મોદીએ અદાણીને આપી દિધી વડોદરા જેટલી જમીન: રાહુલ

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 13 એપ્રિલ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ખાસ ગણવામાં આવતાં અદાણી સમૂહ પર તીખા પ્રહાર કરતાં રાહુલ ગાંધીએ શનિવારે રાત્રે કહ્યું હતું કે વડોદરા જેટલા મોટા ક્ષેત્રફળ બરાબર જમીન કોડીઓના ભાવે આપી દિધી છે. રાહુલ ગાંધીનું એ પણ કહેવું છે કે અદાણી સમૂહને આટલી લાંબી તટરેખા આપવામાં આવી છે જે મુબંઇની તટરેખા બરાબર છે. અદાણી સમૂહનું નામ લીધા વગર કોંગ્રેસ ઉપાધ્યક્ષે કહ્યું હતું કે 'તેને વડોદરા જેટલા મોટા વિસ્તારની જમીન આપવામાં આવી છે. તમને ખબર છે કયા દરે? ફક્ત 300 કરોડ રૂપિયામાં. મુંબઇ બરાબર તટરેખા પણ તેને આપવામાં આવી છે.''

તેમને પૂછવામાં આવ્યું હતું કે તે અદાણી સમૂહની તરફ ઇશારો કરી રહ્યાં છે, તેના પર રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તે કોઇનું નામ લેવા માંગશે. વડોદરાનું ક્ષેત્રફળ 149 વર્ગ કિલોમીટર છે અને મુંબઇની તટરેખા 167 કિલોમીટર લાંબી છે.

એક સમાચાર ચેનલને આપેલા ઇન્ટરવ્યું દરમિયાન કોંગ્રેસ ઉપાધ્યાક્ષે કહ્યું 'જ્યારે ગુજરાત વિકસીત થયું છે તો લધુ ઉદ્યોગોના કારણે થયું, અમૂલ જેવા આંદોલનો અને તેની મજબૂતીના લીધે થયું. હવે તમે ગુજરાત મોડલને જુઓ છો, તેમાં એક ઉદ્યોગપતિનો બિઝનેસ 3,000 કરોડ રૂપિયાથી વધીને 40,000 કરોડ રૂપિયા વધી ગયો છે.'' રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મોદીનું આર્થિક મોડલ એ છે કે ''રાજ્યનું બધુ ધન બે-ત્રણ લોકોને આપી દો. આ માનસિકતા દેશ માટે ખતરનાક છે. હું આવી માનસિકતા વિરૂદ્ધ લડતો રહ્યો છું.''

રાહુલે અદાણી ગ્રુપ પર કર્યો હુમલો

રાહુલે અદાણી ગ્રુપ પર કર્યો હુમલો

રાહુલ ગાંધીએ અદાણી ગ્રુપનું નામ તો ન લીધું પરંતુ તે હાલમાં તે તેના પર હુમલો કરી રહ્યાં છે. મોદીના વિકાસ મોડલને આડે હાથ લેતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, ''ગુજરાતની હકિકત એ છે કે બે-ત્રણ ઉદ્યોગપતિ સમૃદ્ધ થઇ રહ્યાં છે જ્યારે રાજ્યમાં બાકી લોકો મરી રહ્યાં છે.'' કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે 'તેમનું (મોદીનું) પુરતું ધ્યાન ત્રણ-ચાર ઉદ્યોગપતિઓને ફાયદો પહોંચાડવા પર છે જેથી ત્યાં 'ટ્રિંકલ ડાઉન' પ્રભાવ થાય. 'ટ્રિકલ ડાઉન' પ્રભાવ અમેરિકામાં પણ જોવા મળી પરંતુ જલદી જ તેની અસલિયત સામે આવી ગઇ.

યુપીએ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી

યુપીએ સરકારની ઉપલબ્ધિઓ ગણાવી

રાહુલ ગાંધીએ ભારપૂર્વક કહ્યું હતું કે વડાપ્રધાન મનમોહન સિંહની અધ્યક્ષતાવાળી યુપીએ સરકારે ભાજપ નીત એનડીએથી સારું કામ કર્યું છે. ચોક્કસ વૈશ્વિક મંદીના લીધે વૃદ્ધિમાં થોડી મંદી જરૂર આવી છે. યુપીએ સરકારના કાર્યક્રમ તથા ઉપલબ્ધિઓ ગણાવતાં કોંગ્રેસ ઉપાધ્યક્ષે કહ્યું ''હકિકત એ છે કે અમે 10 વર્ષ સત્તામાં રહ્યાં...એવામાં સત્તા વિરોધી માહોલ થોડો ઘણો થાય છે.'' તેમને પૂછવામાં આવ્યું હતું કે શું ચૂંટણી પ્રચાર નેતાઓના વ્યક્તિગત સ્તર પર આવી ગયો છે, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે 'અંગત હુમલામાં તેમની કોઇ દિલચસ્પી નથી અને હું એમ નથી કરતો''

