For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગંદી રાજનીતિ છોડો વરના કરારા જવાબ મિલેગાઃ મોદી

|
Google Oneindia Gujarati News

બાડમેર, 12 એપ્રિલઃ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા આજે રાજસ્થાનના બાડમેર ખાતે રેલી સંબોધવામાં આવી હતી. જ્યાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. આ તકે તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ મને બરબાદ કરવા માટે 10 વર્ષથી ગંદુ રાજકારણ કરી રહ્યાં છે, ત્યારે તેમને જણાવી દેવા માગું છું કે જો તેઓ આ ગંદુ રાજકારણ નહીં છોડે તો દેશની જનતા તેમને કરારા જવાબ આપશે. નોંધનીય છે કે બાડમેરથી ભાજપના પૂર્વ નેતા જસવંત સિંહ પણ ચૂંટણી લડી રહ્યાં છે, ત્યારે આ બેઠક પર રસાકસીવાળો માહોલ જોવા મળશે.

આ તકે મોદીએ કહ્યું કે, એક વાત છે અમારી સુશાસન અને બીજી વાત છે અમારી વિકાસ, તેથી ભાજપે પોતાના ચૂંટણી ઘોષણાપત્રમાં ભારતનો રણક્ષેત્ર હોય ત્યાં નોર્થ ઇસ્ટના વિકાસની જેમ અહી વિકાસ પર ધ્યાન આપવાનું વચન આપ્યું છે. તમારી સામે ઉદાહરણ રાખવા માગું છું. મારી વાતથી બાડમેરની જનતામાં એક નવી આશા જાગશે. જ્યારે ભૂકંપ સમયે કચ્છમાંથી લોકો પલાયન કરી રહ્યાં હતા. ત્યાં સ્થિતિ ખરાબ હતી. ત્યાં પીવાનું પાણી નહોતું, 10 વર્ષની અંદર તે ભારતનું સૌથી ઝડપી વિકાસ કરતો જિલ્લો બની ગયો. જે રણમાં બીએસએફના પીવાનું પાણી પહોંચાડવા માટે 900 ઉંટ પાણી વહન કરતા ત્યાં આજે નર્મદાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવે છે. ત્યાં કૃષિ માટે પાણી પહોંચાડવામાં આવે છે, 10 વર્ષની અંદર કચ્છના રણમાંથી કેરી વિશ્વમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. કચ્છના રણમાં આ થઇ શકે છે, તો અહીં પણ થઇ શકે છે.

તમે એવા નેતા જોયા છે, જે પાંચ વર્ષ સુધી પોતાના દર્શન નથી આપતા, હું આજે પણ માનું છું, અમે નર્મદાનું પાણી સાંચોડ સુધી પહોંચાડી દીધું છે, જેના કારણે ગઇ કાલ સુધી માટીના ઢેર હતા, ત્યાં હરિયાળી થઇ ગઇ છે. મને ખબર છે તમે કેટલી મહેનત કરો છો, પાણી મહત્વ ધરાવે છે, જો તમને એકવાર પાણી પહોંચાડવામાં આવે તો તમે માટીમાંથી સોનું બનાવી શકો છો.

આ દેશ ભારતની શક્તિ બની શકે છે

આ દેશ ભારતની શક્તિ બની શકે છે

અટલજીનું સ્વપ્ન હતું નદીને જોડવાનું અમે એ સ્વપ્નને આગળ વધારવા માગીએ છીએ. જે નદીમાં પૂર આવે છે એ પાણીને બંજર જમીનમાં પાણી પહોંચાડવામાં માગીએ છીએ. આટલા વર્ષ થઇ ગયા, આ આપણું સીમા ક્ષેત્રમાં ગેસ અને પેટ્રોલિયમની તકો છે. અહીંના ગેસ અને પેટ્રોલિયમમાંથી દેશને તાકાત મળી શકે છે. ગુજરાતને 50 વર્ષોથી સફળતા મળી રહી છે, અહી હમણા શરુઆત થઇ છે, આવનારા દિવસોમાં જ્યાં જે પ્રકારે પાણી એક શક્તિ બની શકે છે, તેવી જ રીતે આ મારો રણ પ્રદેશ ગેસ-પેટ્રોલિયમના કારણે ભારતની શક્તિ બની શકે છે, આ અમારી પહેલ હશે.

