For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નર્મદા માતાના આશિર્વાદ ના હોત તો ગુજરાત રેગિસ્તાન હોતઃ મોદી

|
Google Oneindia Gujarati News

જબલપુર, 20 નવેમ્બરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દ્વારા મધ્ય પ્રદેશના જબલપુર માં ચૂંટણી રેલી સંબોધવામાં આવી હતી. જેમાં તેમણે કહ્યું છે કે, જો નર્મદા માતાના આશિર્વાદ ગુજરાત પર ના હોત તો આજે ગુજરાત રેગિસ્તાન બની ગયું હોત. આ તકે તેમણે કોંગ્રેસ પર અને વડા પ્રધાન પર પ્રહારો કર્યા હતા, જ્યારે શિવરાજ સિંહ દ્વારા કરવામાં આવેલા વિકાસના કાર્યો અંગે વાત કરી હતી.

મોદીએ કહ્યું કે, જનતા જનાર્દન ઇશ્વરનુ રૂપ હોય છે. જે પાણી તમે પીધું છે, એ જ પાણી મે પીધું છે. મા નર્મદાની ક્રુપા તમારા પર છે અને અમારા પર પણ બનેલી છે. હું આજે અમરકંટના હોતુ, માતા નર્મદા ના હોતી તો મારુ ગુજરાત આજે રેગિસ્તાન હોત. અમારા પર માતાની એટલી બધી ક્રુપા છે, પહેલા અમે નર્મદા માતાની પરિક્રમા કરતા હતા. પરંતુ આજે વિજ્ઞાન અને ટેક્નોલોજીની તાકાત એ છે કે માતા નર્મદા ગુજરાતની પરિક્રમા કરી રહ્યા છે અને આશિર્વાદ આપી રહ્યાં છે. મારા ખેડૂતના ચેહરા પર મુસ્કાન છે કારણ કે માતા નર્મદાના આશિર્વાદ છે. આ ભૂમિ માતા દુર્ગાવતીની વીરભૂમિ છે. જેમના જળ વ્યવસ્થાની વાતો આજે પણ થાય છે.

તમે મતદાન રાજ્યની ભલાઇ માટે મતદાન કરશો

તમે મતદાન રાજ્યની ભલાઇ માટે મતદાન કરશો

તેમણે કહ્યું કે, મતદાન કરવાનો કોઇ આધાર હોવો જોઇએ, તમે કરવામાં આવતા વાયદા પર મતદાન કરશો કે કરવામાં આવેલા કાર્યોના આધારે મતદાન કરશો. તમે કોંગ્રેસના કારનામા, જાતિ આધારે મત કરશો કે પછી ભાજપે કરેલા પ્રયાસોના આધારે કરશો. હું તમારો આભાર માનું છું કે તમે મતદાન રાજ્યની ભલાઇ માટે મતદાન કરશો.

લોકતંત્રને વોટબેંકના રાજકારણે બરબાદ કર્યુ

લોકતંત્રને વોટબેંકના રાજકારણે બરબાદ કર્યુ

હિન્દુસ્તાનના લોકતંત્રને વોટબેંકના રાજકારણે બરબાદ કરી દીધું છે. જે લોકોને વોટબેંકના રાજકારણની આદત પડી ગઇ છે, તેઓ કોઇપણ ભોગે વિકાસના માર્ગે જવા તૈયાર નથી. વિકાસનો ઉલ્લેખ થતાં જ તેમને વિંછી કરડી જાય છે. ખબર નથી કે કેટલા પ્રકારની કોંગ્રેસ છે, પહેલા કોંગ્રેસ આવી પછી કોંગ્રેસ ગઇ. પહેલા કોંગ્રેસ આવી એટલે ઇન્ડિયા આવી અને હવે કોંગ્રેસ આવી એટલે ઇટલી. આ લોકો નામ પણ બદલે છે અને નિશાન પણ બદલે છે.

કોંગ્રેસે નિશાન બદલ્યા, નારા બદલ્યા, નિયત ના બદલી

કોંગ્રેસે નિશાન બદલ્યા, નારા બદલ્યા, નિયત ના બદલી

જે જૂની પેઢીના હશે તેમને માલુમ હશે કે પહેલા બળદની બે જોડી લઇને આવ્યા, એ કતલખાને જતા રહ્યાં ત્યારબાદ ગાય લઇને આવ્યા જેને બાંગ્લાદેશીઓ લઇ ગયા અને હવે હાથ લઇને આવ્યા, પહેલા તેઓ હાથ બતાવે છે, પછી મિલાવે છે, હાથ ચાલાકી કરે છે, હાથ અજમાવે છે અને પછી હાથની સફાઇ શરૂ થઇ જાય છે. આ એક એવી પાર્ટી છે તેમણે નામ બદલ્યુ, નિશાન બદલ્યુ અને હવે નારા પણ બદ્લાયા. આ વખતે તો તેમને ખબર જ નથી પડતી કે શું નારો આપવો. પરંતુ એક વિશેષતા છે કે, પરંતુ તે ક્યારેય પોતાની નિયત બદલતી નથી. અને આ દેશને કોંગ્રેસના કામની એક ફરિયાદ છે કે તેમણે નિયત બદલી નથી.

