જુઓ : નરેન્દ્ર મોદીની બિનસાંપ્રદાયિક છબીનો આ રહ્યો પુરાવો

By Bhumishi
Google Oneindia Gujarati News

ગાંધીનગર, 5 એપ્રિલ : કોંગ્રેસના નેતાઓ હંમેશા નરેન્દ્ર મોદી પર આરોપ લગાવતા આવ્યા છે કે તેઓ બિનસાંપ્રદાયિક નેતા નથી. તેઓ હિન્દુત્વવાદી નેતા છે. પણ અહીં જુઓ આ છે નરેન્દ્ર મોદીની બિનસાંપ્રદાયિક છબી.

નરેન્દ્ર મોદી છેલ્લા પાંચ વર્ષથી પોતાની છબી બિનસાંપ્રદાયિક નેતા તરીકે બનાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે. આ દિશામાં તેમને સફળતા પણ મળી છે. આમ છતાં આ દિશામાં આગળ વધતા સમયે પણ તેઓ વિવાદમાં ઘેરાયા હતા. અમદાવાદમાં યોજાયેલા સદભાવના મિશન દરમિયાન તેમને મળવા આવેલા મુસ્લિમ બિરાદરો તરફથી ટોપી પહેરાવવાનો પ્રયાસ થયો હતો તે મુદ્દો ખુબ ચગ્યો હતો.

હવે સમય બદલાયો છે, નરેન્દ્ર મોદી બદલાયા છે, તેમની છબી પણ બદલાઇ છે. નરેન્દ્ર મોદીના વર્તમાનમાંથી ભૂતકાળ બાદ કરવામાં આવે તો નરેન્દ્ર મોદીની વર્તમાન ઇમેજ સેક્યુલર તરીકે ઉભરી આવી છે તેમાં બેમત નથી. ત્યારે કહેવાતા સેક્યુલરવાદીઓ ભૂતકાળને યાદ કરીને શા માટે બૂમરાણ મચાવતા રહે છે તે સ્પષ્ટ સમજી શકાય તેવી વાત છે. તેઓ નરેન્દ્ર મોદીના વિકાસમાં અવરોધ ઉભો કરવા માંગે છે. તેમની આંખો ખોલવા માટે આ જુઓ આ રહ્યા નરેન્દ્ર મોદીની બિનસાંપ્રદાયિક છબીના પુરાવા...

આ છે સેક્યુલર છબી

આ છે સેક્યુલર છબી


જો કે નરેન્દ્ર મોદીએ અત્યાર સુધીમાં અનેક ચૂંટણી સભાઓ ગજવી છે તેમાં તેમનો ડ્રેસ કોડ બદલાતો રહ્યો છે. ચૂંટણી આડે હવે બે દિવસ બાકી રહ્યા છે ત્યારે તેમની વેબસાઇટ પરની તસવીર તેંમની સેક્યુલર છબી બનાવવાના પ્રયાસનો પુરાવો છે. જુઓ આ તસવીર

કેસરી અને લીલા બંને રંગોને સ્થાન

કેસરી અને લીલા બંને રંગોને સ્થાન


આ છબીમાં નરેન્દ્ર મોદીએ માત્ર ભગવા રંગના વસ્ત્રો પહેરવાને બદલે લીલા રંગનો કુર્તો અને ભગવા રંગની કોટી પહેરી છે. લીલો રંગ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે અને ભગવો રંગ હિન્દુ સમાજનું પ્રતિનિધિત્વ કરે છે.

સભાના સ્ટેજ પર વિવિધ રંગો

સભાના સ્ટેજ પર વિવિધ રંગો


નરેન્દ્ર મોદીની છેલ્લી કેટલીક જાહેર ચૂંટણી સભાઓ માટે બનાવવામાં આવેલા સ્ટેજનો અભ્યાસ કરો તો નોંધી શકાય છે કે માત્ર કેસરી, લાલ અને ભૂરા રંગને બદલે હવે અન્ય રંગો જેવા કે લીલો, પીળો વગેરેનો પણ સમાવેશ કરવામાં આવી રહ્યો છે. જે દર્શાવે છે કે નરેન્દ્ર મોદીએ પોતાની છબી સેક્યુલર નેતાની બનાવી છે.

મુસ્લિમોનો પ્રેમ મેળવવામાં સફળતા

મુસ્લિમોનો પ્રેમ મેળવવામાં સફળતા


નરેન્દ્ર મોદીએ છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતના મુસ્લિમોનો પ્રેમ મેળવ્યો છે. ગુજરાતના મુસ્લિમો પોતાને નરેન્દ્ર મોદીના શાસનમાં પોતાને સલામત માને છે. નરેન્દ્ર મોદી આ સંદેશો અને આ સ્થિતિને સમગ્ર દેશમાં સમાન રીતે ફેલાવવા માંગે છે.

એક ભારત એક નેતા

એક ભારત એક નેતા


નરેન્દ્ર મોદી ભારતને ભાગલાવાદમાંથી મુક્ત કરીને એક બનાવવા માંગે છે. આ માટે તેઓ એક નેતાનું શાસન ઇચ્છે છે જેમના વિચારો નાગરિકોને ભારતની એકતાને વધારે દ્રઢ કરવા માટે પ્રેરણા આપી શકે. વર્તમાન સરકાર ભારતને વહેંચવા માંગે છે તેની સીધો પુરાવો સોનિયા ગાંધી અને દિલ્હીની જામા મસ્જિદના શાહી ઇમામ વચ્ચેની મુલાકાત બાદ ઇમામે કરેલી જાહેરાતની છે કે તેઓ કોંગ્રેસને સમર્થન આપી રહ્યા છે.

ગાંધીજીનું સ્વપ્ન થશે સાકાર

ગાંધીજીનું સ્વપ્ન થશે સાકાર


ગાંધીબાપુ ઇચ્છતા હતા કે દેશ એક તાંતણે બંધાઇ રહે, કોઇ ભેદભાવ ના રહે અને સૌનો સમાન વિકાસ થાય. જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે તો ગાંધીજીનું સર્વધર્મ સમભાવનું સપનું સાકાર થશે.

English summary
Congress leaders always make alligations on Narendra Modi that he is not a secular leader. He is only Hindutvawadi. But here is proof of Narendra Modi's secular image.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X