PM બનવાથી માત્ર 13 પગલાં દૂર છે નરેન્દ્ર મોદી
નવી દિલ્હી, 6 એપ્રિલ: નરેન્દ્ર મોદીના નતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી આ વખતે સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરી શકે છે. ઓપિનિયન પોલથી આશા લગાવવામાં આવી રહી છે કે 16મી લોકસભામાં 214 બેઠકોની સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી શકે છે. એનડીટીવી અને હંસા રિસર્ચ ગ્રુપ ઓપિનિયન પોલ અનુસાર ભાજપને આ લોકસભા ચૂંટણીમાં 2009ના મુકાબલે ભારે બઢત મળી શકે છે.
તાજા સર્વે અનુસાર ભાજપના નેતૃત્વવાળા એનડીએને 259 બેઠકો મળી શકે છે, જોકે સાધારણ 272થી માત્ર 13 બેઠકો ઓછી છે. આવામાં કહેવામાં આવે છે કે મોદી વડાપ્રધાન બનવાથી માત્ર 13 પગલા જ દૂર છે. જ્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ 104 બેઠકો પર સમેટાઇ શકે છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં ચૂંટણી લડી રહેલી કોંગ્રેસને મોટો ઝટકો લાગી શકે છે.

અટલ બિહારી વાજપેઇના નેતૃત્વમાં ભાજપનું 1999માં 182 બેઠકો પર જીત અત્યાર સુધીનું સૌથી સારું પ્રદર્શન હતું. ભાજપને ઉત્તર પ્રદેશમાં બંપર સફળતા મળવાનું અનુમાન છે. 80 લોકસભા બેઠકોવાળા ઉત્તર પ્રદેશમાં ભાજપ 53 બેઠકો પર ભગવો લહેરાવી શકે છે.












Click it and Unblock the Notifications