ભાજપનો એક જ મંત્ર એકતા

ભાજપનો એક જ મંત્ર એકતા

જો ભારતને આગળ લઇ જવું છે તો એકતા સિવાય કોઇ રસ્તો નથી. તેથી ભાજપ એકતાના મંત્રને આગળ લઇને સમાજને જોડવાનું કામ કરી રહ્યું છે.

તમને હવે આવા વડા પ્રધાન જોવા નહીં મળે

તમને હવે આવા વડા પ્રધાન જોવા નહીં મળે

મે સાંભળ્યું છે કે, અહીં વડાપ્રધાન આવ્યા હતા અને તમે તેમને જોવા પણ ના ગયા, એ કેટલું મોટું સૌભાગ્ય હોત કે તેમને બોલતા જોયા હોત, તેમ એક તક ગુમાવી છે, પરંતુ તમને હવે આવા વડા પ્રધાન જોવા નહીં મળે. કારણ કે તેમની વડા પ્રધાન તરીકેની આ છેલ્લી મુલાકાત હતી.

કોંગ્રેસના દિવસો પૂરા થઇ ગયા છે

કોંગ્રેસના દિવસો પૂરા થઇ ગયા છે

કોંગ્રેસના દિવસો પૂરા થઇ ગયા છે. શિવરાજ સિંહ જબલપુરમા આવશે તો કહેશે કે, મે જબલપુર માટે શું કામ કર્યું અને હવે શું કામ કરીશ, કોઇ અધુરુ રહી ગયું છે કે પૂરુ કરીશ. શું અહીં વડા પ્રધાન આવ્યા હતા ત્યારે તેમની જવાબદારી નથી કે તેઓ પોતાના કામનો હિસાબ આપે. જબલપુરના રેલવેનો પ્રશ્ન અટક્યો છે, તેનો જવાબ શા માટે નથી આપતા.

પીએમએ પ્રવાસન અંગે વાત કરવી જોઇતી હતી

પીએમએ પ્રવાસન અંગે વાત કરવી જોઇતી હતી

પ્રવાસન ક્ષેત્ર આજે વિકાસમાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે. જબલપુરની આસપાસ ઘણુા જ એવા સ્થળો છે કે ત્યાં આપણે લોકોને આકર્ષી શકીએ છીએ, પ્રધાનમંત્રીએ એટલું તો કહેવું હતું કે જબલપુરની આસપાસના વિસ્તારને ભારતીય પ્રવાસન ક્ષેત્રમાં વિકસાવવા અંગે વાત કરી શકતા હતા, પરંતુ તેમણે તેવું કહ્યું નથી.

કોંગ્રેસ અને વિકાસને કંઇ લાગતુ વળગતુ નથી

કોંગ્રેસ અને વિકાસને કંઇ લાગતુ વળગતુ નથી

પ્રધાનમંત્રી અહીં આવે ત્યારે લોકોને અપેક્ષા હોય કે પ્રધાનમંત્રી તેમના વિકાસ અંગે વાત કરે, પરંતુ કોંગ્રેસ અને વિકાસને કંઇ લાગતુ વળગતુ નથી. કોંગ્રેસ અને વિકાસને 36નો આકંડો છે. શિવરાજ સિંહે પ્રવાસનમાં ઘણું કામ કર્યું છે, પરંતુ આના પહેલા જે બડબોલા નેતા હતા તેમણે પ્રવાસનમાં કોઇ કામ કર્યું નથી. શિવરાજ સિંહે પ્રવાસન પર ધ્યાન આપ્યું અને પાંચ કરોડ પ્રવાસીઓ મધ્ય પ્રદેશમાં આવ્યા છે.

આજે મધ્ય પ્રદેશ બિમારુ રાજ્ય નથી

આજે મધ્ય પ્રદેશ બિમારુ રાજ્ય નથી

પહેલા મધ્ય પ્રદેશ બિમારું રાજ્ય હતું, પરંતુ અહીં વિકાસની ગાથા નોંધાઇ છે. આજે શિવારજ સિંહે જે કામ કર્યું છે તેના કારણે મધ્ય પ્રદેશ બિમારુ રાજ્યમાંથી વિકાસિત રાજ્ય બન્યું છે.

