મોદીએ નથી કરી અમિત શાહની ભલામણ: રાજનાથ

રાજનાથે પત્રકારોને જણાવ્યું કે અમિત શાહ પાર્ટીના મહાસચિવોમાંથી એક છે અને એક સફળ રાજ્યમાં મંત્રી રહી ચૂક્યા છે, મને લાગે છે કે તેમને પ્રભારી બનાવવા કોઇ ગૂનો નથી.
ભાજપાએ રવિવારે આવનાર લોકસભા ચૂંટણી માટે અમિત શાહને ઉત્તર પ્રદેશના પાર્ટી મામલાના પ્રભારી તરીકેની નિમણૂંક કરવાની જાહેરાત કરી હતી.
ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી શાહ પર સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર મામલામાં સામેલ હોવાનો આરોપ છે. તેઓ ઘણા મહિના જેલમાં પણ રહી ચૂક્યા છે. રાજનાથે કહ્યું કે મોદીએ કોઇની પણ વરણી માટે ભલામણ કરી નથી.
શાહ ઉપરાંત યુવા નેતા વરુણ ગાંધીને પશ્ચિમ બંગાળમાં, રાજીવ પ્રતાપ રુડીને રાજસ્થાનમાં તથા ઓમ માથુરને ગુજરાતમાં પાર્ટી મામલાના પ્રભારી બનાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
