• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હિન્દુ-મુસ્લિમ પરસ્પર નહીં, ગરીબી સામે લડેઃ નરેન્દ્ર મોદી

|

પટણા, 27 ઓક્ટોબરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે નીતિશ કુમારના ગઢ બિહારમાં પોતાની ‘હુંકાર રેલી' યોજી હતી. મોદી રેલીને સંબોધવા આવ્યા તેના પહેલાં પટણામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. જેમાં સાત લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે, તેમ છતાં મોદીએ રેલીનો સંબોધી હતી અને મજબૂત સંદેશ આપ્યો હતો. મોદીએ રેલીનો સંબોધતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

મોદીએ નીતિશ કુમારને પોતાના મિત્ર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે, જે જેપીનો સાથ છોડી શકે છે, તે ભાજપનો સાથ છોડે તેમા કોઇ નવાઇ નથી. મે અપમાનો સહન કર્યા માત્ર બિહારમાં જંગલરાજ પરત ના ફરે તે માટે, પરંતુ બિહારના મુખ્યમંત્રીએ ભાજપની પીઠ પર નહીં બિહારની જનતાના પીઠ પર ખંજર ભોંક્યુ છે. હવે જનતા તેમને જવાબ આપશે. મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, જો કોંગ્રેસ વંશવાદને બંધ કરશે તો તેઓ રાહુલ ગાંધીને સહેજાદા કહેવાનું બંધ કરી દેશે. બિહારના પટણામાં આવેલા ગાંધી મેદાનમાં ઐતિહાસિક રેલીમાં મોદી દ્વારા કરવામાં આવેલા ભાષણને વાંચવા માટે નીચે સ્લાઇડર પર ક્લિક કરતા જાઓ.

બિહારી બોલ્યા મોદી

બિહારી બોલ્યા મોદી

આ તકે નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે, આ મહા રેલી નથી, આ તો ભારતની મહાશક્તિનું અનુષ્ઠાન છે. દેશમાં પરિવર્તન બિહારની માટી વગર સંભવ નહોતા, ગુપ્તવસો કે કાલ હોકે, ઇ ભૂમિ હોઇ જહાં સુર્યદેવ કે હર રૂપમે પુજા હોઇ, સુર્યદેવ કે પુજા હોઇ, આજ સુર્યાસ્ત કી પુજા હોઇ, બિહારવાદી અવસરવાદી નવ હોઇ, કૂછ અપવાદ છોડકે.

જો રામાયણકાળને યાદ કરીએ તો માતા સિતાની યાદ આવે છે, ગુપ્તવંશને યાદ કરીએ તો ચંદ્રગુપ્તની યાદ આવે છે. સમ્રાટની વાત કરીએ આજે પણ સમ્રાટ અશોક બાદ કોઇ સમ્રાટ યાદ નથી આવતા. પાટલી પુત્રને યાદ કરીએ પટણાની દરેક ગલી યાદ છે. જ્ઞાની વાત કરીએ નાલંદા અને તક્ષશિલા યાદ આવે છે. આ બિહાર છે.

આઝાદીના બે પડાવ

આઝાદીના બે પડાવ

આઝાદીના બે પડાવ. એક મહાત્મા ગાંધી ચંપારણનું સત્યાગ્રહ, ગુજરાતમાં ગાંધીનો દાંડીયાત્રાનો કાલ ખંડ. આજે તમે બિહારમાં તમે હુંકાર રેલી કરી રહ્યાં છીએ. આ હુંકાર કોનો છે? આ હુંકાર હિન્દુસ્તાનના કરોડો ગરીબોનો છે, જે બિહારમાંથી ઉઠ્યો છે. આ સીતા માતાની ભૂમિ છે. સીતા માતાનું સ્મરણ કરુ છુ. સીતા માતાનું અપહરણ થયું, માતાને શોધવા માટે નીકળ્યા, પરંતુ તેમને કોઇ રસ્તો નહોતો સુજતો. ત્યારે ઉધેડબુનમાં હતા ત્યારે જાંબુવનની નજર હનુમાન પર પડી, ત્યારે હનુમાનને જાંબુવને જે કહ્યું હતું.

