• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'વિજય શંખનાદ રેલી'માં મોદીએ સપા, બસપા અને કોંગ્રેસનો લીધો ઉધડો

|
modi
કાનપુર, 19 ઓક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપાના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશના કાનપુરમાં આજે વિજય શંખનાદ રેલીને સંબોધિત કરવા માટે કાનપુર આવી પહોંચ્યા હતા. આની સાથે જ ઉત્તર પ્રદેશમાં ભાજપાના ચૂંટણી અભિયાનની શરૂઆત થઇ ગઇ છે. રેલી અત્રે ઇન્દિરાનગર બુદ્ધા પાર્કમાં યોજાઇ હતી. 'વિજય શંખનાદ રેલી'માં રાજનાથ સિંહ, અમિત શાહ, અને કલ્યાણ સિંહ સહિતના નેતાઓએ પોતાનું વક્તવ્ય આપ્યું હતુ.

અમિત શાહનું સંબોધન:
ઉત્તર પ્રદેશમાં રમખાણો થઇ ગયા અને ગોળીઓ ચલાવવી પડી આ સાશન યોગ્ય છે શું? હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે શું દેશની સરકાર સપા બદલી શકે છે? ના દેશની સરકાર ના સપા ના બસપા બદલી શકે પરંતુ દેશની સરકાર માત્ર ભાજપા અને મોદી જ બદલી શકે છે. હું તમને વિશ્વાસ આપું છે કે આ વખતે ભાજપા જ દેશની સરકાર બનાવશે અને મોદી જ વડાપ્રધાન બનશે.

મિત્રો થોડા સમયમાં જ નરેન્દ્રભાઇ આપની વચ્ચે આવવાના છે. આજે કાનપુરમાંથી ચાલુ કરીને 9 રેલીઓ યોજાવાની છે. દેશની સરકાર હવે બનશે તે નક્કી છે અને આ સરકાર ઉત્તર પ્રદેશની જનતા જ બનાવશે. આપ સૌનો પ્રેમ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. મારી આપને વિનંતી છે કે જ્યારે મોદીજી આવે ત્યારે આપ ભારતમાતાની જયનો સૂત્રોચ્ચાર એટલા જોરથી લગાવો કે તેની ગૂંજ છેક ઇટલી સુધી પહોંચે કે જગ્યા ખાલી કરો નરેન્દ્ર મોદી આવી રહ્યા છે.

રાજનાથનું સંબોધન:
રાજનાથ સિંહે કાનપુર ખાતે પોતાનું અધ્યક્ષીય પ્રવચન આપતા ઉત્તર પ્રદેશ સરકારની સમાજવાદી પાર્ટી પર પ્રહારો કર્યા હતા. સાથે સાથે કોંગ્રેસ અને બહુજન સમાજવાદી પાર્ટીની પણ ટિકા કરી હતી. રાજનાથ સિંહે જણાવ્યું કે સપા અને બસપા આમ એક બીજાનો વિરોધ કરે છે અને સંસદમાં બંને કોંગ્રેસના પડખે થઇ જાય છે. માટે આવી વોટબેન્કની રાજનીતિ કરનાર દળોને ઉત્તર પ્રદેશની જનતા જવાબ આપે.

હું આ મંચ પરથી લોકોને અપીલ કરીશ કે નાત જાતના ભેદભાવ ભૂલાવીને શેરદિલ નરેન્દ્ર મોદીને વિજયી બનાવો. જ્યાં પણ નરેન્દ્ર મોદીની સભા થાય છે ત્યાં તેમનું સ્વાગત કરવા માટે મોટી જનમેદની ઉમટી પડે છે. 2014 હિન્દુસ્તાનમાં જો કોઇ સરકાર બનવા જઇ રહી છે તો તે બીજેપીની સરકાર બનવા જઇ રહી છે, અને કોઇ વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે તે છે નરેન્દ્ર મોદી. મિત્રો આપે હાથ ઊંચા કરીને જે મોદીને આશિર્વાદ આપ્યા છે તેના બદલ આપનો ખૂબ ખૂબ અભાર...

