• search

રાજકારણની પાઠશાળામાં નરેન્દ્ર મોદી છે હોંશિયાર વિદ્યાર્થી!

By Bhumishi

ભાજપના અગ્રણી નેતા, ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી રાજકારણની પાઠશાળાના હોંશિયાર વિદ્યાર્થી છે. તેઓ દુનિયાભરમાંથી નવા પાઠ ભણે છે અને તાત્કાલિક પોતાની અનોખી શૈલીમાં તેને પોતાને લાભ થાય તે રીતે અમલમાં મૂકે છે. આ પ્રક્રિયા તેઓ સક્રિય રાજકારણમાં આવ્યા ત્યારથી નહીં પરંતુ કિશોરાવસ્થાથી શીખતા આવ્યા છે.

આ પ્રક્રિયામાં તેમણે કઇ બાબતો શીખી છે અને અમલમાં મૂકી છે તે જાણવાથી ખ્યાલ આવી શકે છે કે વર્તમાન સમયમાં નરેન્દ્ર મોદીનું જે આકર્ષક વ્યક્તિત્વ છે, રાજકારણમાં તેમની જે હોંશિયારી છે તેમાં આ બાબતો કેટલી મહત્વપૂર્ણ બની રહી છે.

નરેન્દ્ર મોદીની આ હોંશિયારી ભારતના રાજકારણમાં નવા આવેલા અનેક રાજકારણીઓ માટે પણ પ્રેરણાદાયી છે. તેઓ આ પાઠ ભણશે તો ચોક્કસ રાજકારણમાં એક સારા પદ સુધી પહોંચી શકે છે. લોકસભા ચૂંટણી 2014માં રાજકારણના હોંશિયાર વિદ્યાર્થી અત્યાર સુધીની સૌથી મોટી પરીક્ષા આપવા જઇ રહ્યા છે ત્યારે તેમના ચાહકો અને સમર્થકો ઇચ્છે છે કે 'ચાહે કુછ ભી હો યાર, અબ કી બાર મોદી સરકાર'. ત્યારે હોંશિયાર વિદ્યાર્થી કયા ગુણ ધરાવે છે તે જાણીએ...

આકર્ષક વ્યક્તિત્વ

આકર્ષક વ્યક્તિત્વ

નરેન્દ્ર મોદીનું આકર્ષક વ્યક્તિત્વ તેમના બાળપણમાં થયેલા ઉછેરને આભારી છે. નરેન્દ્ર મોદી બાળપણથી જે નેતૃત્વના ગુણ ધરાવતા હતા. શાળાભ્યાસ દરમિયાન તેને વિકસાવવાની તક મળી. આગેવાની માટે શું જરૂરી છે તેની સમજ તેમને બાળપણથી જ મળી અને તેના આધારે તેમણે પોતાના વ્યક્તિત્વનો વિકાસ કર્યો. આજે રાજકારણમાં દેશના અગ્રણી નેતાઓની યાદી બનાવવામાં આવે તો નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વની તોલે કોઇ આવી શકે તેમ નથી. આથી PM ઉમેદવાર તરીકે તેઓ સૌથી વધારે લોકોને આકર્ષવામાં સફળ બન્યા છે.

પ્રભાવશાળી વક્તા

પ્રભાવશાળી વક્તા

આકર્ષક વ્યક્તિત્વ તો બાળપણથી જ હતું. પ્રભાવશાળી વક્તા બનવાની તાલીમ તેમને સંઘના પ્રચારક હતા તે સમયે મળી. તેઓ પ્રચાર દરમિયાન ભાષણો આપતા. આ કારણે ભાષણ કે વક્તવ્ય દરમિયાન કેવી રીતે બોલવું, કેવા અને કયા શબ્દો પર ભાર આપવાથી ભાષણ સાંભળવાની મજા આવે છે તે બાબતનો સારો અભ્યાસ તેમને થયો. આ કારણે આજે ચૂંટણી સભામાં તેમને સાંભળવા લોકોની ભીડ જામતી હોય છે. તેઓ તેમની વાત સ્પષ્ટ રીતે લોકો સુધી પહોંચાડી શકે છે.