મોદીએ લગાવ્યો નારો

મોદીએ લગાવ્યો નારો

પૂર્વજોનો પરાક્રમ યાદ અપાવ્યો, પવન તનય બલ પવન સમાયા કા ચુપ સાધી રહો બલવાન. આ હુંકાર રેલી આખા દેશને કહીં રહ્યું છે. કા ચુપ સાધી રહો બલવાન. આ તકે મોદીએ નારો લગાવ્યો હતો કે, કા ચુપ સાધી રહો બલવાન, હુંકાર રેલી, હુંકાર રેલી. દેશ હુંકાર કરવા માગે છે અને દેશને પ્રેરણા આપવાનું કામ બિહારની ધરતી પરથી થઇ રહ્યું છે. હિન્દુસ્તાનને જ્યારે જ્યારે જે જે બાબતોની જરૂર પડી, ત્યારે બિહારે તેને પુરૂ પાડ્યું છે. બિહારે ભગવાન બુદ્ધ, ભગવાન મહાવીર અને જ્યારે દેશને જરૂરત હતી ત્યારે દસમાં ગુરુ ગુરુ ગોવિંદ સિંઘ આપ્યા હતા.

હું એ ભાગ્યશાળી લોકોમાં નથી: મોદી

હું એ ભાગ્યશાળી લોકોમાં નથી: મોદી

જ્યારે દેશ ભ્રષ્ટાચારમાં ડુબી રહ્યો હતો ત્યારે લોકતંત્ર ઠપ થવાની કગાર પર હતો ત્યારે જયપ્રકાશ જયનારાયણ દેશને આપ્યા હતા. હું એ ભાગ્યશાળી લોકોમાં નથી, જેમને જયપ્રકાશ નારાયણની આંગળી પકડીને ચાલવા મળ્યું નહોતું, પરંતુ મને એ લોકો સાથે કામ કરવાની તક મળી જેમણે જયપ્રકાશ નારાયણના ચરણોમાં લોકતંત્રના પાઠ ભણવા મળ્યા હતા.

નિતિશ કુમાર પર ચલાવ્યું તીર

નિતિશ કુમાર પર ચલાવ્યું તીર

અહીં અમારા મિત્ર મુખ્યમંત્રી છે, અહીં મુખ્યમંત્રી અમારા મિત્ર છે, લોકો મને પૂછતા હતા, તમારા મિત્રએ ભાજપને કેમ છોડી દીધું. જે જેપીને છોડી શકે તે ભાજપને કેમ ના છોડી શકે. રામ મનોહર લોહિયાજી જેમણે કોંગ્રેસ મુક્ત ભારત માટે જીવન ભર લડ્યા, જે પોતાને લોહિયાના ચેલા સમજે છે, તેમણે લોહિયાની પીઠમાં ખંજર ભોક્યુ હતું. તેમના ચેલા માફ કરે કે ના કરે, લોહિયા, જયપ્રકાશની આત્મા તેમના કારનામાને માફ નહીં કરે.

