For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા એક હાથ બતાવે છે કોંગ્રેસ, પછી બંને હાથે લઇ જાય છે:મોદી

|
Google Oneindia Gujarati News

શહડોલ, 20 નવેમ્બર: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે મધ્ય પ્રદેશના શાહડોલમાં ચૂંટણી રેલીને સંબોધી હતી. મોદીએ પોતાની રેલીમાં કોંગ્રેસ પર જોરદાર પ્રહારો કર્યા હતા. મોદીએ નર્મદાના ઉદગમ સ્થાન પર લોકોનું અભિવાદન કર્યું હતું. મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે વિવિધ રાજ્યોની ચૂંટણીમાં કોંગ્રેસને હરાવવાનું મૂડ નથી પરંતુ કોંગ્રેસને સજા કરવાનું મૂડ છે.

મિત્રો શહડોલની મારી યાત્રા માત્ર ચૂંટણી રેલી નથી. હું અહીં ભાજપા માટે અમારા ઉમેદવારો માટે માત્ર વોટ માંગવા નથી આવ્યો. મારા માટે શહડોલ જિલ્લો એ પવિત્ર તિર્થસ્થાન છે, કારણ કે આજે મારું ગુજરાત જીવતું છે, શ્વાસ લઇ રહ્યો છે, પ્રગતિ કરી રહ્યો છે કેમકે આ ભૂમિ પરથી માતા નર્મદા નિકળે છે અને ગુજરાતમાં આવે છે. અહીંથી નર્મદા અમરકંટક બનીને નીકળે છે અને તે ગુજરાતમાં પહોંચતા પહોંચતા તેના કંટકો ઓગળી જાય છે અને ત્યાં ફૂલ જ ફૂલ દેખાય છે.

મારા માટે આ જિલ્લો, આ અમરકંટકની ભૂમિ, માતા નર્મદાનું ઉદગમ સ્થાન જીવનદાયિની ભૂમિ છે. માટે હું તમારી પાસે કંઇ માંગુ એ પહેલા આપનો આભાર વ્યક્ત કરવા માંગુ છું અને ભૂમિને પ્રણામ કરવા માંગુ છું. જો અહીં જંગલો બચશે તો ગુજરતમાં નર્મદા વહેતી રહેશે.

નરેન્દ્ર મોદીના ભાષણને વાંચો અને સાંભળો....

શહડોલ જિલ્લો એ પવિત્ર તિર્થસ્થાન છે

અહીં જંગલો બચશે તો ગુજરતમાં નર્મદા વહેતી રહેશે.

અહીં જંગલો બચશે તો ગુજરતમાં નર્મદા વહેતી રહેશે.

મારા માટે આ જિલ્લો, આ અમરકંટકની ભૂમિ, માતા નર્મદાનું ઉદગમ સ્થાન જીવનદાયિની ભૂમિ છે. માટે હું તમારી પાસે કંઇ માંગુ એ પહેલા આપનો આભાર વ્યક્ત કરવા માંગુ છું અને ભૂમિને પ્રણામ કરવા માંગુ છું. જો અહીં જંગલો બચશે તો ગુજરતમાં નર્મદા વહેતી રહેશે.

શિવરાજ સિંહ મુખ્યમંત્રી નથી, પણ પરિવારના એક વ્યક્તિ છે

શિવરાજ સિંહ મુખ્યમંત્રી નથી, પણ પરિવારના એક વ્યક્તિ છે

શિવરાજ સિંહ સરકારે જંગલોના બચાવ માટે, ગરીબો માટે, શોષિતો માટે, ખેડૂતો માટે ખૂબ જ સારી સારી યોજનાઓ બનાવી છે. જેના કારણે દરેક લોકોને એવું લાગે છે કે આ મુખ્યમંત્રી નથી આ આપણા જ પરિવારનો એક વ્યક્તિ છે. આ આપણા સુખ દુ:ખનો સાથી છે. અમે જ્યારે પણ અમારી પાર્ટીની મીટીંગ કરૂણા, દયા, આચરણ, વિકાસની વાત કરતા હોય ત્યારે અમે શિવરાજ સિંહની વાત ચોક્કસ કરીએ છીએ.

