For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વારાણસીથી જ પીએમ નરેન્દ્ર મોદી લડશે લોકસભા ચૂંટણી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી ઉત્તર પ્રદેશના વારાણસી મતવિસ્તારમાંથી લોકસભા ચૂંટણી લડી શકે છે.

|
Google Oneindia Gujarati News

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એક વાર ફરીથી ઉત્તર પ્રદેશના વારાણસી મતવિસ્તારમાંથી લોકસભા ચૂંટણી લડી શકે છે. ભારતીય જનતા પાર્ટીના સૂત્રોની માનીએ તો આ વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી ફરીથી ઉત્તર પ્રદેશના વારાણસીથી જ ચૂંટણી લડવા જઈ રહ્યા છે. હાલમાં પીએમ મોદી આ સીટ પરથી જ સાંસદ છે. આ સમાચાર એ સમયે આવ્યા છે જ્યારે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને એક્ટિવ પોલિટિક્સમાં ઉતારવાનો નિર્ણય લીધો છે.

narendra modi

આ તરફ પ્રિયંકા ગાંધી વાડ્રાના સક્રિય રાજકારણમાં આવતા જ વારાણસીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ પોસ્ટર લગાવીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સામે ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો છે. પોસ્ટરોમાં પ્રિયંકા ગાંધીને ફોકસ કરી મથાળે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને બતાવીને સ્થાનિક કાર્યકર્તાઓએ સોનિયા ગાંધીની પુત્રીને પીએમ મોદી સામે ચૂંટણી લડવા માટે કહ્યુ છે. વારાણસીમાં લાગેલા પોસ્ટરો પર લખ્યુ છે, 'કાશીની જનતા કરે પુકાર, પ્રિયંકા ગાંધી હો સંસદ હમાર. અમને પ્રિયંકા જોઈએ. કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તા તેમને (પ્રિયંકા) મંદિર શહર મત વિસ્તારમાંથી ચૂંટણી જીતવા માટે તૈયાર કરી રહ્યા છે. જો તે ત્યાંથી ચૂંટણી લડે તો આની અસર પડોશી રાજ્યોમાં અનુભવાશે.' પૂર્વ સાંસદ ડૉ. રાજેશ મિશ્રાએ કહ્યુ કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિર્ણયથી પાર્ટી વધુ મજબૂત થશે. પાર્ટી કાર્યકર્તા તેમના માર્ગદર્શનથી પૂર્વાંચલમાં જ નહિ પરંતુ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના સાંસદોની સંખ્યા વધારશે.

કોંગ્રેસે પ્રિયંકાની રાજકારણમાં એન્ટ્રી કરાવીને 2014માં લોકસભા ચૂંટણી પહેલા અપનાવેલી ભાજપની રણનીતિ પર અમલ કર્યો છે. પ્રિયંકાને પૂર્વી ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપીને કોંગ્રેસે સ્પષ્ટ કરી દીધુ છે કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સીએમ યોગી આદિત્યનાથને તેમના ગઢમાં જ ઘેરશે. કોંગ્રેસ કાર્યકર્તાઓનું કહેવુ છે કે પ્રિયંકા ગાંધી જ કોંગ્રેસને મજબૂત કરીને ફરીથી સત્તામાં કમબેક કરાવશે. એટલા માટે જરૂરી છે કે તેમને વારાણસી લોકસભા સીટ પરથી પ્રધાનમંત્રી મોદી સામે ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવે. કાર્યકર્તાઓનું કહેવુ છે કે પ્રિયંકા ગાંધીને વારાણસીથી ચૂંટણી લડાવવાનું કોંગ્રેસીઓ ઘણા દિવસોથી સપનુ જોઈ રહ્યા હતા.

આ પણ વાંચોઃ સર્વેઃ યુપીમાં અખિલેશ-માયાવતી આગળ ફેલ થયુ 'મોદી મેજિક', મહાગઠબંધનને 51 સીટોઆ પણ વાંચોઃ સર્વેઃ યુપીમાં અખિલેશ-માયાવતી આગળ ફેલ થયુ 'મોદી મેજિક', મહાગઠબંધનને 51 સીટો

English summary
Narendra Modi to contest Lok Sabha polls from Varanasi: Sources
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X