નરેન્દ્ર મોદીનું સંબોધન:
નરેન્દ્ર મોદીએ મંચ પર ઉપસ્થિત રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને કલ્યાણ સિંહ જેવા નેતાઓનો આભાર માન્યો અને ઉપસ્થિત લોકોનો આભાર વ્યક્ત કર્યો. મિત્રો હું ઘણી જગ્યાએ સભાઓ કરવા ગયો છું પણ અહી તો જ્યાં જોવું છું ત્યાં મુંડી જ મુંડી છે. મિત્રો જ્યારે ચૂંટણી આવશે ત્યારે આપ આપનો ચમત્કાર બતાવશો, આપની તાકત બતાવશો, પરંતુ અત્યારે કાનપુરની આ જનતાએ મને જીતી લીધો છે. ભાઇઓ બહેનો હું આપ સૌનું અભિવાદન કરું છું, વંદન કરું છું.

ભાઇઓ અને બહેનો ત્રણ ચાર કલાકથી આ તડકામાં તપસ્યા કરી રહ્યા છો, હું આપને વિશ્વાસ અપાવું છું કે હું આપની આ તપશ્ચર્યા બેકાર નહીં જવા દઉં. મિત્રો હું જોઇ શકું છું કે પ્રેમ ઉભરાઇ રહ્યો છે એ પ્રેમની સાથે આ દેશને બરબાર કરનારી કોંગ્રેસ પાર્ટી અને તેના સાથી દળોના પ્રત્યે જનતા જર્નાદર ગુસ્સો વ્યક્ત કરી રહી છે. આપ જે જયકાર બોલાવો છો તે તેમને સજા કરવાનું ફરમાન કરવા જેવો હોય છે. હું તમને એક સવાલ કરવા માંગુ છું. આપે જે મુશ્કેલીઓમાંથી જીવન પસાર કર્યું છે, જે સમસ્યામાંથી પસાર થયા છો આપ આપના બાળકોને પણ એવી જ રીતે મુશ્કેલીઓમાંથી પસાર થવા દેવા માંગશો, તેમનું ભવિષ્ય આવું લખશો? જો ના તો આજે જ સંકલ્પ કરો કે તમને તબાહ કરી દેનાર લોકોને તમે દેશમાંથી ખદેથી દેશો.

ખોટા વાયદા અને વચનો આપરી પાર્ટી અને તેના સાથી દળોએ માસ્ટરી હાસલ કરી છે. તેઓ તેમના વચનો ભૂલાવી દે છે. કોંગ્રેસ પાર્ટીએ સો દિવસમાં મોંઘવારી હટાવી દેવાનો વાયદો કર્યો હતો? શું મોંઘવારી હટી? શું મોઘવારી ઘટી? ઉલટાની વધી. દેશની આવી હાલત કરનારી કોંગ્રેસને તમે ફરી તક આપશો? મિત્રો શું ક્યારેય દેશના વડાપ્રધાને મોંઘવારી રોકી નહીં શકવા માટે એક શબ્દ ઉચ્ચાર્યો છે? શું મેડમ સોનિયાએ એક શબ્દ કહ્યો છે, શું તેમના રાજકુમારે કંઇ કહ્યું છે? એનો અર્થ એ છે કે તેઓ અંહકારમાં જીવી રહ્યા છે. જો ભૂલ થઇ કે તેમના દાયિત્વમાં ઊણા ના ઉતર્યા તો લોકતંત્રમાં તેમની ફરજ બને છે કે લોકો વચ્ચે આવીને કહે કે અમારાથી આ થઇ શક્યું અમે કોશિશ કરી તો હતી. મિત્રો શું તમારી પરવા ના કરનારોની પરવા કરવી જોઇએ? આ ચૂંટણીમાં તેમને એવી સજા સજા કરો કે તેઓ આવી ભૂલ ક્યારેય ના કરી શકે.

મિત્રો વારંવાર પોતાની ભૂલોને ગૂનાઓને છૂપાવવા માટે સપા અને બસપા જેવી પાર્ટી કોંગ્રેસની સરકારને સંસદમાં મદદ કરે છે, તેવા દળો અને વિશ્વાસઘાતીઓ અત્રે ઉત્તર પ્રદેશમાં પણ બેઠા છે. આપણા પૂર્વજોએ આ કાનપૂરમાંથી અવાજ ઉઠ્યો હતો કે બ્રિટિશરોથી દેશને મુક્ત કરો. મિત્રો આજે એવો અવાજ ઉઠવો જોઇએ કે કોંગ્રેસ મુક્ત ભારત બનાવો. એ સ્વરાજ માટેની લડત હતી આ સુરાજ્યની લડત છે. માત્ર અટલજીના શાસનના દસ વર્ષો બાદ કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટીના ખાતામાં કોઇ સારા કાર્યો દેખાતું નથી.

