ટેકનોલોજીના માર્ગે દેશ જોડાય એ મારું સપનું છે: નરેન્દ્ર મોદી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દિલ્હીમાં મળી રહેલી આઠમી ઇન્ડિયા ડીજીટલ સમિટને સંબોધી હતી. મોદી આ સમિટમાં ટેકનોલોજી યુગમાં સામાન્ય વ્યક્તિઓને પણ સમાવવા પર પ્રકાશ પાડ્યો હતો. મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ટેકનલોજી યુગમાં દિલ્હી, બિહાર, યુપીના યુવાનોએ બેંગલોર, ગુજરાત, કે પુના શા માટે જવું પડે છે. શું આપણે તેમને તેમના ઘરે જ રોજગાર ના પહોંચાડી શકીએ.

રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સાથે આ કંપનીઓ જોડાય અને યુવાનોને રોજગાર આપે. આપણે સર્વિસ પ્રોવાઇડર કેવી રીતે બનીએ, આપણે દુનિયાને આપણી શક્તિ કેવી રીતે બતાવીએ, તે જરૂરી છે. હું સરકારમાં બેઠો છું મને ખ્યાલ છે કે એકથી એક ચડીયાતી ટેકનોલોજી આવે છે, અમે વિચારતા થઇ જઇએ છીએ કે આમાંથી કોનો ઉપયોગ કરવો.

આજે દેશમાં ભ્રષ્ટાચારની વાત થઇ રહી છે, તેમાં ઘણા રસ્તાઓ છે. આપણે ટેકનોલોજીના માધ્યમથી પણ આપણે ભ્રષ્ટાચારને દૂર કરી શકીએ છીએ. લોકતંત્રની સૌથી મોટી તાકાત સામાન્યમાં સામાન્ય વ્યક્તિનો અવાજ સાંભળીએ તો તેનો ફાયદો થશે. મે ગુજરાતમાં ટેકનોલોજીનો ઉપયોગ કર્યો. લોકોની ફરિયાદ સાંભળવા માટે અમે મોબાઇલ દ્વારા જ તેમની ફરીયાદ લઇ રહ્યા છીએ.

આપણી પાસે રિયલ ટાઇમ ડેટા ઉપલબ્ધ નથી હોતા, શા માટે આપણે આખા દેશમાં પાંચ વર્ષના આયોજન માટે રિયલ ટાઇમ ડાટા બનાવીએ જેનાથી ભવિષ્યમાં આવનારી મુશ્કેલીને દૂર કરી શકાશે. જેનાથી આપણે આપણી શરતોથી દુનિયા માર્કેટમાં કાર્ય કરી શકીશું. દૂર દૂર જંગલોમાં રહેનારા લોકોને આવી ટેકનોલોજીથી ફાયદો થશે.

ખેડૂત પોતાના પાકના ફોટા લઇને મોબાઇલથી સેન્ડ કરે છે અને તે કોલ સેન્ટરમાંથી માહિતી પ્રાપ્ત કરે છે અને પોતાના પાકનું આયોજન કરે છે.

દરેક ઇનોવેશન યુઝરફ્રેન્ડલી કેવી રીતે બને તેના માટે દરેક કંપની તત્પર રહે છે. પહેલા જેલના કેદીઓને કોર્ટમાં લાવતા હતા ત્યારે કેટલા વાહનો અને પોલીસબળની જરૂરીયાત રહેતી હતી પરંતુ હવે વીડિયો કોન્ફરન્સ દ્વારા તે સરળ બની ગયું છે.

હું કહેવા માંગીશ કે એક સમય હતો જ્યારે નદીના કિનારે વસ્તી વસતી હતી અને હવે જ્યાં હાઇવે છે ત્યાં લોકોની વસ્તી વસવાટ કરવા લાગી છે. જ્યારે હવે એવો સમય આવશે જ્યાં ઓપ્ટિકલ ફાઇબર જ્યાં હશે ત્યા વસ્તી વસવાટ કરશે. સેટેલાઇટ સિસ્ટમથી શિક્ષણ, દુરસુદરના ગામડાના બાળકોને વીડિયોથી એજ્યુકેશન આપી શકાય છે.

હું એ સપનું જોવું છું મિત્રો આપણે વાઇફાઇ ટેકનોલોજીની વાત કરીએ છીએ ત્યારે એટલીસ્ટ આપણું દેશની રાજધાની એતો વાઇફાઇ હોય, મિત્રો હું એ દીશામાં કામ કરી રહ્યો છું છે મારા રાજ્યના પાટનગર વાઇફાઇ બનાવવા તરફ પ્રયાસ કરી રહ્યા છીએ.

આપણી આસપાસ ભાતભાતની ટેકનોલોજી વિખેરાયેલી પડેલી છે. આ દરેકને એક સાથે જોડવી પડશે. જે અખબારનો એક એડિટર નથી કરી શકતો તે કામ એક ગામડાનો સામાન્ય વ્યક્તિ કરી બતાવે છે. અત્રે તેની ક્રિએટિવીનો અનુભવ થાય છે. આપણે જનતાને પાર્ટીસીપેશનમાં કેવી રીતે જોડી શકીએ છીએ, તેનું એક ઉદાહરણ આપું. અમે અમદાવાદમાં રિવફ્રંટનું નિર્માણ કર્યું છે અમે લોકોને કહ્યું તમે અહીની મુલાકાત લો અને તેની તસવીર પાડીને ફેસબુક પર અપલોડ કરીને સ્પર્ધામાં ભાગ લો. અઢળક લોકોના ફોટા તમને ફેસબુક પર જોવા મળી જશે.

આપણે સૌએ એક સપનું જોવાનું છે આપણે આપણા ભારતને ડીજીટલ ઇન્ડિયાના રૂપમાં સાકાર કરવાનું છે. અને જ્યારે હું ડીજીટલ ઇન્ડિયાના સપનાની વાત કરું છું ત્યારે હું એવા ડીજીટલ ઇન્ડિયાનું સપનું જોવું છું જ્યાં ડીજીટલ માર્ગ થકી ભારતને એક કરી શકાય.

સાંભળો મોદીને લાઇવ....

<center><iframe width="100%" height="338" src="//www.youtube.com/embed/KBvunyaLz24" frameborder="0" allowfullscreen></iframe></center>

English summary
Narendra Modi at 8th edition of India Digital Summit in Delhi.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.