For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી અને ઓમર અબ્દુલ્લા માટે જામી ટ્વિટર વૉર

|
Google Oneindia Gujarati News

omar-twitter-chhub-narendra-modi
નવી દિલ્હી, 20 માર્ચ : ભારતીય રાજકારણમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ટેકનોલોજીના ઉપયોગના સંદર્ભમાં નવો ચીલો ચીતરનારા માનવામાં આવે છે. આ સંદર્ભમાં મંગળવારે ગુજરાત સરકારે એક અહેવાલમાં જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી 21 માર્ચ, 2013ના રોજ ગૂગલની 'બિગ ટેન્ટ એક્ટિવેટ સમિટ 2013'માં ભાગ લેવાના છે.

આ સમાચાર આવ્યા ત્યાં સુધી બધું બરાબર ચાલી રહ્યું હતું. વાંધો ત્યાં આવ્યો જ્યાં આ અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે આ પ્રતિષ્ઠત સંમેલનમાં નરેન્દ્ર મોદી સૌપ્રથમ મુખ્યમંત્રી છે જેમને આમંત્રણ મળ્યું છે. આ અહેવાલના પગલે નરેન્દ્ર મોદી સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર છવાઇ ગયા હતા. તેમના સમર્થનમાં જોરદાર સંખ્યામાં ટ્વિટ થવા લાગી હતી.

આ દરમિયાન જ્મ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વિટ કર્યું કે "શું મજાક ચાલી રહી છે. કહેવામાં આવે છે કે નરેન્દ્ર મોદી એકમાત્ર મુખ્યમંત્રી છે જેમને ગૂગલ સમિટમાં બોલાવવામાં આવ્યા છે. ગૂગલે મને પણ આમંત્રણ મોકલ્યું છે."

ત્યાર બાદ તો આ મુદ્દે પ્રતિક્રિયા આપનાર માત્ર ઓમર અબ્દુલ્લા ન હતા. આ પછી પ્રતિક્રિયાઓનો મારો શરૂ થયો. સોશિયલ મીડિયાના દિગ્ગજોએ નરેન્દ્ર મોદીને ગૂગલના નિમંત્રણ પર પોતાની પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું.

ચંદ્રિકા દ્વિવેદીએ પોતાની ટ્વિટમાં લખ્યું કે આ ખૂબ ડરામણી બાબત છે કે ગૂગલે નરેન્દ્ર મોદીને ગ્લોબલ સમિટને સંબોધિત કરવા માટે બોલાવ્યા છે.

મિથિલેશ કુમારે જણાવ્યું કે જો આપ આપના આયોજનને સફલ બનાવવા માંગો છો તો નરેન્દ્ર મોદીને બોલાવો. દરેક લોકો આમ કરી રહ્યા છે. આ વખતે ગૂગલે આમંત્રણ આપ્યું છે.

ગૂગલ હેન્ગઆઉટ પર 21 માર્ચના રોજ બપોરે 2.15 વાગે પોતાનું ભાષણ આપવાના છે. ટેકનોલોજી ઇન પોલિટિક્સ વિષય પર ભાષણ આપતા પહેલા તેઓ ગૂગલ હેંગઆઉટ પર ગૂગલ ઇન્કોર્પોરેશનના ચેરમેન એરિક સ્મિત સાથે વાર્તાલાપ કરશે.

આ સમિટમાં એરિક સ્મિત ઉપરાંત બ્રિટિશ ન્યુઝ પેપર ગાર્ડિયનના એડિટર ઇન ચીફ એલન રૂશબ્રિજર, અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના વર્ષ 2008 અને 2012ના ચૂંટણી પ્રચારના ડેપ્યુટી ડાયરેક્ટર સ્ટેપની કટર પણ ભાગ લેશે. આ સમિટ ગૂગલ દ્વારા યોજવામાં આવી છે. તેનો હેતુ શ્રેષ્ઠ બૌદ્ધિકો, રાજકીય નેતાઓ અને વિચારકો વિવિધ મુદ્દાઓ પર વાત કરશે.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં 3D ટેકનોલોજીનો ભાષણ કરવા માટે ભરપૂર ઉપયોગ કર્યો હતો.

English summary
Narendra Modi and Omer Abbdulla started Twitter war.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X