ભાજપને જીતવાનો મૂડ નથી પરંતુ કોંગ્રેસને સજા કરવાનો મૂડ છે

ભાજપને જીતવાનો મૂડ નથી પરંતુ કોંગ્રેસને સજા કરવાનો મૂડ છે

મિત્રો હાલમાં રેલી કરવા માટે ભાજપને દરેક મેદાન નાના પડી રહ્યા છે. એટલી ભીડ આવી રહી છે. ભાજપને જીતવાનો મૂડ નથી પરંતુ કોંગ્રેસને સજા કરવાનો મૂડ છે. પહેલા એવી સ્થિતિ હતી કે સ્ત્રી જ્યારે ગર્ભવતી હતી ત્યારે તેને હોસ્પિટલ મોકલવાની કોઇ વ્યવસ્થા ન્હોતી, સુવિધા ન્હોતી. પરંતુ છેલ્લા દસ વર્ષમાં શિવરાજ સિંહના રાજમાં ઇન્સ્ટીટ્યુશનલ ડિલિવરી કરાવવામાં આવે છે. અને આ રીતે માતા અને બાળકના મૃત્યુ દરને ઘટાડવામાં આવ્યો છે

50 વર્ષોમાં કોંગ્રેસે આદિવાસીઓ માટે શું કર્યું?

50 વર્ષોમાં કોંગ્રેસે આદિવાસીઓ માટે શું કર્યું?

હું કોંગ્રેસના મિત્રોને પૂછવા માંગુ છું કે જ્યારે અટલજીની સરકાર બની ત્યારે આદીવાસીઓ હતા. દેશ આઝાદા થયો ત્યારે અને રામ અને કૃષ્ણના વખતમાં પણ આદીવાસીઓ હતા. પરંતુ દેશ આઝાદ થયો ત્યારે કોંગ્રેસના નેતાઓને આદિવાસીઓની યાદ આવી નહીં. જો તેમને આદીવાસીની યાદ આવી હોત, આદીવાસી માટે અલગ મંત્રાલય હોત, મંત્રી હોત અને તેમના કલ્યાણ માટે અલગ બજેટ ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હોત. પરંતુ અટલજીનો આભાર છે કે તેમણે પહેલ કરીને આ તમામનું અમલીકરણ કર્યું, અને આદીવાસીઓના કલ્યાણ માટે આ તમામ સુવિધાઓ ઊભી કરી.

કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ગામડાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ નથી

કોંગ્રેસ શાસિત રાજ્યોમાં ગામડાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ નથી

આજે પણ કોંગ્રેસ શાસિત રાજ્યોમાં છેવાડાના ગામડાઓમાં વિજ્ઞાન પ્રવાહની શાળાઓ નથી. તમે મને જણાવો કે જો આદિવાસી વિસ્તારમાં 12માં ધોરણમાં વિજ્ઞાન પ્રવાહની શાળા નથી તો તે એન્જિનિયર કે ડોક્ટર કેવી રીતે બનશે. અને શહેઝાદા આવીને કહે છે કે આદીવાસી વિમાનમાં બેસવાની ઇચ્છા ધરાવે છે. અરે મહેરબાન 50 વર્ષના શાસનમાં તમે શાળા બનાવી હોત તો આદીવાસી યુવાન પોતાની જાતમહેનતે ડોક્ટર બનતો પાયલટ બનતો. હું શિવરાજ સિંહને શુભેચ્છા આપું છું કે તેમણે આદીવાસી વિસ્તારમાં મેડિકલ એન્જિનિયર કોલેજ બનાવી અહીના નવયુવાનોને તક આપી.

