For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સોશિયલ મીડિયા : મોદી અવ્વલ, પાછળ ઉથલ-પાથલ!

|
Google Oneindia Gujarati News

અમદાવાદ, 14 ઑગસ્ટ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયામાં સૌથી મનપસંદ વ્યક્તિત્વ બની રહ્યાં છે. ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં મળેલ ભારે વિજય બાદ મોદી સતત સોશિયલ મીડિયામાં નંબર સ્થાને જળવાઈ રહેલાં છે. જોકે તેમની પાછળ ચાલનારાઓના ક્રમમાં ભારે ઉથલ-પાથલ મચેલી છે.

બ્લૉગવર્ક્સ દ્વારા કરવામાં આવેલ સર્વેનું આ તારણ છે. સર્વે મુજબ નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયામાં માત્ર સૌથી આગળ જ નથી, પણ તેમની પાછલના ક્રમે જે લોકો છે, તેમના કરતાં પણ તેઓ માઇલો આગળ ચાલી રહ્યાં છે. આ સર્વેમાં બીજા સ્થાને ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને ત્રીજા સ્થાને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી છે કે જેમનો ઉલ્લેખ લોકો સોશિયલ મીડિયામાં સૌથી વધુ કરી રહ્યાં છે.

આવો તસવીરો સાથે જાણીએ પૉઝિશન :

નરેન્દ્ર મોદી સૌથી આગળ

નરેન્દ્ર મોદી સૌથી આગળ

બ્લૉગવર્ક્સ દ્વારા કરવામાં આવેલ સર્વેના જૂન 2013ના તારણો મુજબ ભાજપ ચૂંટણી ઝુંબેશ સમિતિના પ્રમુખ તથા ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સોશિયલ મીડિયામાં સૌથી આગળ બની રહ્યાં છે. જોકે તેમના પછીના ક્રમોમાં ભારે ઉથલ-પાથલ મચેલી છે, પરંતુ મોદી તે સૌથી ઘણાં આગળ છે.

અડવાણીએ રાહુલને આપી માત

અડવાણીએ રાહુલને આપી માત

સર્વે મુજબ લાલકૃષ્ણ અડવાણી મે 2013ના પોતાના પાંચમા સ્થાનેથી આગળ વધી બીજા સ્થાને આવી ગયાં, જ્યારે રાહુલ ગાંધી ત્રીજા સ્થાને ખસી ગયાં.

નિતિશ ટૉપ 5માં

નિતિશ ટૉપ 5માં

જૂન 2013ના સર્વેની ખાસિયત એ છે કે બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર ટૉપ 5માં આવી ગયાં છે. જાન્યુઆરીથી કરાવવામાં આવતા સર્વેમાં નિતિશ અત્યાર સુધી ટૉપ 5માં સ્થાન નહોતા બનાવી શક્યાં, પણ તેઓ જૂન 2013માં રાહુલ બાદ ચોથા સ્થાને આવી ગયાં છે. છેલ્લા પાંચ મહીનાઓમાં એવો પહેલો પ્રસંગ છે કે જ્યારે નિતિશે ટૉપ 5માં સ્થાન બનાવ્યું છે.

નિતિશના કારણે સોનિયા પાછળ

નિતિશના કારણે સોનિયા પાછળ

નિતિશ કુમારની પૉઝિશન સુધરતાં સોનિયા ગાંધીની પૉઝિશન બગડી અને તેઓ ચોથાથી પાંચમા સ્થાને આવી ગયાં.

મનમોહન ટૉપ 5માંથી બહાર

મનમોહન ટૉપ 5માંથી બહાર

વડાપ્રધાન મનમોહન સિંહ ટૉપ 5માંથી બહાર નિકળી છઠા સ્થાને આવી ગયાં છે.

કેજરીવાલની દુર્દશા

કેજરીવાલની દુર્દશા

આમ આદમી પાર્ટી (આપ)ના નેતા અરવિંદ કેજરીવાલ જાન્યુઆરી-એપ્રિલમાં પાંચમા, મેમાં છઠા અને જૂનમાં વધુ નીચે ઉતરી સાતમાં સ્થાને આવી ગયાં છે.

દિગ્ગી સૌથી નીચે

દિગ્ગી સૌથી નીચે

બ્લૉગવર્ક્સની પ્રથમ આવૃત્તિમાં જાન્યુઆરીથી એપ્રિલના તારણો જાહેર કરાયા હતાં. તે પછી મેમાં બીજી અને જૂનમાં ત્રીજી આવૃત્તિ પ્રસિદ્ધ થઈ છે. આ યાદમાં કોંગ્રેસના બહુ બોલકણા દિગ્વિજય સિંહ સૌથી નીચે છે.

English summary
Blogworks has released the third edition of its monthly India’s Most Mentioned Political Leaders index, analysing the Top 20 Most Mentioned Political Leaders online for the period June 2013. Narendra Modi continues to be most mentioned on social media. Nitish Kumar enters the top 5 at the 4th position.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X