ભાઇઓ બહેનો આજે ઉત્તર પ્રદેશની કાનૂન વ્યવસ્થા શું છે તેની તમને અંદાજો છે. આ દિવસોમાં જેમની પર આતંકવાદના ગંભીર આરોપો લાગેલા છે વોટબેન્કની રાજનીતિ માટે તેમને પણ જેલમાંથી નીકાળવા માટેની કવાયત થઇ રહી છે. આ દેશના રાજનેતાઓને ભય લાગવો જોઇએ કે આપના વોટબેન્કની રાજનીતિથી ઉત્તપ્રદેશ અને દેશને તબાહ નહી થવા દઇએ. ઉત્તર પ્રદેશનો કોઇ જિલ્લો કે પ્રદેશ એવો નહીં હોય જે મારા ગુજરાતમાં નહીં રહેતો હોય. હું તમને પૂછવા માગીશ કે જે અહીંથી પોતાના પરિવાર છોડીને ગયો તેને સારુ લાગ્યું હશે નહી લાગ્યું હોય છતાં તે ગુજરાત કેમ ગયો. કારણ કે અત્રે તેને વિકાસ નથી થયો રોજગારની વ્યવસ્થા નથી. માતા તેને ફોન કર કરે છે અને પૂછતી રહે છે કે કેટલે પહોંચ્યો શું ગુજરાત આવી ગયું? જ્યારે તેનો દીકરો કહે છે કે ગુજરાતમાં પ્રવેશી ચૂક્યો છું ત્યારે તેની માતાને શાંતિ થાય છે કે હવે વાંધો નહીં. એટલા માટે હું કહેવા આવ્યો છું અહીના લોકોને પણ રોજગારની પૂરેપૂરી તક મળવી જોઇએ પોતાના પરિવારથી અલગ ના થવું પડે, પોતાના પરિવારથી અલગ કરતી આ બધી સલ્તનતને ઉખાડી ફેંકવાનો વખત આવી ગયો છે.

હું જવાન ભાઇબહેનોને કહેવા માંગુ છું કે ગંગા, જમના, સરસ્વતીના ત્રિવેણી સંગમની પવિત્રતાને સપા, બસપા અને કોંગ્રેસની તિકડીએ લાંછન લગાવ્યું છે. અને જ્યાં સુધી આ તિકડી રહશે ત્યાં સુધી ઉત્તર પ્રદેશ ઉપર નહીં આવે. લોકસભાની ચૂંટણી આવી રહી છે એ સમયે પાઇ પાઇની ચૂકવણી કરવી જોઇએ કે ના કરવી જોઇએ? પરંતુ આ કોંગ્રેસીઓ જ્યાં જાય છે ત્યાં કહે છે કે ગુજરાતે શું કર્યું... મોદીએ શું કર્યું... અરે ચૂંટણી ગુજરાતની છે કે દેશની.. મને તો ગુજરાતની જનતાએ 2012માં ડિસ્ટિંકશન માર્કથી પાસ કરી દીધો છે. હવે પરીક્ષા આપવાનો વારો કોંગ્રેસીઓનો છે. આ લોકોને કંઇ પૂછીએ છીએ તો તેઓ કહે છે કે અમે આ કાનૂન બનાવ્યો પેલો કાનૂન બનાવ્યો તો પછી બાબા સાહેબ આંબેડકરે શું કર્યું હતું.