લાલુજીનો કિસ્સો કરાવ્યો યાદ

લાલુજીનો કિસ્સો કરાવ્યો યાદ

તમે જોયું હશે. અમારા લાલુજી મને ગાળ દેવાની તક નથી જતી કરતા. તે હંમેશા કહેતા, મોદીને ક્યારેય પ્રધાનમંત્રી નહીં બનવા દઉ. ત્રણ મહિના પહેલા લાલુજીનો અક્માત થયો. મે એ સમયે લાલુને ફોન કર્યો અને તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરી. હું હેરાન હતો. લાલુજીએ મીડિયાને બોલાવીને કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીને હું આટલી ગાળ આપું છું, પછી પણ તેમણે મારા હાલ પૂછ્યા. મે લાલુજીને કહ્યું યદુવંશ સાથે અમારો નાતો છે. શ્રીકૃષ્ણ યદુવંશના હતા અને દ્રારિકા તેમની નગરી હતી, જે ગુજરાતમાં ગુજરાત દ્વારિકાની ધરતી છે અને અમને તમારા પ્રત્યે પ્રેમ જાગે તે સ્વાભાવિક છે. યદુવંશ સાથે જોડાયેલા લોકોને કહેવા માગુ છું. ગુજરાતમાં દ્વારિકા નગરીમાંથી આશિર્વાદ લઇને આવ્યો છું, તમારા ચિંતા કરવાની જવબાદરી હું લઉ છું. શ્રી કૃષ્ણ જે કામ કરીને ગયા છે, તે કામ આપણે કરવાનું છે.

2006-07ની ઘટના કરાવી યાદ

2006-07ની ઘટના કરાવી યાદ

2006-7ની ઘટના છે. તમારા મુખ્યમંત્રી ગુજરાત આવ્યા હતા. સાંજના સમયે એમ એક ટેબલ પર લગ્ન સમારોહમાં મળ્યા હતા. શાનદાર આગ્તા સ્વાગતા કરી હતી. મહેમાન નવાજી કરવી મારા દેશની સંસ્કૃતિ કરી છે. વડાપ્રધાન દ્વારા કયારેક ક્યારેક વર્ષમાં બે વાર બેઠક બોલાવવા આવે છે. બેઠકમાં વડાપ્રધાન દ્વારા ભોજનનું આયોજન કરવામાં આવે છે. એકવાર હું અને બિહારના મિત્ર મુખ્યમંત્રી એક ટેબલ પર આવી ગયા. ભોજન પીરસાઇ રહ્યું હતું, પણ ખાવાનું ખાઇ રહ્યાં નહોતા. તે આજુ બાજુ જોઇ રહ્યાં હતા. પછી મને સમજાયું, મે મારા મિત્રને કહ્યું કે કોઇ કેમેરાવાળા નથી ખાઇ લો. હિપોક્રસીની પણ હદ હોય છે.

જંગલરાજમાંથી મુક્તિ

જંગલરાજમાંથી મુક્તિ

બિહારની જનતા એ ના ભૂલે, ભારતીય જનતા પાર્ટીના ઉસુલોને સમજો, જે સમયે બિહારમાં પહેલીવાર જંગલરાજમાંથી મુક્તિની તક મળી. ભાજપના ધારસભ્ય જેડીયુ કરતા વધારે હતા. સ્વાભાવિક હતુ, મુખ્યમંત્રી ભાજપના બની શકતા હતા, ભાજપ માટે દલ કરતા મોટો દેશ હોય છે. તેથી અધિક ધારાસભ્ય ભાજપનું હોવા છતાં જંગલરાજ માંથી મુક્તિ મળે તે માટે મારી પાર્ટીએ અધિકારને છોડીને મુખ્યમંત્રી બનાવ્યા. ના લાવી શક્યા અને સરકાર જતી રહી. અમારા પ્રયત્નો હતા, તેથી ભાજપનો અધિકાર હોવા છતાં પણ તેમનું નેતૃત્વ સ્વિકાર્યું. જ્યારે હું કહું છું, બિહારને જંગલરાજમાંથી બહાર લાવવું હતું. ગઠબંધનની સરકાર બની. જેટલીવાર જેડીયુ-ભાજપની સંયુક્ત સરકાર ચાલી, કોઇએ સારામા સારા કામ કર્યા હતા તો તે ભાજપના મંત્રીઓએ કર્યા હતા.