મોદી સાથે મારે કોઇ લેવા-દેવા નથી

મોદી સાથે મારે કોઇ લેવા-દેવા નથી

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ''નરેન્દ્ર મોદી એક વ્યક્તિ છે. તેમના પોતાના મુદ્દા છે. મારે તેમની સાથે કોઇ લેવા-દેવા નથી. પરંતુ તે એક વિચારધારાની રજૂઆત કરે છે. આ વિચારધારા એક ભારતીયને બીજા ભારતીય સાથે લડાવે છે. દેશ માટે આ ખતરનાક છે. મારી આ વિચારધારા લડાઇ વિરૂદ્ધ છે.'' ભ્રષ્ટાચારના મુદ્દે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ એક 'વાસ્તવિકતા' છે પરંતુ તેના મુકાબલા માટે વાતો બંધ કરી એક સંસ્થાકીય માળખું તૈયાર કરી તેના વિરૂદ્ધ લડાઇ લડવાની જરૂરિયાત છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે યુપીએ સરકાર અને તે પોતે આરટીઆઇ, લોકપાલ, જમીન અધિગ્રહણ ખરડો તથા મનરેગાના માધ્યમથી આ દિશામાં કામ કરતા રહ્યાં છે.

કોંગ્રેસના ઘોષણાપત્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો

કોંગ્રેસના ઘોષણાપત્રમાં ભ્રષ્ટાચારનો મુદ્દો

આ મુદ્દે ભાજપ પર નિશાન સાધતાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેના ઘોષણાપત્રમાં ભ્રષ્ટાચાર પર વાત કરવામાં છે પરંતુ ''મને એક લાઇન લખાવી આપો જેમાં એ લખેલું હોય કે તે આના મુકાબલા માટે શું કરશે...વાતો કરવી અને કંઇક કરી બતાવવું અલગ વાત છે.''

રાહુલ ગાંધીએ કર્યો સ્વિકાર

રાહુલ ગાંધીએ કર્યો સ્વિકાર

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ''વાસ્તવિકતામાં ભ્રષ્ટાચાર સાથે મુકાબલો એક લાંબી લડાઇ છે. હું આ લડાઇ લડી રહ્યો છું અને લડતો રહીશ'' કોંગ્રેસ ઉપાધ્યક્ષે સ્વિકાર કર્યો કે મીડિયામાં પ્રચારના મુદ્દે કોંગ્રેસ ભાજપને ટક્કર આપી રહી નથી તે સાચું કામ કરવામાં વિશ્વાસ ધરાવે છે.

જો આપણે લડીશું તો વૃદ્ધિ અટકી જશે

જો આપણે લડીશું તો વૃદ્ધિ અટકી જશે

ભારતના ભવિષ્યને આશાવાદી ગણાવતાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે દેશની સારી પ્રગતિ થઇ રહી છે અને 'જો આપણે પ્રેમથી કામ કરીએ તો આપણે ચીનને પછાડી દઇશું. પરંતુ જો આપણે લડીશું તો વૃદ્ધિ અટકી જશે.'' નરેન્દ્ર મોદીને નિશાન લગાવતાં કોંગ્રેસ નેતાએ કહ્યું હતું કે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર કહે છે, ''બધા નિર્ણયોનું કામ તેમના પર છોડી દેવું જોઇએ તે 'ચોકીદાર'બનશે.'' તેની તુલના પોતાના મોડલ સાથે કરતાં રાહુલે 'પ્રાઇમરી' પ્રણાલીના માધ્યમથી ઉમેદવારોને પસંદ કરવાની પ્રક્રિયા વિશે જણાવ્યું.

રાહુલે કહ્યું લગ્ન 'કિસ્મતનો મામલો'

રાહુલે કહ્યું લગ્ન 'કિસ્મતનો મામલો'

રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં પ્રાઇમરી પ્રણાલી હેઠળ પસંદ કરવામાં આવેલા ઉમેદવારે તેમનું નામ પરત લઇ લીધું, તો તેમણે કહ્યું હતું કે એક ગરબડથી આખા વિચારને નકારી ન કાઢી શકાય. તેમણે કહ્યું કે અમેરિકા સિસ્ટમ પર આધારિત તેમના આ વિચારને કાર્યકર્તાઓમાં જોશ ભર દિધો છે. સમાજવાદી પાર્ટીના નેતાઓ દ્વારા અભદ્ર ભાષાના ઉપયોગ વિશે રાહુલ ગાંધીએ કહ્યું કે 'કોઇપણ પ્રકારનું ચરમપંથ ખતરનાક છે અને 'આપણે ઉત્તર પ્રદેશમાં સપા વિરૂદ્ધ લડી રહ્યાં છે.'' લગ્ન વિશે પૂછવામાં આવતાં રાહુલ ગાંધીએ કહ્યું કે તે 'સારી' છોકરી મળતાં લગ્ન કરી લેશે. તેમણે કહ્યું લગ્ન 'કિસ્મતનો મામલો' છે.

English summary
In a strong attack on Adani group perceived to be close to Narendra Modi, Rahul Gandhi said tonight that he had been given land equal to the size of Vadodara at throwaway prices and also the Gujarat coastline of the size of Mumbai coastline.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X