મોદી: હવે કોઇ પંજાને ભારતની તિજોરી પર નહીં પડવા દઉ

Posted By:
Subscribe to Oneindia News

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે હિમાચલ પ્રદેશમાં એક પછી એક ત્રણ રેલીઓ કરી. જ્યાં તેમણે કોંગ્રેસ તરફ ભારે આક્રોશ પણ વ્યક્ત કર્યો. કોંગ્રેસ પર હુમલો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે હિમાચલમાં કોંગ્રેસ મેદાન છોડીને ભાગી ગઇ છે. તેણે કહ્યું કે અપ્રામાણિકતાથી દેશને બચાવવા માટે જે કંઇક બનતું થશે તે હું કરીશ. તેમણે કહ્યું કે વિપક્ષીનું જ્યારે બધુ જ લૂંટાઇ ગયું તો તે મોદી પર હુમલો કરી રહ્યા છે. જીએસટીએ સુધારાનો રસ્તો ખોલ્યો છે. અને દેશે જીએસટીનું સ્વાગત કર્યું છે. જીએસટી માટે જે પણ બદલાવ જરૂરી હશે તે કરીશું. કાળા નાણાં પણ થનારી કાર્યવાહી અમે નહીં રોકીએ. જીએસટીના કારણે મધ્યમ વર્ગને ફાયદો થયો છે. અને અનેક આતંકવાદીઓને જેલમાં મોકલ્યા છે. રાજીવ ગાંધીને કોંગ્રેસ મિસ્ટર ક્લીન કહેતી હતી.

modi

તે જ્યારે બોફોર્સ કૌભાંડમાં ફસાયા ત્યારે જઇને તેમને મિસ્ટર ક્લિન કહેવાનું કોંગ્રેસે બંધ કર્યું. આ સરકાર દેશના તમામ લોકોને સાથે લઇને ભલાઇનું કામ કરી રહી છે. આ પ્રસંગે વધુમાં તેમણે કહ્યું કે અમે કોઇ પંજાને હિંદુસ્તાનની તિજોરી પર નહીં પડવા દઇએ. ગત 20 વર્ષોમાં તેવી એક ચૂંટણી નથી થઇ જ્યાં હિમાચલની ચૂંટણીથી મારો સીધો સંબંધ ના રહ્યો હોય. હવે કોઇ પંજો ગરીબના હકને નહીં છીણવી શકે. દેશની જનતા કોંગ્રેસને સમજી ચૂકી છે. સાથે જ તેમણે કહ્યું કે હિમાચલ પ્રદેશમાં ભાજપની આંધી ચાલી રહી છે. અને આવનારા સમયમાં ભાજપની જ અહીં જીત થશે. કોંગ્રેસ આ ચૂંટણીથી ક્યારેનીય ભાગી ચૂકી છે. ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશના ચૂંટણી પ્રચાર પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં પણ ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે.

English summary
Narendra Modi in Himachal Pradesh: Congress has run away from the battlefield, says PM in Una.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.