For Quick Alerts
For Daily Alerts
મોદી સામે વ્હાઇટ હાઉસની ફીકી પડી ચમક
નવી દિલ્હી, 26 જૂનઃ મે મહિનામાં ભારે બહુમતિ સાથે જીત હાંસલ કરીને દેશની સત્તા પર આવેલા ભારતના નવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકોની સંખ્યામાં ઉત્તોતર વધારો થઇ રહ્યો છે. સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર તેમના ફોલોઅર્સની સંખ્યા 49 લાખ કરતા વધારે થઇ ગઇ છે. ટ્વિટરમાં જાણે કે વ્હાઇટ હાઉસની ચમક ફીકી કરતા હોય તેમ મોદીએ ફોલોઅર્સના મામલે વ્હાઇટ હાઉસની લોકપ્રિયતાને માત આપી દીધી છે.
ટ્વિટર પર મોદીના ફોલોઅર્સની સંખ્યા 4,981,570ને પાર કરી ચૂકી છે, જ્યારે વ્હાઇટ હાઉસના ફોલોઅર્સની સંખ્યા 4,979,700ની આસપાસ છે. આ સાથે જ મોદી માઇક્રોબ્લોગિંગ સાઇટ પર ફોલોઅર્સની સંખ્યાના મામલે વૈશ્વિક નેતાઓમાં ચોથા સ્થાન પર આવી ગયા છે.વૈશ્વિક જનસંપર્ક અને સંચાર કંપની બર્સન માર્સટેલરના અધ્યયન અનુસાર અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાના ટ્વિટર પર સૌથી વધારે ફોલોઅર્સ છે. ત્યારબાદ પોપ ફ્રાન્સિસ, ઇન્ડોનેશિયન રાષ્ટ્રપતિ સુસીલો બૈમ્બૈંગ યુદ્ધોયોનો, નરેન્દ્ર મોદી અને વ્હાઇટ હાઉસનો નંબર આવે છે.