બિહારમાં જંગલરાજ ના આવવું જોઇએ

બિહારમાં જંગલરાજ ના આવવું જોઇએ

બિહારના સુધારાના સમાચાર ભાજપના મંત્રી, ધારાસભ્યો અને કાર્યકર્તાઓના કારણે થયું હતું. તેમ છતાં પણ એકવાર પ્રશ્ન આવ્યો, બે ચૂંટણી થઇ. પાર્ટી સામે વિષય હતો. ગુજરાતમાંથી નરેન્દ્ર મોદીને ચૂંટણી પ્રચારમાં લાવવામાં આવે કે ના આવે. અમારા બિહારના દરેક નેતાને મારા પર એટલો પ્રેમ હતો, મને બોલાવવા માટે આતુર હતા. ભાજપના સંસ્કાર જુઓ મને લઇ જવાનો આગ્રહ ના કરો. બિહારમાં કોઇપણ ભોગે જંગલરાજ ઘુસવો ના જોઇએ. મોદી અપમાનીત થાય અને બિહારની બહાર રહે તો ચાલશે. બિહારમાં જંગલરાજ ના આવવું જોઇએ.

કોંગ્રેસમુક્ત ભારતનું સ્વપ્ન

કોંગ્રેસમુક્ત ભારતનું સ્વપ્ન

મારા પાર્ટીની ઇચ્છા હોવા છતાં પણ અમે અપમાન સહન કરવાનું નક્કી કર્યું. પરંતુ તેમનો ઇરાદો નેક નહોતો. અમારા મિત્રને ચેલાઓએ કહ્યું કોંગ્રેસ સાથે જોડાઇ જાઓ પ્રધાનમંત્રી બનાવી તક મળશે, સપના જોવા લાગ્યા અને તેમણે વિશ્વાસઘાત ભાજપ સાથે, બિહારની જનતા સાથે કર્યો છે. આ વિશ્વાસઘાત તમારી સાથે છે. મને જવાબ આપો, તમે તેમને સાફ કરી દેશો. ગાંધીએ ચંપારણમાં અંગ્રેજ મુક્ત ભારતની વાત કરી હતી. આજે અહીંથી એ બ્યુગલ વાગવું જોઇએ કે કોંગ્રેસમુક્ત ભારતનું સ્વપ્ન સાકાર બને.

કોંગ્રેસ વંશવાદને છોડી દે હું શહેજાદા કહેવાનું છોડી દઇશ

કોંગ્રેસ વંશવાદને છોડી દે હું શહેજાદા કહેવાનું છોડી દઇશ

તેમણે વધુમાં કહ્યું, હું ટીવી જોઇ રહ્યો હતો. કોંગ્રેસના મિત્ર ઘણા પરેશાન છે. તેમને ઉંઘ નથી આવી રહી. બેચેન છે. અને એ કહીં રહ્યાં છે કે, મોદી શહેજાદા કેમ કહીં રહ્યાં છે. તેમને વાંધો છે. અમારા દેશમાં અમને શહેજાદા કેહવાની જરૂર કેમ પડી. જો હું શહેજાદા કહું એ ખોટું લાગે છે, તો આ દેશને પણ વંશવાદથી ખોટું લાગે છે. કોંગ્રેસ વંશવાદને છોડી દે હું શહેજાદા કહેવાનું છોડી દઇશ.

લોકતંત્રના ચાર દુશ્મન

લોકતંત્રના ચાર દુશ્મન

જયપ્રકાશ નારાયણ લોકતંત્ર માટે જીવ્યા, જુજ્યા અને જેલની જિંદગી ગુજારવા તૈયાર થઇ ગયા. લોકતંત્રના ચાર દુશ્મન હોય છે. સૌથી મોટો દુશ્મન, પરિવારવાદ, બીજો દુશ્મન જાતિવાદ, સંપ્રદાયવાદ અને ચોથો દુશ્મન અવસરવાદ. દેશનું દુર્ભાગ્ય છે કે, આજે બિહારની રાજકારણમાં આ ચારેય બાબતો જોવા મળી રહી છે.