પાકિસ્તાનમાં કામ થઇ શકે તો અહીં કેમ નહીં

પાકિસ્તાનમાં કામ થઇ શકે તો અહીં કેમ નહીં

પાકિસ્તાનમાં ગેસ પેટ્રોલિયમની દિશામાં કામ થઇ શકે છે, તો આ એ જ ધરતી છે, તો અહીં પણ એ જ ફાયદો મળી શકે છે. અમે ગુજરાતમાં પેટ્રોલિમય યુનિવર્સિટી બનાવી, જેથી જે વિસ્તારમાં સંભાવનાઓ છે, ત્યાંના નવયુવાનોને શિક્ષિત કરવા અને સશક્ત બનાવવા છે. જે પોતાની કારકિર્દી બનાવવા માગે છે, તો તે ઇનટરનેટ થકી ગુજરાતની પેટ્રોલિયમ યુનિવર્સિટીનો અભ્યાસ કરો. અહીંના યુવાનોને આમંત્રિત કરું છું કે ગુજરાતની પેટ્રોલિયમ યુનિવર્સિટીમાં દાખલો લો, જેથી અહીં કામ હાથ ધરવામાં આવે ત્યારે અહીના બાળકો ભણેલા હશે, તો અહીનો આખો કારોબાર એ જ લોકો સંભાળશે અને તેમને રોજગારીની તકો મળશે.

વોટબેન્કના રાજકારણે દેશને વેંચી નાખ્યો

વોટબેન્કના રાજકારણે દેશને વેંચી નાખ્યો

મને ક્યારેક પીડા થાય છે, દેશના વોટબેન્કના રાજકારણે દેશને વેંચી નાખ્યો છે, દેશને બચાવવો છે તો વોટબેન્કના રાજકારણમાંથી મુક્તિ મેળવવી પડશે, જો એવું નહીં કરીએ તો આ દેશ આગળ નહીં વધી શકે. આ વોટબેન્કનું રાજકારણ એવું ચાલે છે કે, બાંગ્લાદેશીઓને ખભા પર લઇને નાંચે છે, તેમને તમામ કાયદા તોડીને મદદ કરવામાં આવે છે, વર્ષોથી પાકિસ્તાનથી અહીં આવેલા સમાજની કોઇ પરવા કરતું નથી. પાકિસ્તાનથી જે વિસ્થાપિત આવ્યા છે, તેમની ચિંતા થવી જોઇએ, તેમને તેમનો હક મળવો જોઇએ. જે લોકો વિસ્થાપિત થઇને અહી આવ્યા છે, તેમને હું વિશ્વાસ અપાવું છું, તમે હિન્દુસ્તાનના નાગરીકની જેમ બરોબર છો અને તમને એ અધિકાર મળશે, તેવો વિશ્વાસ અપાવું છું.

શહેજાદાને ધૂમ 3 ફિલ્મ યાદ આવી ગઇ

શહેજાદાને ધૂમ 3 ફિલ્મ યાદ આવી ગઇ

શહેજાદાને ધૂમ 3 ફિલ્મ યાદ આવી ગઇ. તેમને આ ફિલ્મ કેમ યાદ આવી. મને લાગ્યું હા, કેટલાક લોકોને પોતાના યાદ કરવા, ધૂમ 3માં પણ મોટરસાઇકલની ધૂમ છે, તેમણે પણ મોટરસાઇકલની કમાલ દેખાડી હતી. ગોપાલગઢમાં રમખાણ થયા ત્યારે શહેજાદા અશોક ગેહલોતને અંધારામાં રાખીને ફરવા લાગ્યા અને એ મોટરસાઇકલ કોનું હતું, એ ચોરીનું મોટરસાઇકલ હતું, મોટરસાઇકલ હિસ્ટ્રી શીટર ચલાવી રહ્યો હતો. ત્યારે તેમને ધૂમ 3 યાદ આવે તે સ્વાભાવિક છે. ધૂમ 3માં બાપ અને પુત્ર બધુ કરે છે અને ગાયબ થઇ જાય છે. દેશમાં માતા-બાળકનો ખેલ ચાલે છે, પરંતુ દેશમાં આ વખતે ધૂમ 3 ફરીથી નહીં થાય.