મિત્રો આપણા ગામ હજી ગરીબીમાં છે, પરંતુ કોંગ્રેસના રાજકુમાર કહે છે કે ગરીબી તો હોતી જ નથી તે કહે છે કે ગરીબી તો માત્ર માનસિક અવસ્થા હોય છે. અરે જે સોનાની ચમચી લઇને જન્મ્યા હોય એ લોકોને ગરીબી વિશે શું ખબર પડે. તેઓને ગરીબી જોવા માટે કેમેરાના જથ્થા સાથે ગરીબોની ઝોપડીમાં જાય છે અને દુનિયાને ખબર પાડવા માટે કેમેરામેન પાસે અલગ અલગ એન્ગલથી ફોટા પડાવે છે. અરે અમે તો પેદા જ ગરીબીમાં જ થયા છીએ. આ રીતે ગરીબીની મજાક ઉડાવવાનું બંધ કરે કોંગ્રેસીઓ. અહીં સુધી કોંગ્રેસી નેતા કહે છે કે માત્ર 12 રૂપિયામાં પેટ ભરીને ભોજન મળી શકે છે. જ્યારે હમણા જેલમાં ગયેલા એક નેતાએ તો વળી એમ કહ્યું કે માત્ર 5 રૂપિયામાં જમી શકાય. મિત્રો હવે તમે જ કહો કે પાંચ રૂપિયામાં જમી શકાય. અરે આપણા દેશના વડાપ્રધાન જે અર્થશાસ્ત્રી છે તેઓ એમ કહે છે કે 32 અને શહેરમાં 35 રૂપિયાની રોજની આવક ધરાવતો પરિવાર ગરીબ ના કહેવાય બોલો હવે આમને શું કહેવું. મિત્રો આવી સરકારને સત્તામાંથી બેદખલ કરી દેવી જોઇએ ત્યારે જઇને તેમને માલૂમ પડશે કે ગરીબી શું હોય છે.

આ લોકો જ્યાં જાય છે ત્યાં કહે છે કે ગુજરાત તો પહેલાથી જ અમીર હતો. ગુજરાત ઉત્તર પ્રદેશ કરતા નાનો છે પ્રદેશ છે પરંતુ શિડ્યુલ કાસ્ટ અને આદીવાસી વસ્તી 22 ટકા છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં 21 ટકા છે. પછી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની સરકાર હોય કે અન્યોની શું ફરક પડવાનો. આ આંકડા બતાવીને શું બતાવવા માગે છે તેઓ.
મિત્રો આ પાર્ટીઓ હંમેશા વોટ બેન્કની રાજનીતિ અપનાવતી આવી છે. જ્યારે અમારા વિચારો છે કે હિન્દુ એક સારો હિન્દુ બને, મુસલમાન એક સારો મુસલમાન બને, એક શીખ સારો શીખ બને, બૌદ્ધ એક સારો બૌદ્ધ બને એવું ભાજપ ઇચ્છે છે.

મિત્રો હિન્દુસ્તાનમાં વોટ બેન્કની રાજનીતિ બહું થઇ ચૂકી હવે આપણે વોટબેન્કની રાજનીતિને દફનાવી દેવી પડશે અને વિકાસની રાજનીતિ અપનાવી પડશે. અમે દેશને વિકાસની રાહ પર લઇ જવા માગીએ છીએ. ખેડૂતોને તેના ધાન્યના રૂપિયા મળે, લોકોને દવા મળે એવી સરકાર બનાવવા માંગીએ છીએ. જે સરકાર આપના બેટાને રોજગાર આપવા માંગતી હોય જેથી લોકો શાનથી જીવી શકે. ભાજપા હિન્દુસ્તાનને વિકાસના માર્ગે લઇ જવા માગે છે.

પાકિસ્તાન અવારનવાર આપણને બોર્ડર પર લલકારે છે અને આપણી સરકાર તેમના વડાપ્રધાનને ચિકન બિર્યાનીનું ભોજ કરાવવામાં આવે છે. મિત્રો કોંગ્રેસ જ્યાં જાય છે ત્યાં ભાગલા પાડવાની જ નીતિ અપનાવી છે. તે જ્યાં ગયું છે ત્યાં લોકોને તોડ્યા છે. સવાસો કરોડની જનતા હિન્દુસ્તાનની રાજનીતિ બદલવા સક્ષમ છે. મિત્રો કાનપુરના આ પહેલા કાર્યક્રમમાં આપે જેટલો પ્રેમ આપ્યો છે તેને હું વ્યાજ સહિત પરત આપીશ. એનું હું તમને વચન આપું છું કે આપ જેટલું આપશો સવાયું પરત કરીશું જય હિન્દ.. જય ભારત...

lok-sabha-home

English summary
Narendra Modi addresses huge BJP Rally in Kanpur, Uttar Pradesh.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more