ગંગાની સફાઇ કરવામાં આવશે

ગંગાની સફાઇ કરવામાં આવશે

ભારત સરકાર યુપીએની સરકારના દશ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે. હું પૂછવા માંગુ છું, અહીં કોંગ્રેસના નેતા આવ્યા હતા, તેમણે કહ્યું હતું કે સો દિવસમાં મોંઘવારી હટાવવાનું વચન આપ્યું હતું, મોંઘવારી હતી કે ઘટી છે, તે વધી છે. જે કોંગ્રેસે વાદો તોડ્યો છે, તેમને ઘરે મોકલવાનો અવસર આવ્યો છે કે નહીં. આજે યુપીએ સરકારને આહવાન કરું છું. 2004, 2009માં તમે સરકાર બનાવી, તેમાં તમે કેટલીક વાતો કરી હતી, પહેલાં સો દિવસમાં જે કામ કરવાનું કહ્યું હતું, તેનું 80 ટકા કામ નથી કર્યું. કોંગ્રેસ સત્તા પ્રાપ્ત કરવાની વાત કરી હતી, ગંગાની સફાઇ કરવામાં આવશે. આજે ગંગાનો આખો પટ જોઇ લો, બીમારીનું ઘર બનાવી દીધું છે. ગંગા નદીને સાફ કરવાની જરૂર હતી, પણ કોંગ્રેસે નથી કરી.

બિહાર 20મા નંબરનું ગરીબ રાજ્ય

બિહાર 20મા નંબરનું ગરીબ રાજ્ય

કોંગ્રેસે કહ્યું હતું કે, નવયુવાનોને રોજગારી આપીશું, પરંતુ હજુ સુધી તમને રોજગારી નથી મળી. જો નવયુવાનોને રોજગારી નહીં મળે તો શું થશે. આજે ગરીબી અને મોંઘવારી મોટી સમસ્યા છે. ગરીબના ઘરે ચુલો નથી સળગતો. માતા આસું પીવડાવીને બાળકોને સુવડાવી રહ્યા છે. ગરીબને બે ટંક ખાવાનું ના મળવું જોઇએ. ગરીબની થાળીમાં રોટલી ના હોવી જોઇએ. મારો ખેડૂત આજે મોંઘવારીના કારણે મરી રહ્યો છે, જે પ્રકારે ખાદ્યનો ભાવ વધી રહ્યો છે, ખેડૂતોને ખાદ્ય નથી મળી રહ્યો અને તમારી નજીકના ખાદ્યના કારખાનાને તાળા લાગી રહ્યાં છે, દેશની સરકારને ગરીબોની ચિંતા નથી. હિન્દુસ્તાનમાં ગરીબોની ભલાઇ માટે 20 મુદ્દાનો કાર્યક્રમ ચાલે છે અને ભારત સરકાર દર છ મહિને તેનું મોનિટરિંગ કરે છે. મિત્રો 20 મુદ્દાનો કાર્યક્રમ ગરીબો માટે છે તેને લાગુ કરવાના પહેલા પાંચ રાજ્યો ભાજપના છે, પરંતુ અમારા મિત્ર મુખ્યમંત્રી ગરીબો અંગે વિચારવાનું કામ કરી રહ્યાં છે, બિહાર રાજ્ય 20માં નબર પર છે.

