બેંગ્લોરમાં મળે છે 1 રૂપિયામાં 'મોદી ચા'

Posted By:
Subscribe to Oneindia News

બેંગ્લોર, 27 જાન્યુઆરી: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને મણિશંકર ઐય્યરે 'ચા વાળા' શું કહી દિધા, બેંગ્લોરમાં જાણે 'મોદી ચા'ની લહેર ફેલાઇ ગઇ. અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના જણાવ્યા અનુસાર મણિશંકર ઐય્યરની મોદી પર ટીખળ કર્યા બાદ ભાજપના કાર્યકર્તાએ મહાનગરમાં દરેક સ્થળે હરતા ફરતાં સ્ટોલ ખોલવાનું શરૂ કરી દિધું છે. તેમનું નામ રાખવામાં આવે છે 'નરેન્દ્ર મોદી ચા પ્લાઇન્ટ. આ મતદારો સાથે જોડાવવાની એક રીત માનવામાં આવે છે.

અત્યાર સુધી આ પ્રકારના ચા સ્ટોલ કેનગેરી, યશંવતપુર અને કેટલાક અન્ય સ્થળો પર ખોલવામાં આવ્યા છે. આ સ્ટોલો પર નરેન્દ્ર મોદીના સમર્થક નરેન્દ્ર મોદીનો પ્રચાર કરતાં જોવા મળી રહ્યાં છે. તેમની ઉપલબ્ધિઓના વીડિયો ફૂટેજ પણ બતાવવામાં આવે છે.

modi-tea-center

ભાજપના એક કાર્યકર્તાના અનુસાર ગ્રાહકો પાસેથી 1 રૂપિયાથી વધુ લેવામાં નહી આવે. ચાનો આ પ્રયોગ રાજ્યના અન્ય ભાગોમાં કરવામાં આવ્યો છે પાર્ટી તેના માધ્યમથી મતદારોને જોડવા માંગે છે.

ભાજપના મીડિયા કોઓર્ડિનેટર એસ પ્રકાશે જણાવ્યું હતું કે લોકોને ચા મફત આપવામાં આવી રહી છે અને તેમને નરેન્દ્ર મોદી વિશે વાતચીત કરવામાં આવે છે. આ વાતચીતને ફીડબેકના રૂપમાં ઉપયોગ કરવામાં આવશે.

English summary
Gujarat chief minister Narendra Modi's chaiwala symbolism has caught on in Bangalore too.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.