અશોક ગેહલોતે સોલાર નહીં દામાદ પાવર પર કામ કર્યુ

અશોક ગેહલોતે સોલાર નહીં દામાદ પાવર પર કામ કર્યુ

દેશમાં સોલાર માટે આ ઉત્તમ ભૂમિ છે. ગુજરાતે ઘણું કામ કર્યું, પરંતુ અશોક ગેહલોતે દામાદ પાવરમાં જ કામ કર્યું. અહીના ખેડૂતોની જમીન ચોરી લેવામાં આવી. સોલાર પાવરમાં કામ ના થયું અને જમીનો ખવાઇ ગઇ. આવનારા દિવસોમાં એક કાચો ચીઠ્ઠો ખુલવાનો છે. દેશના ખૂણે ખૂણામાં ફરી રહ્યો છું, આવી ચૂંટણી મે ક્યાંય જોઇ નથી. એવા ઘણા રાજ્યો છે, જ્યાં કોંગ્રેસ પાર્ટીનું ખાતું નહીં ખુલે તેમાં એક રાજસ્થાન પણ છે. એવુ એક રાજ્ય નથી જે બે આંકમાં પહોંચી શકે. કોંગ્રેસના આવા ખરાબ હાલ ક્યારેય નથી થયા, કોંગ્રેસે પરાજય સ્વિકારી લીધો છે.

કોંગ્રેસ પાર્ટી ગંદી હરકતો કરવામાં લાગી ગઇ

કોંગ્રેસ પાર્ટી ગંદી હરકતો કરવામાં લાગી ગઇ

કોંગ્રેસ પાર્ટી ગંદી હરકતો કરવામાં લાગી ગઇ છે. કોંગ્રેસ સાંભળી લે, બાડમેરમાં પણ કમળ ખીલી ગયું છે. તમે જેટલું કિંચડ ઉછાળશો, કમળ તેટલું ખીલશે. 10 વર્ષથી તમારી સરકાર છે, દિલ્હી સરકારની એક પણ એજન્સી એવી નથી, જેણે ગત 10 વર્ષમાં મોદીને બરબાદ કરવાના પ્રયાસો ના કર્યા હોય, ભારતની દરેક કોર્ટમાં તમારા એજન્ટો દ્વારા વિવિધ કેસ કરીને મોદીને ફસાવવાના પ્રયાસો કરતા રહ્યાં છો. કોંગ્રેસના મિત્રો દેશની જનતાને જવાબ આપો. આ પ્રકારની હરકતો કરીને શું મેળવ્યું તમે, તમે મોદીનો વાળ વાંકો કરી શક્યા, જેલમાં મોકલી શક્યા, જનતાના દિલમાંથી હટાવી શક્યા ખરા. 10 વર્ષ તમારી સલ્તનત મોદીને ખતમ કરવા લાગી છે, પરંતુ હુ તપ લઇને નીકળ્યો છું. તમે હજું પણ એ કરવાનું ચાલું રાખશો તો તો કરારા જવાબ મળશે. આ બધું તેઓ એ માટે કરી રહ્યાં છે કે એકવાર મોદી 16મી મેએ આવી ગયો તો તેમનું સ્થાન ક્યાં હશે. એટલા માટે બધા પક્ષ એકઠાં થઇને મોદીની સામે લડી રહ્યાં છે.

અમૃતસરના પૂર્વ મુખ્યમંત્રી નિર્દોષ છે તો તુરંત ઘોષિત કરે

અમૃતસરના પૂર્વ મુખ્યમંત્રી નિર્દોષ છે તો તુરંત ઘોષિત કરે

એક ઘટના બે દિવસ પહેલા ઘટી છે, પરંતુ મારે દેશના મીડિયાનું એ તરફ ધ્યાન ગયું નથી. કાળાં નાણાં તરફ આકરા પગલાં ભરવામાં આવે એ દિશામાં મીડિયા પણ ધ્યાન દોરે તેવો મારો આગ્રહ છે. અમૃતસરમાં અરમિંદર સિંહ છે, ત્યાં ગંભીર ફરિયાદ થઇ છે, પૂર્વ મુખ્યમંત્રીએ તેની જાણકારી આપી નથી. શું કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રીના વિદેશમાં કોઇ એકાઉન્ટ છે કે નહીં, તેમના પુત્રના નામે, પત્નીના નામે કોઇ એકાઉન્ટ છેકે નહીં, એ ગંભીર પ્રશ્ન અમૃતસરમાં ચૂંટણી પંચ સામે ઉઠાવવામાં આવ્યા છે. ભારત સરકારમાં બેસેલા અધિકારીઓને કહું છું કે તમે સાચી વાત દેશની સામે પ્રગટ કરો. જો કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી નિર્દોષ છે તો તુરંત ઘોષિત કરે કે આ આરોપો ખોટા છે, અને કહેવું જોઇએ કે વિદેશમાં કાળું નાણું નથી. અને જો બતાવી નથી શકતા તો ખાતામાં કેટલા રૂપિયા છે તે જણાવો.

English summary
Narendra Modi to address a Public Meeting in Barmer, rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X