સુવ્યવસ્થિત વસ્ત્રશૈલી

સુવ્યવસ્થિત વસ્ત્રશૈલી

નરેન્દ્ર મોદી નાનપણથી જ સ્વચ્છ, સુવ્યવસ્થિત અને ઇસ્ત્રીવાળા કપડાં પહેરવાના આગ્રહી છે. તેઓ ઇસ્ત્રીની સગવડ ન હતી ત્યારે લોટામાં કોલસા નાખીને વસ્ત્રોને ઇસ્ત્રી કરતા અને પહેરતા. આ કારણે તેઓ અન્યોની સરખામણીમાં પ્રભાવશાળી દેખાતા હતા. આજે પણ કોર્પોરેટ ક્ષેત્રની વ્યક્તિઓ હોય, કોઇ મોટી કોન્ફરન્સ હોય કે ચૂંટણી પ્રચાર હોય, તેઓ પ્રસંગને અનુરૂપ વસ્ત્રો પહેરે છે.

બેલેન્સ્ડ બોડી લેન્ગ્વેજ

બેલેન્સ્ડ બોડી લેન્ગ્વેજ

નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે કે જાહેર જીવનમાં રહેલી કોઇ પણ વ્યક્તિની બોડી લેન્ગ્વેજ ખાસ મહત્વની છે. આ કારણે તેઓ પોતાની બોડી લેન્ગ્વેજનું સંતુલન જાળવી રાખે છે. જ્યાં જેવી બોડી લેન્ગ્વેજની જરૂર હોય તે પ્રમાણે તેઓ પોતાનું વર્તન રાખે છે. જેના કારણે વિવાદોથી બચવામાં તેમને મદદ મળે છે.

સ્પષ્ટ લક્ષ્ય

સ્પષ્ટ લક્ષ્ય

નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે કે તેમને શું જોઇએ છે. તેમના લક્ષ્ય ખૂબ જ સ્પષ્ટ હોય છે. આ કારણે તે લક્ષ્ય સુધી પહોંચવામાં તેમને કયો માર્ગ સૌથી સરળ રહે છે તેની પસંદગી સરળ રીતે કરી શકે છે. આ કારણે તેઓ એક સફળ રાજકારણી બની શક્યા છે.

વિચારોમાં નવીનતા

વિચારોમાં નવીનતા

નરેન્દ્ર મોદી અન્ય નેતાઓની જેમ ખૂબ પ્રવાસ કરે છે. આ પ્રવાસ દરમિયાન નવી વસ્તુઓની નોંધ તેઓ લેતા રહે છે. નવી વસ્તુઓ કેવી રીતે થાય છે કામ કરે છે તેની નોંધ પણ તેઓ રાખતા રહે છે. તેના પરિણામે તેમના વિચારોમાં સતત નવીનતા રહે છે. કોઇપણ નવી બાબત ગુજરાત કે દેશમાં કેવી રીતે અમલમાં મૂકી શકાય તે અંગે તેઓ વિચારતા રહે છે.

હોમવર્કના આગ્રહી

હોમવર્કના આગ્રહી

નરેન્દ્ર મોદી જે કાર્યક્રમ કે સ્થળની મુલાકાત લેવાના હોય તે અંગેનો અભ્યાસ એટલે કે હોમવર્ક કરવાના આગ્રહી છે. તમામ વિગતો મેળવી લેવાથી તેમને જનસંપર્ક કરવામાં અને લોકો સુધી પહોંચવામાં સરળતા રહે છે. સ્થાનિક મુદ્દાઓ અંગે મુક્ત રીતે વાત કરી શકે છે.

વિશ્વભરની હલચલ પર નજર

વિશ્વભરની હલચલ પર નજર

સ્થાનિક મુદ્દાઓ, પ્રાદેશિક મુદ્દાઓની સાથે વિશ્વભરમાં ચાલી રહેલી હલચલ પર તેઓ નજર રાખે છે. સમયાંતરે તે અંગે પોતાની ટ્વિટમાં તેઓ લખતા રહે છે. એક સારા રાજકારણીના ગુણમાં આ બાબત મહત્વની બને છે.

