ઝજ્જર, 7 એપ્રિલ: હરિયાણામાં રેલીને સંબોધિત કરતાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસને આડે હાથ લેતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર હાથ પર હાથ ધરીને બેઠી છે અને નકલી નોટોથી લોકતંત્ર ખોખલું થતું જાય છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આ ચૂંટણીમાં કોંગ્રેસનું કોઇ જગ્યાએ ખાતું ખુલશે નહી.તેમાંથી એક હરિયાણા હશે. કેન્દ્ર સરકાર નવયુવાનોને બરબાદ થતા જોઇ રહી છે.
તેમણે કહ્યું કે 'કોંગ્રેસે 60 વર્ષોથી ગુસ્સાનું રાજકારણ કર્યું છે અને હવે અમને શાંતિના પાઠ ભણાવી રહી છે. હવે તેમણે આ ચૂંટણીમાં જનતા ગુસ્સો બતાવશે. છેવટે કોંગ્રેસના નેતા એ કેમ નથી બતાવી રહ્યાં કે તેમણે લોકો માટે શું કર્યું છે. આ તેમની જવાબદારે છે કે તે બતાવે.
કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધતાં તેમણે કહ્યું હતું કે 'શહજાદેએ કહ્યું હતું કે હરિયાણા સરકારની જમીન સંબંધી નીતિઓ ઘણી સારી છે કારણ કે આ ગરીબોને અમીર બનીવે છે, પરંતુ શહેજાદા એ જણાવશે કે હરિયાણા સરકારની આ નીતિઓનો ફાયદો કોને મળ્યો? ફક્ત ત્રણ મહિનામાં તમારા બનેવી (રોબર્ટ વાઢેરા)એ કરોડો કમાયા. ખેડૂતોના જીવન બરબાદ થઇ ગયું અને તમારા સંબંધીઓએ રાતોરાત કરોડો રૂપિયાના પોતાના ખિસ્સામાં મુકી દિધા.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે 'દિલ્હીની નજીક હોવાછતાં હરિયાણાના યુવાનોને નોકરી મળી રહી નથી. સરકાર આપણા દેશને ચૂપચાપ લુટાવે છે. આ વખતે દેશમાં કોંગ્રેસનો સફાયો થઇ જશે.
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસ યુપીમાંથી 10 સીટો પણ પ્રાપ્ત કરી શકશે નહી. નરેન્દ્ર મોદીની રેલી ઝજ્જરથી ચૂંટણી લડી રહેલા ભાજપના નબળા ઉમેદવાર ઓમપ્રકાશ ઘનખડ માટે રામબાણ સાબિત થઇ શકે છે. રેલીની તૈઆરીઓને ભાજપના કેન્દ્રિય તથા રાજ્ય કમિટીના સભ્યોએ સ્વંય ઘટનાસ્થળ પર રહીને મોરચો સંભાળ્યો તો બીજી તરફ સુરક્ષા લઇને ગુજરાત પોલીસના ડીઆઇજી એક દિવસ પહેલાં જ ઝજ્જર જિલ્લાના પ્રવાસ પર આલાકમાનને સ્થિતી અંગે માહિતગાર કર્યા.
રેલી દરમિયાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે કડક વ્યવસ્થા કરવામાં આવી. સુરક્ષા વ્યવસ્થા ત્રણ લેવલની હતી. તેના માટે હરિયાણા પોલીસ દ્વારા 3 એસપી, એક એડિશનલ એસપી, 10 ડીએસપી નિમવામાં આવ્યા છે જે અલગ-અલગ સેક્ટરોમાં તૈનાત કરવામાં આવ્યા હતા. સૌથી પહેલાં એનએસજી કમાન્ડો મોદીના સુરક્ષા કવચ પુરી પાડી રહ્યાં હતા. ત્યારબા બીજા નંબર પર ગુજરાત પોલીસનો ઘેરો હતો અને અંતિમ ઘેરામાં ઝજ્જર જિલ્લા પોલીસ સુરક્ષાની બાગડોર સંભાળી રહી હતી.