મરતા પહેલા જવાનના રુદન પર કોંગ્રેસને ઘેરતા મોદી
જેહાનાબાદ, 10 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી બિહારના જેહાનાબાદમાં સભાને સંબોધિત કરી રહ્યા છે, નરેન્દ્ર મોદી ભારત વિજય રેલીમાં આવીને સભાને સંબોધી રહ્યા છે. મોદીએ કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા.
નરેન્દ્ર મોદીએ બિહારના જેહાનાબાદ રેલીને સંબોધીત કરતા માઓવાદની સમસ્યા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે જણાવ્યું કે અહીંનો ખેડૂત પાયમાલ થઇ ગયો છે. લાલ બહાદૂર શાસ્ત્રી કહેતા હતા કે જય જવાન જય કિસાન. શું તમને ક્યાંય જય જવાન કે જય કિસાન દેખાય છે?
નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં શું કહ્યું વાંચો અને જુઓ વીડિયો...

સૈનિકના મોત પર કોંગ્રેસ પર પ્રહાર
મિત્રો હમણા બે દિવસ પહેલા સુરક્ષા દળના જવાન બોમ્બ બ્લાસ્ટમાં ઘાયલ થયા. અને ટીવી ચેનલ પર આપણો સુરક્ષા દળનો જવાન યાતના કરી રહી રહ્યો હતો કે મારા નાના નાના બાળકો છે મારા શરીરમાંથી ખૂન વહી રહ્યું છે જલદી હેલીકોપ્ટર મંગાવો જેથી મારી જીંદગી બચી જાય. જે જવાનને પોતાનો જીવ બચાવવા માટે તડપવું પડે તેને જય જવાન કહેવાય?

કોંગ્રેસનું સૂત્ર 'મર જવાન, મર કિસાન'
આપણો ખેડૂતને પાકમાં નુકસાન જાય છે અને તે લોન ચૂકવી નથી શકતો માટે તે આત્મહત્યા કરવા તરફ પગલાં ભરે છે. શું આને કહેવાય જય કિસાન? સરકાર દિલ્હીની હોય કે પટણાની તેમનું એક જ સૂત્ર છે કે 'મર જવાન, મર કિસાન'...

પટણા રેલીનો બ્લાસ્ટ યાદ કર્યો
ગયા વર્ષે મારી પટણાની રેલીમાં આંતકવાદીઓએ હુમલો કર્યો હતો. છતાં મેં રેલીને સંબોધીત કરી હતી. બાદમાં પણ હુંત જીવને જોખમમાં મૂકીને પટણા આવ્યો હતો અને પીડિતોને મળ્યો હતો. બાદમાં મે બિહારને વિશેષ પેકેજ આપવાની જાહેરત કરી હતી. મિત્રો બિહારને દગો કરનાર લોકો પર વિશ્વાસ કરતા નહીં.

સોનિયા રાજમાં 12 પૈસા થઇ ગયા
રાજીવ ગાંધી કહેતા હતા કે દિલ્હીથી એક રૂપિયો નીકળે છે તે ગામડા સુધી પહોંચતા પહોંચતા 15 પૈસા થઇ જાય છે. જ્યારે હાલનું પ્લાનીંગ કમિશન કરે છે કે દિલ્હીથી જે એક રૂપિયો નીકળે છે કે તેને ગામડે પહોંચાડતા પહોંચાડતા 3 રૂપિયા 65 પૈસાનો ખર્ચ થઇ જાય છે, એટલે કે રૂપિયાના 12 પૈસા. હું જાણવા માંગુ છું કે આ કયો પંજો છે જેના હાથમાં આવતા રૂપિયાના 12 પૈસા થઇ જાય છે. અંધારામાં જ્યારે પંજો તિજોરી પાસે જાય છે ત્યારે લાલટેન તિજોરીને બતાવે છે અને પંજો તેમાંથી સફાઇ કરી લે છે.

સોનિયાની 10 વર્ષની સરકાર
તમે મને કહો કે મેડમ સોનિયાજીને 10 વર્ષ થઇ ગયા તમને કોઇ ફાયદો થયો? ગરીબોને કોઇ ફાયદો થયો? જો ના થયો હોય તો શા માટો તેમને પકડીને રાખો છો. હવે સમય આવી ગયો છે કે તેમને દેશની સત્તામાંથી બેદખલ કરવાનો.

જેહાનાબાદના લોકોને રોજગાર
આ વિસ્તારમાં મોટી સંખ્યામાં વણકરો રહે છે. દિલ્હી સરકારના પ્રતાપે તેઓ મરી રહ્યા છે. શું દિલ્હી સરકાર તેમના ઘરમાં બે ટાઇમ ચૂલો સળગી શકે તે શક્ય નથી. પ્રવાસન ક્ષેત્રને વિકસાવવામાં આવે તો જેહાનાબાદના લોકોને રોજગાર મળી રહેશે.

ચૂંટણી ઢંઢેરામાં ખાસ વ્યવસ્થા
મિત્રો અમે અમારા ચૂંટણી ઢંઢેરામાં ખાસ વ્યવસ્થા કરી છે કે, ખેડૂતો જે ખેતી કરશે અને તેમાં જે ખર્ચ આવશે તેમાં પચાસ ટકા નફો જોડીને મીનીમમ પ્રાઇઝ નક્કી કરવામાં આવશે. જેથી ખેડૂતો ક્યારેય આત્મહત્યા કરવાનું વિચારશે નહીં. ખેડૂતોના સમસ્યા દિલ્હી અને પટણામાં છે, જેને હલ કરવા માટે કેન્દ્રમાં મજબૂત સરકાર બનાવવી યોગ્ય છે.
મરતા પહેલા જવાનના રુદન પર કોંગ્રેસને ઘેરતા મોદી
મરતા પહેલા જવાનના રુદન પર કોંગ્રેસને ઘેરતા મોદી












Click it and Unblock the Notifications
