ફેસબુક પર બચ્ચન કરતા પણ વધુ લોકપ્રિય છે મોદી

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 30 જાન્યુઆરીઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી હાલના સમયે દેશના સૌથી લોકપ્રિય નેતા બની ગયા છે. જે રીતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી લોકપ્રિય અભિનેતાઓમાં અમિતાભ બચ્ચન સૌથી ઉપર છે, પરંતુ બચ્ચન અને મોદની સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર લોકપ્રિયતાની વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીએ અમિતાભ બચ્ચનને પછાડ્યા છે. નરેન્દ્ર મોદીના ઓફિસિયલ ફેસબુક પેજને 9,267,117 લાઇક્સ અને 1,313,474 લોકો એક સાથે મોદી અંગે વાતો કરી રહ્યાં છે. બીજી તરફ અમિતાભ બચ્ચનના ઓફિસિયલ પેજની લાઇક્સ 9,241,977 છે.

આ ઉપરાંત મોદીની તુલનામાં માત્ર 629,905 લોકો એક સાથે અમિતાભ બચ્ચન અંગે વાતો કરે છે. સૌથી મહત્વની વાત એ છે કે મોદી ભારતના પહેલા એકમાત્ર નેતા છે, જે ગુગલ પ્લસનો પ્રયોગ કરે છે. તેમાં જે આંકડા સામે આવ્યા છે, તેને જોઇને હવે એ અંદાજો લગાવવો સહેલો થઇ જાય છે કે, નરેન્દ્ર મોદી કેટલા લોકપ્રિય નેતા છે. જી હાં, સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો સોશિયલ નેટવર્કિંગની દુનિયામાં નરેન્દ્ર મોદી બૉલીવુડ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન કરતા ઘણા વધુ લોકપ્રિય છે.

ભારતીય જનતા પાર્ટી એ વાતનો દાવો પણ કરે છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ પર મોદીથી વધુ લોકપ્રિય નેતા અન્ય કોઇ નથી. જો ટ્વિટરની વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદીના 3.3 મિલિયન ફોલોઅર્સ છે અને અમિતાભ બચ્ચન પાસે 7.88 મિલિયન ફોલોઅર્સ છે, પરંતુ મોદી દેશના એકમાત્ર નેતા છે, જેમને ટ્વિટર પર સૌથી વધુ ફોલો કરવામાં આવે છે. મોદી પછી 2.0 મિલિયન સાથે કોંગ્રેસ નેતા શશિ થરૂર બીજા નંબર છે. તમને જણાવી દઇએ કે મોદીએ ફેસબુક અને ટ્વિટર પર વર્ષ 2009માં એકાઉન્ટ બનાવ્યું હતું.

નરેન્દ્ર મોદીનું ઓફિશિયલ ફેસબુક

નરેન્દ્ર મોદીનું ઓફિશિયલ ફેસબુક

નરેન્દ્ર મોદીના ઓફિસિયલ ફેસબુક પેજને 9,267,117 લાઇક્સ અને 1,313,474 લોકો એક સાથે મોદી અંગે વાતો કરી રહ્યાં છે. બીજી તરફ અમિતાભ બચ્ચનના ઓફિસિયલ પેજની લાઇક્સ 9,241,977 છે.

બંગાળમાં મોદી ઇફેક્ટ

પશ્ચિમ બંગાળમાં નરેન્દ્ર મોદીનો પ્રભાવ ઝડપથી વધી રહ્યો છે.

શેરીઓમાં મોદીની લહેર

નરેન્દ્ર મોદીની લહેર કાર્યકર્તાઓના માધ્યમથી ઘર ઘર સુધી પહોંચી રહી છે.

ઇન્ટરનેટમાં મોદીની ફોલોઅર્સ વધી રહ્યાં છે

ઇન્ટરનેટ પર મોદીના ફોલોઅર્સ ઝડપથી વધી રહ્યાં છે. આ યુદ્ધ એફબીની સાથે ટ્વિટર પર પણ છેડાઇ ગયું છે.

ગુજરાતની વિકાસ ગાથા

ઇન્ટરનેટ પર ગુજરાતની વિકાસગાથા જોરશોરથી ગાવામાં આવી રહી છે.

English summary
The BJP's prime ministerial candidate and Gujarat Chief Minister Narendra Modi has become the most popular politician of India, in the recent times.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.