મોદી-જેટલી મીટિંગ: સરકારને થઇ જીડીપીની ચિંતા

Posted By:
Subscribe to Oneindia News

અર્થવ્યવસ્થામાં થઇ રહેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાણાં પ્રધાન અરુણ જેટલી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરશે. મંગળવારે થનારી આ મીટિંગમાં આ સ્થિતિનો સામનો કરવા આવનારા દિવસોમાં સરકાર કેવા પગલાં લેશે તે પર ચર્ચા કરવામાં આવશે. જેથી અર્થવ્યવસ્થામાં તેજી લાવી શકાય. કેટલાક અધિકારીઓ પાસેથી જાણવા મળ્યું છે કે આ નાણાંકીય વર્ષમાં જીડીપી ગ્રોથના આંકડા જે રીતે આવી રહ્યા છે તે ખરેખરમાં ચિંતાજનક છે.

modi and jetaly

તમને જણાવી દઇએ કે એપ્રિલ-જૂન 2017માં ભારતીય અર્થવ્યવસ્થામાં જીડીપી ગ્રોથ 5.7 ટકા રહ્યો હતો. જ્યારે એપ્રિલ-જૂન 2016ની ત્રિમાસિકમાં ભારતીય અર્થવ્યવસ્થાનો જીડીપી ગ્રોથ 7.9 હતો. આ સિવાય જાન્યુઆરી-માર્ચમાં જીડીપી ગ્રોથ 6.1 ટકા હતો. આ વર્ષે પહેલા જ ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ ઘટીને 5.7 ટકા થઇ ગયો છે. જે ગત ત્રણ વર્ષોમાં સૌથી ઓછો છે. માનવામાં આવે છે કે આ માટે નોટબંધી મોટા પ્રમાણમાં જવાબદાર છે.

English summary
Narendra Modi meeting with finance minister Arun Jaitley over slowdown in economy.
Please Wait while comments are loading...