ગુજરાતમાં જે વિકાસ થયો તેનું કારણ મોદી નથી

ગુજરાતમાં જે વિકાસ થયો તેનું કારણ મોદી નથી

ગુજરાતમાં જે વિકાસ થયો તેનું કારણ મોદી નથી, પરંતુ ગુજરાતની જનતા છે, જેમણે ત્રીજી વાર ભાજપને જીતાડ્યું છે, આજે ગુજરાત પોતાની નીતિઓને લઇને તેજ ગતિએ આગળ વધી રહ્યું છે, અને તમે ત્રીજી વાર શિવરાજ સિંહને ત્રીજીવાર તક આપી તો મધ્ય પ્રદેશ ગુજરાતથી આગળ નીકળી જશે. આ મારા માટે ખુશીનો દિવસ હશે.

ભાજપવાળા સ્પર્ધા કરે છે વિકાસની

ભાજપવાળા સ્પર્ધા કરે છે વિકાસની

અમે ભાજપ વાળા સરકાર ચલાવીએ તો અમે સ્પર્ધા કરીએ છીએ, અમે એકબીજામાંથી કંઇક શીખીએ છીએ. વિકાસ માટે મહેનત કરીએ છીએ. વિકાસના માર્ગે જવાનો પ્રયાસ કરીએ છીએ. જ્યારે કોંગ્રેસ પાર્ટી પણ સ્પર્ધા કરે છે, તેઓ ભ્રષ્ટાચારની સ્પર્ધા કરે છે. આ કોંગ્રેસ પાર્ટી, કોંગ્રેસનો જે સી છે તેનો અર્થ થઇ ગયો છે, કરપ્શન, આખી એબીસીડી કોંગ્રેસના કરપ્શનથી જોડાયેલી છે. એ- આદર્શ કૌભાંડ, બી- બોફર્સ, સી- કોલસા.

ભાજપ ગુણતંત્રમાં કોંગ્રેસ ઘરતંત્રમાં માને છે

ભાજપ ગુણતંત્રમાં કોંગ્રેસ ઘરતંત્રમાં માને છે

આ તકે મોદીએ કહ્યું કે, કોંગ્રેસે ગણતંત્રની પરિભાષા બદલી નાખી છે, એક ઘરના લાભ માટે તેમણે ગણતંત્રને ઘરતંત્ર બનાવી નાંખ્યું છે. જ્યારે અમે ગણતંત્રને ગુણતંત્ર બનાવવા માગીએ છીએ.

સોનાની ચમચમાં ખાનારા ગરીબીની વાત કરે છે

સોનાની ચમચમાં ખાનારા ગરીબીની વાત કરે છે

મોદીએ કહ્યું કે, સહેજાદા ગરીબી અંગે વાત કરી રહ્યાં છે. સહેજાદા કહે છે કે, ગરીબી મનની અવસ્થા છે. જે લોકોએ સોનાની ચમચમાં ખાધુ છે, તેમને ગરીબી શું છે એ ક્યાંથી ખબર હોય. પ્લાનીગ કિમશન કહે છે કે, 26 રૂપિયા કમાનારો પરિવાર ગરીબ નથી. પરંતુ 26 રૂપિયામાં 300 ગ્રામ ડૂંગળી મરતી નથી. માત્ર ગરીબીની માળા જપવાથી ગરીબી શું છે જાણી ના શકાય, આ લોકો ગરીબીની મજાક ઉડાવી રહ્યાં છે.

કોંગ્રેસ માટે ગરીબી વોટ છે

કોંગ્રેસ માટે ગરીબી વોટ છે

કોંગ્રેસ માટે ગરીબી માત્ર એક વોટનું સાધન છે, જ્યારે અમારા માટે ગરીબી એક સેવા છે. અમે દરિદ્ર નારાયણની સેવા કરવામાં માનીએ છીએ. અમે ગરીબોની સેવા કરવા માગીએ છીએ.

200 દિવસ બાદ દિલ્હીની સરકાર જશે

200 દિવસ બાદ દિલ્હીની સરકાર જશે

આ વખતે તમે કોઇ ભૂલના કરતા, અહીં ભાજપની સરકાર બનશે અને 200 દિવસમાં દિલ્હીમાંથી કોંગ્રેસની સરકાર જવાની છે અને ભાજપની સરકાર બનવાની છે. આજે કોંગ્રેસ રોડા નાખી રહી છે, પરંતુ જો દિલ્હીમાં તમારી અનુકુળ સરકાર હોય તો વિકાસ તેજ ગતિએ આગળ વધશે. તમારા તો બન્ને હાથમાં લાડુ છે.

English summary
Narendra Modi address a Public Meeting in Jabalpur, Madhya Pradesh
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X