For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી - બરાક ઓબામા વચ્ચે સપ્ટેમ્બર 2014માં વૉશિંગ્ટનમાં બેઠક

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 જૂન : ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિદેશ નીતિ અંગેનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નરેન્દ્ર મોદીએ આ વર્ષે સપ્ટેમ્બરના અંતમાં વૉશિંગ્ટન ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે દ્વિપક્ષીય બેઠક યોજવા અંગે સહમતી દર્શાવી છે

ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત બનાવવાની દિશામાં અમેરિકાએ પ્રથમ હાથ લંબાવ્યો હતો. અમેરિકાએ નરેન્દ્ર મોદી ભારતના વડા પ્રધાન બન્યા બાદ બરાક ઓબામાએ તેમને વિજય બદલ શુભકામના પાઠવવાની સાથે જ વૉશિંગ્ટન આવવાનું આમંત્રણ પણ આપી દીધું હતું. જેથી બંને દેશો વચ્ચેના સંબંધો વધારે મજબૂત થઈ શકે.

મોદીની આ મુલાકાતથી તેમના યુએસ વિઝા વિવાદનો અંત આવશે તેવું લાગી રહ્યું છે. મહત્વનું છે કે વર્ષ 2002ના ગુજરાત રમખાણો બાદ અમેરિકાએ વર્ષ 2005માં મોદીના વિઝા રદ કરી દીધા હતા અને અમેરિકામાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

નરેન્દ્ર મોદીની સહમતી બાદ વડાપ્રધાન કાર્યલય તરફથી અમેરિકાના પ્રશાસનને તેમની પ્રસ્તાવિત યાત્રાની માહિતી આપી દેવામાં આવી છે. હવે બંને દેશો બેઠકની તારીખ નક્કી કરવામાં લાગ્યા છે.

બેઠકની તારીખ અંગે અવઢવ

બેઠકની તારીખ અંગે અવઢવ

મોદી અને ઓબામા વચ્ચે કઇ તારીખે બેઠક યોજવી તે હજી નક્કી થઇ શક્યું નથી. અમેરિકા આ બેઠક 30 સપ્ટેમ્બરે યોજવા માંગે છે, જ્યારે ભારત આ બેઠક 26 સપ્ટેમ્બરે યોજવા માંગે છે.

મોદી યુએન એસેમ્બ્લીને સંબોધશે

મોદી યુએન એસેમ્બ્લીને સંબોધશે

સપ્ટેમ્બરના અંતમાં ન્યુયોર્કમાં મળનારી યુએસ જનરલ એસેમ્બ્લીને નરેન્દ્ર મોદી સંબોધવાના છે.

ભારતના રાજદૂત નક્કી કરશે રણનીતિ

ભારતના રાજદૂત નક્કી કરશે રણનીતિ

અમેરિકામાં ભારતના રાજદૂત એસ જયશંકર 8 જૂનના રોજ ભારત આવી રહ્યા છે. ત્યાર બાદ તેઓ નરેન્દ્ર મોદીને મળશે. મોદી સાથે ચર્ચા કરીને બંને દેશોના વર્તમાન સંબંધોની માહિતી આપશે અને ત્યાર બાદ આગળની રણનીતિ નક્કી કરાશે.

મોદી યુએન જનરલ એસેમ્બ્લીમાં પણ સામેલ થશે

મોદી યુએન જનરલ એસેમ્બ્લીમાં પણ સામેલ થશે

મહત્વની બાબત એ પણ છે કે નરેન્દ્ર મોદી પોતાની અમેરિકા યાત્રા દરમિયાન ન્યુયોર્કમાં યોજાનારી યુએન જનરલ એસેમ્બ્લીમાં પણ સામેલ થશે. આમ છતાં ઓબામા સાથેની બેઠક ન્યુ યોર્કને બદલે વૉશિંગ્ટનમાં જ યોજાશે. બંને દેશ આ મુલાકાતને દ્વિપક્ષીય મુલાકાત બનાવવા માંગે છે.

અમેરિકા મુલાકાત માટે મોદીની તત્પરતા
રાજકીય વિશ્લેષકો માને છે કે નરેન્દ્ર મોદીએ અમેરિકા સાથે સંબંધ ઘનિષ્ઠ બનાવવા માટે જે તત્પરતા અને નિર્ણાયકતા દર્શાવી છે તે યુપીએના શાસનકાળમાં ભારત-અમેરિકાના સંબંધો પર જામેલી ધૂળ ખંખેરી નાખશે. આ ઉપરાંત બંને દેશો વચ્ચેનો મોદીના વિઝા મુદ્દાનો તણાવ પણ ઘટાડશે.

English summary
Indian Prime Minister, Narendra Modi has confirmed to US President Barack Obama that he will have a bilateral meeting with him in Washington in the last week of September this year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X