તો પછી વાજપાઇ કરતાં પણ સારા પીએમ સાબિત થશે મોદી! જાણો કેવી રીતે
નવી દિલ્હી, 26 મે: નરેન્દ્ર મોદીની સાથે સાથે જે દિવસનો આખા દેશને ઇંતઝાર હતો તે દિવસ આજે આવી ગયો છે. રાષ્ટ્રપતિ ભવન તે યાદગાર પળોનો સાક્ષી બનવા માટે તૈયાર છે. જી હાં નરેન્દ્ર મોદીના શપથ આજે હજારો દેશી-વિદેશી મહેમાનો હાજરીમાં દેશના 15મા વડાપ્રધાનમંત્રી તરીકે શપથ લેવાના છે. નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણને લઇને સુરક્ષા ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. વેસ્ટ યૂપીમાં એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યો છે. દિલ્હી જનાર ટ્રેનો પર ગુપ્તચર વિભાગની નજર રાખવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. બસ અડ્ડા પર લોકોને સચેત રહેવાનું કહેવામાં આવ્યું છે.
પરંતુ આ દરમિયાન દેશમાં જે ચર્ચા છે તે એ છે કે નરેન્દ્ર મોદીને અટલ બિહારી વાજપાઇથી આગળ નિકળી ગયા છે. નરેન્દ્ર મોદી ગુડ ગર્વનન્સનો એવો ખાકો તૈયાર કર્યો છે જેને જાણ્યા બાદ આ ચર્ચાઓ પર સત્યતાની મોહર જરૂર લાગશે. સૌથી પહેલાં તો નરેન્દ્ર મોદીએ મંત્રીમંડળને નાનું કરીને એ સાબિત કરી દિધું કે તેમનો મેન ફોકસ વિકાસ પર છે. તમને જણાવી દ ઇએ કે નરેન્દ્ર મોદીના મંત્રીમંડળમાં કુલ 45 મંત્રી હશે. જેમાં 24 કેબિનેટ મંત્રી, 11 રાજ્ય મંત્રી અને 10 સ્વતંત્ર પ્રભારી મંત્રી હશે.

તો બીજી તરફ નરેન્દ્ર મોદીએ એક કુશળ ટીમ લીડરની જેમ ફેંસલો કર્યો છે. નરેન્દ્ર મોદીએ સ્પષ્ટપણે કહી દિધું કે તેમના મંત્રીમંડળમાં 75 વર્ષથી ઉપરના કોઇ નેતા કેબિનેટમાં નહી આવે. એટલે કે પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી અને મુરલી મનોહર જોશીને કેબિનેટથી અલગ કરી દિધા. તમને જણાવી દઇએ કે અટલ બિહારી વાજપાઇ જ્યારે વડાપ્રધાનમંત્રી બન્યા હતા તો તેમણે લાલકૃષ્ણ અડવાણી માટે એક અલગ પદ (ઉપ-વડાપ્રધાનમંત્રી)નું બનાવ્યા હતા.
અટલ બિહારી વાજપાઇ શાંત સ્વભાવના હતા જ્યારે નરેન્દ્ર મોદી ઇંટનો જવાબ પત્થરથી આપનાર નેતા છે. નરેન્દ્ર મોદીએ નવાજ શરીફને શપથ ગ્રહ સમારોહમાં બોલાવીને શિવસેનાને આકરો જવાબ આપ્યો છે. જો કે શિવસેના ભાજપનો સહયોગી દળ છે તે પ્રચંડ જનાદેશ લેકર સત્તામાં આવ્યા છે. તો બીજી તરફ શ્રીલંકાના રાષ્ટ્રપતિને શપથ સમારોહમાં બોલાવી નરેન્દ્ર મોદીને તમિલનાડુની મુખ્યમંત્રી જયલલિતાને પણ આકરો જવાબ આપી દિધો છે.












Click it and Unblock the Notifications