હું રેલવેના ડિબ્બામાં ચા વેંચીને આવ્યો છું

હું રેલવેના ડિબ્બામાં ચા વેંચીને આવ્યો છું

પ્લાનિંગ કમિશન કહે છે કે, તમારી આવક 26 રૂપિયા હોય તો તમે ગરીબ નથી. 26 રૂપિયામાં એક પરિવારની ચા મળતી નથી. પાંચ રૂપિયામાં જમવાનું મળી જાય છે, આ એક મજાક છે. તેમને ગરીબી અને ભુખ શું હોય છે તે ખબર નથી. તેમણે ગરીબી જોઇ નથી. અમે ગરીબી જોઇ છે. જીવી છે. બિહારને અનેક રેલવે મંત્રી આપ્યા, રેલવે મંત્રી બનવાનું વિચારી શકતો નથી પણ હું રેલવેના ડબ્બામાં ચા વેંચીને આવ્યો છું, અને રેલવેના ડબ્બામાં ચા વેંચનારાને જેટલી મુશ્કેલી અંગે ખબર હોય છે તેટલી તો રેલેવ મંત્રીઓને પણ ખબર નહીં હોય. આ લોકો ગરીબીની વાતો કરી રહ્યાં છે.

બિહારમાં સ્વર્ણિમવાદ લાવવો છે

બિહારમાં સ્વર્ણિમવાદ લાવવો છે

આ દેશમાં સપ્રદાય વાદને ભડકાવવાની વાત આ રાજનેતાએ કરી છે, ક્યારેક જાતિવાદ ભડકાવો, પ્રાંતવાદ ભડકાવો આ જ તેમના કારનામા રહ્યાં છે. આ એ જ ધરતી છે જ્યાં ચાણક્ય પેદા થયા છે, એ હિન્દુસ્તાનનો સ્વર્ણિમ કાળખંડ હતો. ચાણક્યનો મંત્ર હતો બધાને જોડો. ભારતને એક બનાવો. એ જ કાળખંડ હતો જ્યારે ભારતનું માન ચિત્ર બધે ફેલાયું. કોંગ્રેસ સત્તા પર આવી અને ભાગલા પાડ્યા, જાતિવાદ, સાંપ્રદાયિકવાદ ફેલાવ્યો. બિહારમાં સ્વર્ણિમવાદ લાવવો છે, તો આપણે જોડવાનું રાજકારણ કરવું પડશે. તોડવાનું રાજકારણ નહીં ચાલે. આપણે જાતિ-જાતિને જોડીશું તો ભારત આગળ વધશે.

દુશ્મનો સામે અવાજ ઉઠવો જોઇએ

દુશ્મનો સામે અવાજ ઉઠવો જોઇએ

બિહારની ધરતીની તાકાત શું હતી. જ્યારે સિકન્દર અહીં આવ્યો ત્યારે બિહાર સાથે લોઢા લેવાની વાત આવી ત્યારે શું થયું, આ બિહારના સૈનિકોની તાકાત હતી કે જ્યાં સિકન્દરને પરાસ્ત મળી. જે ભૂમિ વીરોનું ગૌરવ કરે છે, એ જ ભૂમિ પર હિન્દુસ્તાનની સીમા પર મારા બિહારના જવાન ભારત માતાની રક્ષા કરી રહ્યાં હતા. પાકિસ્તાનીઓએ તેમને મોતને ઘાટ ઉતારી દીધા. બે મહિના પહેલા મારા બિહારના જવાનોને મારી નાંખવામાં આવ્યા, તે શહીદ થયા, હિન્દુસ્તાનનું દરેક બાળક શહીદો પાસેથી ગૌરવ લે છે. અહીં એક એવી સરકાર છે, જેના મંત્રી કહે છે કે, સેનામાં લોકો મરવા માટે જાય છે, ડૂબી મરવું જોઇએ. દુશ્મનો સામે અવાજ ઉઠવો જોઇએ તેના બદલે આ નેતાઓ આવી વાતો કરી રહ્યાં છે. શું તમે આ અપમાન સહન કરશો. આ લોકોને હંમેશા હંમેશા માટે એવો સબક શીખવો કે આવનારા સમયમાં ક્યારેય આપણા દેશના સૈનિકો અને તેમની શહાદતનું અપમાન ના કરે.