સો વખત ગરીબોનું નામ લેવાથી ગરીબોના બેલી ના બનાય

સો વખત ગરીબોનું નામ લેવાથી ગરીબોના બેલી ના બનાય

કોંગ્રેસ પાર્ટીને એવું લાગે છે કે દિવસમાં સો વાર ગરીબોનું નામ લઇ લીધું તો સૌને એવું લાગશે કે તેઓ ખરેખર ગરીબોના બેલી છે. મિત્રો આપણે ખરેખર દેશનો વિકાસ કરવો હોય તો આ બધામાંથી બહાર આવવું પડશે. હું હિન્દુસ્તાનના પોલિટિકલ પંડિતોને, અર્થશાસ્ત્રીઓને આહ્વાન કરવા માંગુ છું કે ઊંડાણપૂર્વક દેશનું અધ્યયન કરવાની જરૂર છે.

તપાસ કરાવો કે ભાજપે અને કોગ્રેસે આદિવાસીઓ માટે શું કર્યું છે

તપાસ કરાવો કે ભાજપે અને કોગ્રેસે આદિવાસીઓ માટે શું કર્યું છે

મિત્રો જ્યાં જ્યાં ભાજપને શાસન કરવાની તક મળી છે ત્યાં ત્યાં ગુજરાત, રાજસ્થાન(તત્કાલિન સમયે), ઝારખંડ(તત્કાલિન સમયે), છત્તીસગઢમાં ભાજપે આદીવાસીઓ માટે ઉત્તમમાં ઉત્તમ કામ કર્યું છે. તપાસ કરવામાં આવે ઝડથી તપાસ કરવામાં આવે. તમને માલૂમ પડી જશે કે અમે હંમેશા આદીવાસીઓને પણ સાથે લઇને ચાલ્યા છીએ. અમારો મંત્ર છે, સૌનો સાથ સૌનો વિકાસ. શરીરનું કોઇ અંગ નબળું હોય તો આખા શરીરને મજબૂત ના કહી શકાય. એવી જ રીતે દેશના કોઇ રાજ્યમાં કોઇ પ્રદેશ નબળો હોય તો દેશ મજબૂત ના કહી શકાય.

ગરીબોની મજાક કરે છે કોંગ્રેસ

ગરીબોની મજાક કરે છે કોંગ્રેસ

મિત્રો હમણા આ લોકોએ વચન આપ્યું છે કે 1 રૂપિયા કિલો ચોખા આપશે. મિત્રો અમારો ગરીબ ભીખારી નથી, તે ભીખ નથી માંગતો. તે પોતાની જાતને મજબૂત કરવા માંગે છે. તેમણે ગરીબો માટે શું કર્યું? કશું નહીં.

જે વચન તોડે તેની સાથેનો સંબંધ તોડી નાખો

જે વચન તોડે તેની સાથેનો સંબંધ તોડી નાખો

મિત્રો મને તમે જવાબ આપો કે કોંગ્રેસે 100 દિવસમાં મોંઘવારી ઘટાડવાનું વચન આપ્યું હતું, હું તમને પૂછવા માંગુ છું કે શું મોંઘવારી ઘટી? નહીં ઉલટાની વધી છે. મિત્રો જેણે વચન તોડ્યું હોય તો તેમની સાથેનો સંબંધ તોડી નાખવો જોઇએ. ચૂંટણીમાં આવે છે અને એક હાથ બતાવે છે અને સરકાર બનાવીને તેઓ બંને હાથોથી લૂંટે છે. દેશને તબાહ કરનારાઓના હાથમાં મધ્ય પ્રદેશ જવા ના દેતા મિત્રો. શિવરાજ સિંહના નેતૃત્વમાં ફરી ભાજપને વિજય બનાવો.

'નર્મદે સર્વદે'ના નારા

'નર્મદે સર્વદે'ના નારા

છેલ્લે મોદીએ લોકોને કહ્યું કે હું નર્મદા મૈયાની પાસે આવ્યો છું એમ કહીને લોકો પાસે 'નર્મદે સર્વદે'ના નારા લગાવડાવ્યા હતા.

નરેન્દ્ર મોદીનું ભાષણ

નરેન્દ્ર મોદીનું ભાષણ...

English summary
Narendra Modi addressing a Public Meeting in Shahdol, Madhya Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X