લોકો સાથે સતત સંપર્ક

લોકો સાથે સતત સંપર્ક

મોદી જ્યાં પણ જાય છે ત્યાં નેતાઓ અને અન્યોને મળવાની સાથે લોકસંપર્કનો આગ્રહ રાખે છે. લોકોના મુદ્દા આગળ લઇ જવાનો તેઓ પ્રયત્ન કરે છે જેથી તેનો ઉકેલ લાવી શકાય. આ કારણે લોકોનો વિશ્વાસ સરળતાથી તેઓ જીતી લેતા હોય છે.

મીડિયાના ઉપયોગની સમજ

મીડિયાના ઉપયોગની સમજ

વર્તમાન સમયમાં મીડિયા કેટલું મહત્વનું છે તે નરેન્દ્ર મોદી સારી રીતે જાણે છે. આ કારણે કયા મુદ્દાને મીડિયામાં કઇ રીતે લઇ જવો અને ઉઠાવવો તે સારી રીતે જાણે છે. મીડિયાના ઉપયોગની સમજે તેમને રાષ્ટ્રીય ઓળખ અને લોકપ્રિયતા બનાવવામાં મદદ કરી છે.

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ

તેઓ વિશ્વભરના નેતાઓ કેવી રીતે લોકપ્રિય બન્યા છે, લોકો સુધી પહોંચી શક્યા છે અને તેમાં ટેકનોલોજીનો ઉપયોગ કેવી રીતે કર્યો છે તેનો ઘણો અભ્યાસ નરેન્દ્ર મોદીએ કર્યો છે. આ અભ્યાસના પરિણામે તેઓ પોતે ભારતમાં ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરતા નેતા બન્યા છે. તેનું સૌથી મોટું ઉદાહરણ તેમની 3D સભાઓ છે.

રાજકારણની રમતના દાવપેચ

રાજકારણની રમતના દાવપેચ

રાજકારણમાં રહીને તેઓ રાજકારણમાં ટકવા અને લાંબી પારી રમવા માટે કેવા દાવપેચ અપવાનના પડે છે તે સારી રીતે શીખી ગયા છે. તેઓ સામ, દામ, દંડ અને ભેદનો ઉપયોગ કરવામાં ખૂબ હોંશિયાર છે. જેના કારણે રાજકીય અવરોધ કે રાજકીય પ્રતિસ્પર્ધીને રસ્તામાંથી સરળતાથી દૂર કરીને આગળ વધી શકે છે.

નવા નિશાળિયાઓ મોદી પાસેથી શીખે

નવા નિશાળિયાઓ મોદી પાસેથી શીખે

ભારતીય રાજકારણમાં અનેક નવા નિશાળિયાઓ છે, જેમણે નરેન્દ્ર મોદી પાસેથી આ ગુણો શીખી લેવાની જરૂર છે. જેમાં કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી, આપના અરવિંદ કેજરીવાલ સહિતના નેતાઓનો સમાવેશ થાય છે.

અબ કી બાર મોદી સરકાર

અબ કી બાર મોદી સરકાર

રાજકારણની પાઠશાળાના હોંશિયાર વિદ્યાર્થી તરીકે નરેન્દ્ર મોદી લોકસભા ચૂંટણી 2014માં સૌથી મોટી પરીક્ષા આપવા જઇ રહ્યા છે. તેઓ આ પરીક્ષામાં અવ્વલ નંબરથી પાસ થશે તેવી આશા તેમના ચાહકો અને સમર્થકો રાખી રહ્યા છે. આ કારણે તેઓ કહી રહ્યા છે... ચાહે કુછ ભી હો યાર, અબ કી બાર મોદી સરકાર.

English summary
Narendra Modi is intelligent student in school of politics. He is constantly learn new lessons from all over the world and instantly apply them with unique style in favour of him.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more