કાદવ ફેંકશો કમળ તેટલું વધારે ખીલશે: મોદી

કાદવ ફેંકશો કમળ તેટલું વધારે ખીલશે: મોદી

દેશ આજે પરિવર્તન ઇચ્છે છે, ચારેકોરથી આપણા તરફ કાદવ ફેંકવામાં આવી રહ્યો છે. આ કાદવ ફેંકનારાઓને કહીં રહ્યો છું. તમે જેટલું કાદવ ફેંકશો કમળ તેટલું વધારે ખીલશે. આપણે એક વિશ્વાસ સાથે આગળ વધવાના સંકલ્પ સાથે કહેવા માંગુ છું, આજે ઐતિહાસિક રેલી થઇ છે, આ ઐતિહાસિક રેલી નહીં નવા ઇતિહાસની નીવ રાખવાની ઘટના છે. આ ઘટનાને લઇને આપણે જ્યારે આગળ વધી રહ્યાં છીએ ત્યારે નવા વિશ્વાસ અને ઉત્સાહ સાથે, ભારતના ભાગ્યને બદલવા માટે આગળ વધી રહ્યાં છીએ. બિહાર ભાજપે બિહારના વિકાસ માટે 50 હજારનું પેકેજ માંગ્યું છે. જો દિલ્હી આપે કે ના આપે 200 દિવસનો સવાલ છે. જે પ્રેમ બિહારે મને આપ્યો છે, હું તમારા પ્રેમને વ્યાજ સહિત ચુકવીશ. અને અમારો મંત્ર છે વિકાસ. તમામ સમસ્યાનું સમાધાન છે વિકાસ. જે મુસલમાનોની વાતો કરે છે, તેમને હું જવાબ આપવા માગું છું.

હિન્દુ પરસ્પર નહી પરંતુ ગરીબી સામે લડે: મોદી

હિન્દુ પરસ્પર નહી પરંતુ ગરીબી સામે લડે: મોદી

હજ યાત્રા માટે 4800 ગુજરાતમાં, 7 હજારની આસપાસ બિહારમાં કોટા છે. બિહારમાં કોટા 7 હજારનો પરંતુ જનારાઓની અરજી આવે છે 6 હજાર. ગુજરાતમાં હજયાત્રામાં 4800 છે પરંતુ અરજી આવે છે, 40 હજારની. આ શા માટે આવે છે, ત્યાનો મુસલમાન સુખી છે. કચ્છ અને ભરૂચ જિલ્લો જ્યાં સૌથી વધુ મુસ્લિમો છે, પરંતુ આખા ગુજરાતમાં જે જિલ્લાની સૌથી વધારે પ્રગતિ થાય છે તે કચ્છ અને ભરૂચ જિલ્લો છે. આ લોકોની આંખોમાં ધૂળ ફેંકી રહ્યાં છે. હું મારા ગરીબ હિન્દુ-મુસ્લિમોને પૂછવા માગું છું. હું મારા હિન્દુ ભાઇને પૂછવા માગું છું કે તમારે ગરીબી સામે કે મુસ્લિમ સામે લડવું છે. આવી જ રીતે હું મુસ્લિમોને પૂછુ છું કે તમારે હિન્દુ સામે લડવું છે કે ગરીબી સામે લડવું છે. આપણે ગરીબી સામે લડવું છે તો ચાલો હિન્દુ મુસ્લિમ એક થઇએ અને ગરીબી સામે લડીએ. હું તમને કહેવા માગ્યો છું, અમારી સરકારનો એક ધર્મ અને મજહબ છે, ભારત સૌથી આગળ. આપણે એક જ મંત્રને આગળ લઇને જવું છે.સૌનો સાથ સૌનો વિકાસ. આપણે શાંતિ જાળવાની છે. શાંતિ બનાવી રાખવાની છે.

English summary
BJP's prime ministerial candidate Narendra Modi is addressing much awaited Hunkar rally in Patna.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more