• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

'નરેન્દ્ર મોદી માટે ઇન્ડિયા ફર્સ્ટ એટલે બધાને સુરક્ષા'

By Kumar Dushyant
|

નવી દિલ્હી, 17 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇન્ડિયા ફર્સ્ટની પરિભાષાને વધુ વિસ્તૃત કરતાં કહ્યું હતું કે સેક્યુલરિઝમ એટલે ઇન્ડિયા ફર્સ્ટ અને તેમાં બધા ભારતીય આવે છે, ફક્ત લઘુમતીઓ જ નહી.

નરેન્દ્ર મોદીને પુછવામાં આવ્યું કે યુવાનોને શું સલાહ આપશે તો નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે એ કહેવું ખોટું છે કે રાજકારણમાં સારા લોકો નથી. આપણે દેશના વિકાસ માટે લોકોને અને તેમના આઇડિયાને પ્રોત્સાહન આપવું જરૂરી છે. જો કે યુવાનો એકવાર રાજકારણ તરફ જરૂર વળે. તાજેતરમાં જ ગુજરાતમાં યોજાયેલા ગ્રામ પંચાયતની ચુંટણીના ઉમેદવારો શહેરી ઉમેદવારો કરતાં વધારે ભણેલા હતા જે સારો સંકેત છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે લોકોને ગર્વ હોવો જોઇએ કે દેશમાં રાજકીય પાર્ટીઓ છે અને નિયમોનું પાલન કરી રહી છે. જ્યારે એક વ્યક્તિએ નરેન્દ્ર મોદીને પુછ્યું કે તમને દિલ્હી આવતાં કોણ રોકી રહ્યું છે તો તેમને હસીને જવાબ આપ્યો હતો કે હું તો દિલ્હીમાં જ છું.

આ પહેલાં એક મહેમાને નરેન્દ્ર મોદીને ગુજરાતીમાં શુભેચ્છા પાઠવી હતી અને પુછ્યું હતું કે તે દેશ માટે કેવી રીતે મલમનું કામ કરી શકે છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે જ્યારે વિકાસ અને આગળ વધવાની વાત આવે છે તો મારા માટે રાષ્ટ્રીય વિચારસણી મહત્વ ધરાવે છે. તેના જવાબમાં પુછવામાં આવ્યું કે શું ગુજરાતના મેજિકને એક ગઠબંધન સરકારના માધ્યમથી દેશને આગળ લઇ જવા ઇચ્છે છે, તો જવાબ મળ્યો કે કંઇ કહેવું ખોટું છે કે ગઠબંધન સરકાર વિકાસના પથ માટે રોડાનું કામ કરે છે. સમસ્યાએ છે કે અહીં પહેલ કરનાર નથી અને પછી પોલિસી-મેકિંગમાં ખામીઓ પણ રહી જાય છે.

narendra-modi

નરેન્દ્ર મોદીને પુછવામાં આવ્યું કે એફડીઆઇ મલ્ટિબ્રાંડ રિટેલનો વિરોધ કેમ રહ્યાં છે. તેમને જવાબ આપ્યો હતો કે ભારત સરકાર એ ભૂલી ગઇ છે કે ભારત એક સંઘીય માળખું છે. દેશના સંઘીય માળખા પર યુપીએ સરકારે ઘણા પ્રહારો કર્યા છે. રાજ્યો પાસેથી સલાહ લેવાની પ્રથા બિલકુલ ખત્મ થઇ ગઇ છે, જ્યારે એફડીઆઇ રાજ્યોમાં પણ લાગૂ થવો જોઇએ. જોવા જઇએ તો ગ્લોબલ કોમોડિટીને ભારતના સ્થાનિક બજારોમાં પ્રવેશવાનો પ્રયત્ન છે. આનાથી દેશી ઉત્પાદન કંપની બંધ થઇ જશે.

જનરલ વીકે મલિકે નરેન્દ્ર મોદીને પુછ્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષા પર આપણું બજેટ 2 લાખ કરોડનું છે. મોટાભાગનો પૈસા રકા ઉપકરન ખરીદવામાં બહાર જતા રહે છે. આ મુદ્દે તમારું શું કહેવું છે. તો નરેન્દ્ર મોદીએ જવાબ આપ્યો હતો કે મારું સપનું છે કે એક દિવસ ભારત બીજા દેશોને હથિયાર સપ્લાય કરે. રક્ષા ઉપકરણ બનાવનાર કંપનીઓ આ વખતે વાઇબ્રન્ટ ગુજરાતમાં આવી હતી. એક દર્શકે પુછ્યું હતું કે ચીન પોતાનો મિલિટ્રી પાવર વધારી રહી છે, ભારતની પ્રતિક્રિયા કેવી હોવી જોઇએ. આ મુદ્દે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સૈન્ય શક્તિ અને અર્થ શક્તિમં સૂર્યાસ્ત જરૂરી હોય છે. બસ આ રાષ્ટ્ર નક્કી કરે છે. જ્ઞાન જ દુનિયાના વિધ્વંસ પર નિર્ણય લઇ શકે છે. ભારત હંમેશા જ્ઞાનના પર ચમકી રહ્યું છે.

પાકિસ્તાન પર સવાલ પુછવામાં આવતાં તેમને કહ્યું હતું કે પડોશી દેશની સાથે સારા સંબંધો મહત્વપુર્ણ રહ્યાં છે, પરંતુ કૂટનિતીક અને વ્યાપારિક સંબંધો સુગમ બનાવીને પાકિસ્તાન સાથે સંબંધોને સુધારી શકાય છે.

English summary
During the India Today conclave Gujarat chief minister Narendra Modi has extended his definition of secularism and said that all Indians deserve protection and that includes everyone.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more