છીએ પરંતુ તેનાથી કંઇ થયું છે ખરા, સેપરેટ સ્ટેટના નામે અલગાવવાદીને મહત્વ આપી રહ્યાં છે, જો તેઓ સેપરેટ સ્ટેટ બનાવવાના બદલે સુપર સ્ટેટ બનાવવામાં ધ્યાન આપ્યું હોત તો આજે અહીંની સિકલ અલગ હોત. અટલજીએ આ દિશામાં પહેલ કરી હતી કે, આ રાજ્યને સુપર સ્ટેટ બનાવવામાં આવે. અહીં જે લોકો શાસન કરે છે, તેમને આદત પડી ગઇ છે કે કટોરો લઇને દિલ્હી સરકાર પાસે જતી રહે છે અને અહીંના નેતાઓ જમ્મૂ કાશ્મિરને ભિખારી બનાવી દીધું છે, પરંતુ આ જમ્મૂ કાશ્મિર ભિખારી નથી, આ તો દેશ માટે મર-મીટે એવી જમાત છે. આપણા બેગર્સના દિવસો પૂર્ણ થયા છે, આપણે હવે આગળ વધવાની જરૂર છે, અને આ રાજ્યને બેગર્સ રાજ્ય નથી રહેવા દેવાનું.

જમ્મૂ કાશ્મિરમાં ડિસક્રિમિનેશનનું રાજકારણ ચાલી રહ્યું છે, તેનો અંત લાવવો જરૂરી છે. જમ્મૂ કાશ્મિરના લોકો એક સાથે અવાજ બુંલદ કરશો તો દિલ્હી અને જમ્મૂ બેઠેલી સરકાર તમારા વિકાસના હકને છીનવી શકી નહોતી.

તેમણે વધુમાં કહ્યું કે, આપણે રામાયણથી સાંભળતા આવ્યા છીએ કે હિમાલયમા અનેક ઔષધી છે પરંતુ એ દિશામાં કોઇ રિસર્ચ કરવામાં આવ્યું નથી. અહીં પ્રવાસન ક્ષેત્ર અહીં સંઘ્ષ કરી રહ્યું છે, પ્રવાસીઓ હિમાચલ પ્રદેશ જાય છે, જ્યારે અહીં પણ સૌંદ્રય અને શ્રદ્ધા માટે સારા પ્રવાસન સ્થળ છે. અનેક ફિલ્મોનું શૂટિંગ અહીં કરવામાં આવ્યું છે, ત્યારે શું અહીં એક ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરવી જોઇએ પરંતુ એ દિશામાં કોઇપણ વિકાસ કાર્ય કરવામાં આવ્યું નથી. પ્રવાસન અંગે વાત કરવામા આવે તો હાલ કૈલાશ માન સરોવર જવા માટે નેપાળ થઇને જવું પડે છે, પરંતુ શું એવું ના થઇ શકે કે આપણે કૈલાશ માન સરોવર અંગેનો માર્ગ લેહમાંથી બનાવીએ, જો કંઇક કરવામાં આવે તો અહીં ઘણું બધુ થઇ શકે છે.

14 વર્ષમાં ક્યારેય કોઇ પ્રધાનમંત્રી જમ્મૂ કાશ્મિર આવ્યા નહોતા પરંતુ અટલજી 14 વર્ષ બાદ અહીં આવ્યા હતા અને ત્રણ મંત્ર આપ્યા હતા ઇન્સાનિયત, જમ્મૂરિયત અને કાશ્મિરિયત. અને તેમણે આ માર્ગ પર ચાલવા જણાવ્યું હતું. દેશના વિવિધ રાજ્યોમાં આઇઆઇટી અને આઇઆઇએમ છે ત્યારે શું જમ્મૂ અને કાશ્મિરમાં આઇઆઇટી અને આઇઆઇએમ હોવી ના જોઇએ, પરંતુ રાજ્ય અને કેન્દ્રએ આ દિશામાં પણ કોઇ રસ દાખવ્યો નથી.

English summary
Narendra Modi address Lalkar Rally in Jammu
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X