• search

હું સમસ્યાઓનો હલ શોધુ છું અને કોંગ્રેસ મારો હલ શોધે છે: મોદી

રાઉરકેલા, 4 એપ્રિલ: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ઓડિશાના રાઉરકેલાથી ભારત વિજય રેલીને સંબોધી રહ્યા છે. નરેન્દ્ર મોદીએ અત્રે લોકોને અત્રેની પ્રાદેશિક ભાષા ઓડિયામાં અભિવાદન કર્યું અને તેમને સત સત પ્રણામ કર્યા હતા. મોદી આ પહેલા મહારાષ્ટ્રના ચંદરપુરમાં રેલીને સંબોધી હતી.

નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત મીડિયા પર પ્રહાર કરવાની સાથે કરી હતી. મોદીએ જણાવ્યું કે રોજે રોજ મીડિયામાં પોલીટિકલ પંડીત એવું એનાલીસીસ કરતા રહે છે કે ફલાણી પાર્ટી બે ટકા નીચે જતી રહી કે ફલાણી પાર્ટી બે ટકા ઉપર આવી ગઇ. તેમને માર્ટી વિનંતિ છે કે તેઓ અહીં આવે ને જુએ કે દેશનો પવન કઇ તરફ જઇ રહ્યો છે. આપે આખા મેદાનને ખીચોખીચ ભરી દીધું છે જેના માટે હું આપનો આભારી છું. હું એક એક કાર્યકર્તાઓ અહીના દરેક નેતાઓની સામે સર ઝૂકાઉ છું આપે કમાલ કરી દીધી છે.

મેડમ સોનિયાજી, શાહજાદેજી દેશમાં પવન બદલાઇ ચૂક્યો છે. તમે દેશમાં તમારી પાર્ટીને બચાવી શકશો નહીં. હવે કોંગ્રેસને કોઇ બચાવી શકે તેમ નથી. કારણ કે આ વખતે ચૂંટણી કોઇ દળ નહીં પરંતુ જનતા લડી રહી છે. આ વખતે લોકો દેશને દગો કરનારાઓને સજા આપવાના મૂળમાં છે.

મોદીના ભાષણના મુખ્ય અંશો અને જુઓ વીડિયો...

એ નામદાર છે હું કામદાર છું

એ નામદાર છે હું કામદાર છું

મિત્રો આ વખતની લડાઇ બે લોકો વચ્ચે છે. એ બાજું જે લોકોના બાપદાદાઓ મંત્રીઓ પ્રધાનમંત્રીઓ હતાં, જ્યારે એક બાજુ ચા વેચીને ઉછરનાર નરેન્દ્ર મોદી છે. દોસ્તો તમે કહો કે તમારે નામદાર જોઇએ કે કામદાર? મિત્રો ઓડીશામાં 15 વર્ષથી કોંગ્રેસની સરકાર છે તમને શું મળ્યું? કેન્દ્રમાં પણ દસ વર્ષથી કોંગ્રેસની સરકાર છે તેમણે તમને શું આપ્યું? આ વખતે તમારે રાજ્યની અને કેન્દ્રની બંને સરકાર બદલવાની છે.

સોનિયાજી મહિલાઓને ગેરમાર્ગે દોરે છે

સોનિયાજી મહિલાઓને ગેરમાર્ગે દોરે છે

મેડમ સોનિયાજી આપ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષા છે. આપ મહિલા છો, અને આપ મહિલાઓને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા છે. ભારત સરકારનો જે ક્રાઇમ રેકોર્ડ છે તેને દિલ્હીની આપની સરકારે પ્રકાશીત કર્યો છે. સૌથી વધારે મહિલાઓ પર જ્યાં અત્યાચાર થાય છે તેમાં દસ રાજ્યોમાંથી સૌથી વધારે સાત રાજ્યો આપની કોંગ્રેસ સરકારના છે. આપ લોકોને બનાવી રહ્યા છો. આપે મહિલાઓ માટે શું કર્યું?

નિર્ભયાકાંડ પર મોદીએ કહ્યું..

નિર્ભયાકાંડ પર મોદીએ કહ્યું..

જ્યારે દિલ્હીમાં નિર્ભયા પર બળાત્કાર થયો, તેની હત્યા કરી દેવામાં આવી, આખા દેશનું ખૂન ઉકળી ઊઠ્યું, તમામ લોકોએ કકડતી ઠંડીમાં જોરદાર વિરોધ કર્યો, છતાં લોકો પર પોલીસના ડંડાવાળી કરી, વોટર કેનનથી ઠંડા પાણીનો મારો કર્યો. ત્યારબાદ કેન્દ્ર સરકાર માતા બહેનોની સુરક્ષા અને મદદ માટે 1 હજાર કરોડનું ફંડ નિર્ભયાના નામે જાહેર કર્યું હતું. તમામ મીડિયામાં સરકારની વાહવાહી પણ કરવામાં આવી. પરંતુ દુ:ખની સાથે કહેવું પડે છે આ સરકારે તેમાંથી એક રૂપિયો પણ વાપર્યો નથી. ડૂબી મરો કોંગ્રેસના લોકો ડૂબી મરો મેડમ સોનિયાજી.

