• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિહારમાં હુંકાર રેલી, મોદીએ યાદ કર્યા પાંચ કિસ્સા

|

પટણા, 27 ઓક્ટોબરઃ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે નીતિશ કુમારના ગઢ બિહારમાં પોતાની ‘હુંકાર રેલી' યોજી હતી. મોદી રેલીને સંબોધવા આવ્યા તેના પહેલાં પટણામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. જેમાં સાત લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે, તેમ છતાં મોદીએ રેલીનો સંબોધી હતી અને મજબૂત સંદેશ આપ્યો હતો. મોદીએ રેલીનો સંબોધતા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કોંગ્રેસ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને કોંગ્રેસ પર પ્રહાર કરતી વખતે નરેન્દ્ર મોદીએ કેટલાક કિસ્સાઓ યાદ કર્યા હતા, જે અહીં તસવીરો થકી જણાવવામાં આવ્યા છે. તો ચાલો એ કયા કિસ્સા હતા તે જાણીએ.

સીતા અપહરણ અને બિહારનો હુંકાર

સીતા અપહરણ અને બિહારનો હુંકાર

આજે તમે બિહારમાં તમે હુંકાર રેલી કરી રહ્યાં છીએ. આ હુંકાર કોનો છે? આ હુંકાર હિન્દુસ્તાનના કરોડો ગરીબોનો છે, જે બિહારમાંથી ઉઠ્યો છે. આ સીતા માતાની ભૂમિ છે. સીતા માતાનું સ્મરણ કરુ છુ. સીતા માતાનું અપહરણ થયું, માતાને શોધવા માટે નીકળ્યા, પરંતુ તેમને કોઇ રસ્તો નહોતો સુજતો. ત્યારે ઉધેડબુનમાં હતા ત્યારે જાંબુવનની નજર હનુમાન પર પડી, ત્યારે હનુમાન જાંબુવને જે કહ્યું હતું. પવન તનય બલ પવન સમાયા કા ચુપ સાધી રહો બલવાન. આ હુંકાર રેલી આખા દેશને કહીં રહ્યું છે. કા ચુપ સાધી રહો બલવાન. આ તકે મોદીએ નારો લગાવ્યો હતો કે, કા ચુપ સાધી રહો બલવાન, હુંકાર રેલી, હુંકાર રેલી. દેશ હુંકાર કરવા માગે છે અને દેશને પ્રેરણા આપવાનું કામ બિહારની ધરતી પરથી થઇ રહ્યું છે.

લાલુ પ્રસાદ યાદવનો કિસ્સો

લાલુ પ્રસાદ યાદવનો કિસ્સો

અમારા લાલુજી મને ગાળ દેવાની તક નથી જતી કરતા. તે હંમેશા કહેતા, મોદીને ક્યારેય પ્રધાનમંત્રી નહીં બનવા દઉ. ત્રણ મહિના પહેલા લાલુજીનો અક્માત થયો. મે એ સમયે લાલુને ફોન કર્યો અને તેમના સ્વાસ્થ્ય અંગે ચિંતા કરી. હું હેરાન હતો. લાલુજીએ મીડિયાને બોલાવીને કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રીને હું આટલી ગાળ આપું છું, પછી પણ તેમણે મારા હાલ પૂછ્યા. મે લાલુજીને કહ્યું યદુવંશ સાથે અમારો નાતો છે. શ્રીકૃષ્ણ યદુવંશના હતા અને દ્રારિકા તેમની નગરી હતી, જે ગુજરાતમાં ગુજરાત દ્વારિકાની ધરતી છે અને અમને તમારા પ્રત્યે પ્રેમ જાગે તે સ્વાભાવિક છે. યદુવંશ સાથે જોડાયેલા લોકોને કહેવા માગુ છું. ગુજરાતમાં દ્વારિકા નગરીમાંથી આશિર્વાદ લઇને આવ્યો છું, તમારા ચિંતા કરવાની જવબાદરી હું લઉ છું. શ્રી કૃષ્ણ જે કામ કરીને ગયા છે, તે કામ આપણે કરવાનું છે.

ટીવી પર કોંગ્રેસ મિત્રો પરેશાન

ટીવી પર કોંગ્રેસ મિત્રો પરેશાન

હું ટીવી જોઇ રહ્યો હતો. કોંગ્રેસના મિત્ર ઘણા પરેશાન છે. તેમને ઉંઘ નથી આવી રહી. બેચેન છે. અને એ કહીં રહ્યાં છે કે, મોદી શહેજાદા કેમ કહીં રહ્યાં છે. તેમને વાંધો છે. અમારા દેશમાં અમને શહેજાદા કેહવાની જરૂર કેમ પડી. જો હું શહેજાદા કહું એ ખોટું લાગે છે, તો આ દેશને પણ વંશવાદથી ખોટું લાગે છે. કોંગ્રેસ વંશવાદને છોડી દે હું શહેજાદા કહેવાનું છોડી દઇશ.

2006-7ની ઘટના

2006-7ની ઘટના

2006-7ની ઘટના છે. તમારા મુખ્યમંત્રી ગુજરાત આવ્યા હતા. સાંજના સમયે એમ એક ટેબલ પર લગ્ન સમારોહમાં મળ્યા હતા. શાનદાર આગ્તા સ્વાગતા કરી હતી. મહેમાન નવાજી કરવી મારા દેશની સંસ્કૃતિ કરી છે. વડાપ્રધાન દ્વારા કયારેક ક્યારેક વર્ષમાં બે વાર બેઠક બોલાવવા આવે છે. બેઠકમાં વડાપ્રધાન દ્વારા ભોજનનું આયોજન કરવામાં આવે છે. એકવાર હું અને બિહારના મિત્ર મુખ્યમંત્રી એક ટેબલ પર આવી ગયા. ભોજન પીરસાઇ રહ્યું હતું, પણ ખાવાનું ખાઇ રહ્યાં નહોતા. તે આજુ બાજુ જોઇ રહ્યાં હતા. પછી મને સમજાયું, મે મારા મિત્રને કહ્યું કે કોઇ કેમેરાવાળા નથી ખાઇ લો. હિપોક્રસીની પણ હદ હોય છે.

રેલવેમાં ચા વેંચવાનો કિસ્સો

રેલવેમાં ચા વેંચવાનો કિસ્સો

પ્લાનિંગ કમિશન કહે છે કે, તમારી આવક 26 રૂપિયા હોય તો તમે ગરીબ નથી. 26 રૂપિયામાં એક પરિવારની ચા મળતી નથી. પાંચ રૂપિયામાં જમવાનું મળી જાય છે, આ એક મજાક છે. તેમને ગરીબી અને ભુખ શું હોય છે તે ખબર નથી. તેમણે ગરીબી જોઇ નથી. અમે ગરીબી જોઇ છે. જીવી છે. બિહારને અનેક રેલવે મંત્રી આપ્યા, રેલવે મંત્રી બનવાનું વિચારી શકતો નથી પણ હું રેલવેના ડબ્બામાં ચા વેંચીને આવ્યો છું, અને રેલવેના ડબ્બામાં ચા વેંચનારાને જેટલી મુશ્કેલી અંગે ખબર હોય છે તેટલી તો રેલેવ મંત્રીઓને પણ ખબર નહીં હોય. આ લોકો ગરીબીની વાતો કરી રહ્યાં છે.

English summary
Narendra modi remembering five moment during patna rally
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X