2018નો શુભ સંકલ્પ, દુઃખ ભૂલો, સુખ ભૂલવા ન દો: PM

Written By:
Subscribe to Oneindia News

26 નવેમ્બર અને રવિવારે પીએમ મોદી ફરી એકવાર 'મન કી બાત' કાર્યક્રમનું સંબોધન કરનાર છે. આ કાર્યક્રમ માટે તેમણે શનિવારે જ લોકો પાસે સૂચનો માંગ્યા હતા. આ વખતનો 'મન કી બાત' કાર્યક્રમ ખાસ કરીને મહત્વપૂર્ણ છે, કારણ કે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાનો આ છેલ્લો કાર્યક્રમ છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન માટે આ ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ છે. આથી જ ભાજપના સ્ટાર પ્રચારકો વિવિધ વિસ્તારોમાં જઇ જનતા તથા ભાજપના કાર્યકરો સાથે 'મન કી બાત' કાર્યક્રમ સાંભળનાર છે.

narendra modi

પીએમ મોદીના 'મન કી બાત' કાર્યક્રમના મુખ્ય મુદ્દાઓ વાંચો અહીં...

 • 2018માં શુભનું સ્મરણ કરતા, શુભનો સંકલ્પ કરતા પગલુ મુકીએ. તમે સૌ સારી, હકારાત્મક વાતો, જે તમે વાંચી, સાંભળી કે અનુભવ કરી હોય એ શેર કરો, ફોટો, વાર્તા કે વીડિયોના રૂપમાં. જેનાથી અન્યોને પણ પ્રેરણા મળે. આ રીતે 2018નો એક શુભ પ્રારંભ થશે. નરેન્દ્ર મોદી એપ પર કે સોશ્યલ મીડિયા પર #PositiveIndia સાથે શેર કરો. આપણે મળીને આની હકારાત્મક અસર જોઇ શકીશું. દુઃખને ભૂલો, સુખને ભૂલવા ન દો.
 • ઇદની પણ પાઠવી શુભકામનાઓ
 • દેશના દિવ્યાંગ લોકો પણ કોઇ પણ અભિયાનમાં પાછા નથી પડતા. રમત વિશ્વમાં પણ તેઓ દેશનું ગૌરવ વધારી રહ્યાં છે. એવા જ એક છે, ગુજરાતના જીગર ઠક્કર. 19 વર્ષીય જીગરે, જેના શરીરમાં 80 ટકા માંસપેશીઓ નથી, તેઓ સ્વિમિંગની પેરા કોમ્પિટિશનમાં તે ગોલ્ડ મેડલ જીતી ચૂક્યા છે. હું જીગરની મહેનત અને સાહસને સલામ કરું છું.
 • આપણા ખેડૂતો પણ સમજ્યા છે કે, પાકની ચિંતા કરવા માટે પહેલા ધરતી માતાની ચિંતા કરવી જરૂરી છે. ખેડૂત ધરતીનો પુત્ર છે, એ માતાને બીમાર કઇ રીતે જોઇ શકે? સમયની માંગ છે, માતા-પુત્રના સંબંધોને ફરી જાગૃત કરવામાં આવે. જરૂર કરતા વધુ યુરિયાના ઉપયોગથી ધરતી માતાને નુકસાન પહોંચે છે. વર્ષ 2022 સુધીમાં યુરિયાનો ઉપયોગ અડધો કરવાનો સંકલ્પ લઇએ.
 • પૃથ્વીનું મહત્વપૂર્ણ તત્વ છે, માટી. આપણે જે કંઇ ખાઇએ છીએ, એ માટી સાથે જોડાયેલું છે. માટી વગર મનાવજીવન સંભવ જ નથી. ખેડૂતોના જીવનમાં માટીની ભક્તિ અને વૈજ્ઞાનિક રીતે માટીની જાળવણી એ બે મહત્વની વસ્તુઓ છે.
 • 7 ડિસેમ્બરે આર્મ ફોર્સિસ ફ્લેગ ડે, આ વખતે રક્ષા મંત્રાલયે 1થી 7 ડિસેમ્બર દરમિયાન ઉજવણીનું આયોજન કર્યું છે.
 • 4 ડિસેમ્બરે ભારતીય નેવી દિવસ છે. દરેક સંસ્કૃતિનો જન્મ નદી કિનારે જ થયો છે. ચૌલ નેવીમાં મહિલાઓનું પણ મોટું યોગદાન રહ્યું છે. નૌસેનાની વાત આવે ત્યારે છત્રપતિ શિવાજી અને તેમના સમર્થકોને કોણ ભૂલી શકે છે?
 • આજની ભારતીય નૌસેનાએ અનેક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વિવાદોમાં પોતાની ગૌરવપૂર્ણ ભૂમિકા નિભાવી છે.
 • ભારત ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર, ગુરૂ નાનક, મહાત્મા ગાંધીની ભૂમિ છે, આપણે અહિંસામાં વિશ્વાસ કરીએ છીએ.
 • ભારત છેલ્લા 40 વર્ષથી આતંકવાદ સામે લડી રહ્યું છે. પહેલા દુનિયાના લોકો આતંકવાદને ગંભીરતાથી નહોતા લેતા. આજે દુનિયાની ઘણી સરકારો આતંકવાદને મોટા પડકારરૂપે લઇ રહી છે. આતંકવાદે માનવતાવાદને પડકાર આપ્યો. વિશ્વાૃની તમામ માનવતાવાદી શક્તિઓએ એક થઇ આતંકવાદને હાર આપવી પડશે. આતંકવાદ અને ઉગ્રવાદ દેશની શાંતિને છિન્ન-ભિન્ન કરે છે.
 • પરંતુ 9 વર્ષ પહેલા 9-11ના દિવસે આતંકીઓએ દેશ પર કરેલ હુમલો આ દેશ કઇ રીતે ભૂલી શકે? આ દિવસે જેમના જીવ ગયા, આતંકવાદ સામે લડવામાં જે હોમાયા તેમને દેશ આજે નમન કરે છે.
 • 15 ડિસેમ્બર રોજ સરદાર પટેલની પુણ્યતિથિ છે, તેઓ પણ બંધારણ સભાના સભ્ય હતા
 • 26 નવેમ્બર બંધારણ દિવસ, આ જ દિવસે બંધારણ માન્ય રાખવામાં આવ્યું
 • બંધારણ ખૂબ વ્યપક છે, આદિવાસી, ગરીબ દરેક જ્ઞાતિના લોકોની આ બંધારણ રક્ષા કરે છે
 • બંધારણ દિવસ નિમિત્તે બાબાસાહેબ આંબેડકર યાદ આવે એ સ્વાભાવિક છે, આજે ભારતના જે બંધારણના નિર્માણનો આપણને ગર્વ છે, એમાં આંબેડકરજીનો ખૂબ મોટો ફાળો છે.
 • કર્ણાટકના એ સમચાાર પત્રએ શાળાના નાના બાળકોને અપીલ કરી હતી કે તેઓ પીએમને પત્ર લખે અને એમાંના કેટલાક પસંદગીના પત્રો તેમણે છાપ્યા, જે મેં વાંચ્યા. નાના બાળકોને પણ દેશની વર્તમાન સમસ્યાઓ અંગે આટલી જાણકારી છે, એ જાણીને સારું લાગ્યું.
English summary
Prime Minister Narendra Modi will share his thoughts on a number of themes and issues in his 37th edition of Mann Ki Baat. પીએમ નરેન્દ્ર મોદીના મન કી બાત રેડિયો કાર્યક્રમની 37મી આવૃત્તિ. વાંચો મહત્વના મુદ્દાઓ

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.