કોંગ્રેસ લોકોના આંખમાં હવે મરચૂ નાંખે છે

કોંગ્રેસ લોકોના આંખમાં હવે મરચૂ નાંખે છે

કોગ્રેસે હવે લોકોના આંખમાં ધૂળ જોખવાનું બંધ કરીને સંસદમાં લોકોના આંખોમાં મરચુ નાખવાનું ચાલુ કર્યું છે. શું આવી રીતે મહિલાની રક્ષા થશે? કોઇપણ મા-બહેન આવી સંવેદનહીન સરકાર પર ભરોશો કરી શકે છે? ગયા વર્ષના એક હજાર કરોડ રૂપિયામાંથી કોઇ ખર્ચ કરવામાં ના આવ્યો અને વચગાળાના બજેટમાં ફરીથી તેના નામે એક હજાર કરોડનો ઉમેરો કરવામાં આવ્યો.

ઓડિશાને નં વન રાજ્ય બનાવું છે

ઓડિશાને નં વન રાજ્ય બનાવું છે

મિત્રો આપ મને જણાવો કે આપણું ઓડિશા નંબર વન રાજ્ય બની શકે છે કે નહી? બની શકે છે તેના માટે તમારે દિશા પકડવાની જરૂર છે. અમારા ગુજરાતમાં કોઇ કોલસાની ખાણ નથી, છતા અમારી પાસે વધારે વીજળી છે. જ્યારે અહીં કોલસાની ખાણ છે પરંતુ વીજળી નથી. તમારા ત્યાં બરાબર હોસ્પિટલ નથી. આટલી મોટી સાંસ્કૃતિક વિરાસવાળા રાજ્યના યુવાનોને પોતાના પરિવારને છોડીને રોજગાર માટે જવું પડે છે. પરંતુ રોજગાર મેળવવા માટે તે ગુજરાત સુધી જતો રહે છે. મિત્રો ભલે પશ્ચિમની ભૂજા મજબૂત હશે પરંતુ જો પૂર્વની ભૂજા મજબૂત નહીં હોય તો દેશ મજબૂત નહીં બને. તેના માટે ઓડિશા, પૂર્વાંચલ, હિમાચલ પ્રદેશને મજબૂત કરવું પડશે.

ઓડિશાના ટુરિઝમને વિકસાવું છે

ઓડિશાના ટુરિઝમને વિકસાવું છે

ઓછામાં ઓછામાં રોકાણથી વધુમાં વધુ નફો મેળવવા માટે રાજ્યના ટુરિઝમને વિકસાવવું પડશે, ઓડિશા પાસે ભરપૂર ઐતિહાસિક વારસો છે. તેને માત્ર વિકસાવવાની જરૂર છે. પરંતુ કોંગ્રેસની સરકારને આ બાજુ ધ્યાન જ નથી. તેઓ ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે. ટુરિઝમથી ચાવાળા, રિક્સાવાળા, ઠેલાવાળા, લારી-ગલ્લાવાળાઓનો ધંધો થઇ શકે છે.

સરકાર મજબૂત હોવી જોઇએ

સરકાર મજબૂત હોવી જોઇએ

હવે જે સરકાર આવે તે મજબૂત આવવી જોઇએ. ઢીલી સરકાર આવી તો તમારા કામ કેવી રીતે થશે? 300થી ઓછી બેઠકો આવવી જોઇએ નહીં. નબળી સરકારથી આપના સપના પૂરા નહીં થાય. જો સરકાર મજબૂત હશે તો પડોશીઓ આપણને દબાવી શકશે નહી. આપણા દેશમાં કેટલાંક લોકોના સપના એટલાં જ હોય છે કે સરકાર ઢીલી બને જેથી તેમને લાભ થઇ શકે. દેશને પણ મજબૂત સરકાર જોઇએ. સ્થિર અને પ્રગતિશીલ સરકાર માટે 300 કમળ તમારે દિલ્હી મોકલવા જોઇએ. જો એવું થશે તો પરદા પાછળના જે ખેલાડીઓ છે તેમના હાથમાં બાગડોળ ના જવી જોઇએ. અને જો આ મજબૂત સરકારમાં ઓડિશાની ભાગીદારી ના હોય તો કેમનું ચાલે. માટે તમારે તમામે તમામ એમપી કમળના દિલ્હીમાં મોકલવાના છે.

