ભાજપના સંસદીય બોર્ડમાં નરેન્દ્ર મોદીનો સમાવોશ

modi
નવી દિલ્હી, 31 માર્ચ: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપના સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે. આ રીતે છ વર્ષ બાદ પાર્ટીની સૌથી શક્તિશાળી સમિતિમાં મોદીનો પુન:પ્રવેશ થયો છે. રાજનાથસિંહની નવી ટીમની જાહેરાત પણ કરી દેવામાં આવી છે. આ પ્રથમ તક છે જ્યાં ભાજપના સંસદીય બોર્ડમાં કોઇ મુખ્યમંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો હોય.

આગામી લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખીને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે પૂર્વ અધ્યક્ષ નિતિન ગડકરીની સાથે મળીને ગઇકાલે રાત્રે પોતાની ટીમને અંતિમ ઓપ આપી દીધો. ટીમની ઔપચારીક જાહેરાત શનિવારે મોડીરાત્રે થવાની હતી, પરંતુ કેટલાક નામો પર સહમતિ નહી બનતા ટીમની જાહેરાત રવિવાર સુધી ટાળી દેવામાં આવી હતી.

વરૂણ ગાંધીને પાર્ટીમાં મહાસચિવ બનાવવામાં આવ્યા છે. ઉમા ભારતી અને પ્રભાત ઝાને પાર્ટી ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેમજ મોદીના ખાસ અને ગુજરાતના પૂર્વ ગૃહરાજ્યમંત્રી અમિત શાહને પણ મહાસચિવ બનાવવામાં આવ્યા છે.

જોકે સંસદીય બોર્ડમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના નામનો સમાવેશ કરવાનું તો પહેલા જ નક્કી હતું. પેંચ કાર્યકારીણીમાં કેટલાક નામોનો સમાવેશ કરવાની વાત અટકેલી છે.

રાજનાથ સિંહની નવી ટીમ:

સંસદીય બોર્ડ: રાજનાથ સિંહ, અટલ બિહારી વાજપેયી, લાલકૃષ્ણ આડવાણી, મૂરલી મનોહર જોશી, વૈંકૈયા નાયડૂ, નિતિન ગડકરી, સુષશમાં સ્વારાજ, જરૂણ જેટલી, રામલાલ, અનંત કુમાર, થાવર ચંદ ગેહલોત અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહાસચિવ: રામલાલ, વરૂણ ગાંધી, રાજીવ પ્રતાપ રૂડી, જેપી નાડ્ડા, મુરલીધર રાવ, તાપિર ગાંવ, ધર્મેન્દ્ર પ્રધાન, થાવર ચંદ ગહેલોત, અનંત કુમાર તેમજ ગુજરાતના પૂર્વ ગૃહ રાજ્ય મંત્રી અમિત શાહનો પણ સમાવેશ થાય છે.

ઉપાધ્યક્ષ: ઉમા ભારતી, સદાનંદ ગૌડા, બલબીર પુંજ, સીપી ઠાકુર, એસએસ અહલુવાલિયા, પ્રભાત ઝા, કિરણ મહેશ્વરી, મુખ્તાર અબ્બાસ નકવી, જુએલ ઉરાંવ, સતપાલ મલિક, બિજોય ચક્રવર્તી લક્ષ્મી ચાવલા અને સ્મૃતિ ઈરાનીને પાર્ટીમાં ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

સચિવ: શ્યામ જાજૂ, ભૂપેન્દ્ર યાદવ, કૃષ્ણા દાસ, ડો. અનિલ જૈન, વિનોદ પાંડેય, ત્રિવેન્દ્ર રાવત, રામેશ્વર ચૌરસિયા, આરતી મેહરા, રેણુ કુશવાહા, સુધા યાદવ, સુધા મલૈયા, પૂનમ મહાજન, લૂઇસ મરાંડી, તમિલ એસાઇ, વાણી ત્રિપાઠીને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે.

મોર્ચાઓના અધ્યક્ષ: મહિલા મોર્ચા- સરોજ પાંડેય, યુવા મોર્ચા- અનુરાગ ઠાકુર, એસપી મોર્ચા- ફગ્ગન સિંહ કુલસ્તે, લઘુમતિ મોર્ચો- અબ્દિલ રાશિદ, ખેડૂત મોર્ચો-ઓમપ્રકાશ ધનાકર.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X