કોંગ્રેસ હાથની સફાઇ કરવામાં માહેર

કોંગ્રેસ હાથની સફાઇ કરવામાં માહેર

પહેલા હાથ જોડે છે, હાથ મિલાવે છે, હાથ દેખાડે છે, હાથ અજમાવે છે અને તક મળતા જ હાથની સફાઇ કરે છે. 60 વર્ષ તેમણે હાથની સફાઇ કરી છે. રાજીવ ગાંધીએ જણાવ્યું હતું કે કેન્દ્રમાંથી 1 રૂપિયો નીકળે છે તો ગામડા સુધી પહોંચતો પહોંચો માત્ર 15 પૈસા થઇ જાય છે. હું શાહજાદાને પૂછવા માંગુ છું કે આખરે એ કયો પંજો પંચોત્તેર પૈસા ખાઇ જતો હતો. હું તમને વિશ્વાસ અપાવવા આવ્યો છું કે ગામે ગામ સુધી એક એક ઘર સુધી 100એ 100 પૈસા સહી સલામત પહોંચશે. કારણ કે હું દિલ્હીની તિજોરી પર કોઇ પંજાને પડવા નહીં દઉ. આપનો સેવક અને ચોકીદાર બનીને કામ કરીશ.

હું સમસ્યાઓનો હલ શોધુ છું અને કોંગ્રેસ મારો હલ શોધે છે

હું સમસ્યાઓનો હલ શોધુ છું અને કોંગ્રેસ મારો હલ શોધે છે

મિત્રો હું હંમેશા સમસ્યાઓનો હલ શોધ રહું છું, જ્યારે તેઓ મારો હલ શોધી રહ્યા છે. હું કહું છું કે મોંઘવારી રોકો તેમણે કહે છે કે મોદી રોકો. મિત્રો તમે શાસકોને 60 વર્ષ આપ્યા છે મને એક સેવકને 60 મહિના આપીને જુઓ. જે એમણે 60 વર્ષમાં નથી કર્યું જે હું 60 મહિનામાં કરીને બતાવીશ મિત્રો. આપનું ભાગ્ય બદલવા, ઓડિશાનું અને ભારતનું ભાગ્ય બદલવા માટે ઓડિશાના બધા કમળ દિલ્હી મોકલી આપો. જય જગન્નાથ...

ઓડિશાના ટુરિઝમને વિકસાવું છે

ઓડિશાના ટુરિઝમને વિકસાવું છે

ઓછામાં ઓછામાં રોકાણથી વધુમાં વધુ નફો મેળવવા માટે રાજ્યના ટુરિઝમને વિકસાવવું પડશે, ઓડિશા પાસે ભરપૂર ઐતિહાસિક વારસો છે. તેને માત્ર વિકસાવવાની જરૂર છે. પરંતુ કોંગ્રેસની સરકારને આ બાજુ ધ્યાન જ નથી. તેઓ ભ્રષ્ટાચાર કરવામાં વ્યસ્ત છે. ટુરિઝમથી ચાવાળા, રિક્સાવાળા, ઠેલાવાળા, લારી-ગલ્લાવાળાઓનો ધંધો થઇ શકે છે.

સરકાર મજબૂત હોવી જોઇએ

સરકાર મજબૂત હોવી જોઇએ

હવે જે સરકાર આવે તે મજબૂત આવવી જોઇએ. ઢીલી સરકાર આવી તો તમારા કામ કેવી રીતે થશે? 300થી ઓછી બેઠકો આવવી જોઇએ નહીં. નબળી સરકારથી આપના સપના પૂરા નહીં થાય. જો સરકાર મજબૂત હશે તો પડોશીઓ આપણને દબાવી શકશે નહી. આપણા દેશમાં કેટલાંક લોકોના સપના એટલાં જ હોય છે કે સરકાર ઢીલી બને જેથી તેમને લાભ થઇ શકે. દેશને પણ મજબૂત સરકાર જોઇએ. સ્થિર અને પ્રગતિશીલ સરકાર માટે 300 કમળ તમારે દિલ્હી મોકલવા જોઇએ. જો એવું થશે તો પરદા પાછળના જે ખેલાડીઓ છે તેમના હાથમાં બાગડોળ ના જવી જોઇએ. અને જો આ મજબૂત સરકારમાં ઓડિશાની ભાગીદારી ના હોય તો કેમનું ચાલે. માટે તમારે તમામે તમામ એમપી કમળના દિલ્હીમાં મોકલવાના છે.

હું સમસ્યાઓનો હલ શોધુ છું અને કોંગ્રેસ મારો હલ શોધે છે

હું સમસ્યાઓનો હલ શોધુ છું અને કોંગ્રેસ મારો હલ શોધે છે

English summary
Narendra Modi addressing a Public Meeting in Rourkela, Odisha.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more