For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીના ડિજિટલ કેમ્પેઇનને સફળ બનાવનારી ટીમને ડેટા ક્વેસ્ટ એવોર્ડ

|
Google Oneindia Gujarati News

બેંગલુરુ, 18 નવેમ્બર: લોકસભા ચૂંટણીમાં જ્યારે નરેન્દ્ર મોદી મોદાનમાં ઉતર્યા તો દરેક જણ ઉત્સુક હતા એ જાણવા માટે કે સોશિયલ મીડિયા અને ડિજિટલ સ્પેસમાં એટલે કે ઇંટરનેટ પર મોદીને પોપ્યુલર બનાવનાર કયા લોકો છે. લગભગ બે વર્ષથી વધારે સમય સુધી એ રાજ રહ્યું, પછી કેટલીક ચેનલોએ સમાચાર ચલાવ્યા અને મોદીને ડિજિટલ કેમ્પેઇનમાં સફળ બનાવનારાઓ અંગે ચર્ચા કરી. આજે આ જ ટીમને ડેટાક્વેસ્ટ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે. બેંગલુરુમાં આયોજિત એક સંમ્માન સમારંભમાં આ એવોર્ડ લેવા માટે વનઇન્ડિયાના સંસ્થાપક નિર્દેશક બીજી મહેશ અને નીતિ ડિજિટલના સંપાદક શશિ શેખર સ્ટેજ પર પહોંચ્યા તો હોલ તાળીઓના ગડગડાટથી ગૂંજી ઊઠ્યો.

bg mahesh
જી હા આ બે એ શખ્સો છે, જેમણે મોદીના ડિજિટલ કેમ્પેઇનને સફળ બનાવ્યું. આ અવસર પર ભાજપની આઇટી સેલના પ્રમુખ ડો. અરવિંદ ગુપ્તાએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવા પહેલા વડાપ્રધાન છે જેઓ સૂચના પ્રૌદ્યોગિકીનો યોગ્ય ઉપયોગ કરીને લોકો સુધી પહોંચી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આઇટીના માધ્યમથી લોકો સુધી પહોંચવું જ નહીં પરંતુ તેમને સમજવા પણ સરળ બની જાય છે.

shashi shekhar
સીબિટ બેંગલુરુમાં આયોજિત આ સમારંભમાં ઇંફોસિસના સંસ્થાપક એનઆર નારાયણ મૂર્તિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત હતા. તેમણે 1996માં ડેટાક્વેસ્ટ આઇટી પર્સન એવોર્ડ અને 2007માં લાઇફટાઇમ એચિવમેંટ એવોર્ડથી નવાજવામાં આવી ચૂક્યા છે.

આ અવસર પર સ્નેપ ડીલના સહસંસ્થાપક અને સીઇઓ કુનાલ બહલને ઇ-કોમર્સના વિસ્તાર માટે ડેટા ક્વેસ્ટ એવોર્ડથી સંમાનિત કરવામાં આવ્યા. તેમના પ્રયાસોના ભાગરૂપે ભારતમાં સ્નેપડીલ સૌથી ઝડપથી વધનારી વેબસાઇટ બની ચૂકી છે અને તેની વેલ્યૂ વધીને 2 બિલિયન ડોલર થઇ ગઇ છે. કુણાલ બહલે જણાવ્યું કે સ્નેપડીલના વધવાથી દેશના 10 લાખ નાના વ્યાપારીઓને ફાયદો પહોંચ્યો છે.

અન્ય એવોર્ડ જે આપવામાં આવ્યા:

  • નેસકોમના સહ સંસ્થાપક સૌરભ શ્રીવાસ્તવને લાઇફ ટાઇમ એચીવમેંટ એવોર્ડ
  • સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ચેરમેન અરુંધતિ ભટ્ટાચાર્યને ડેટા ક્વેસ્ટ જ્યૂરી સ્પેશિયલ એવોર્ડ
  • એ4 ડીએમપી એંડ ઇંક એસએફ એસએફ પ્રિંટરને એપ્સન એવોર્ડ
  • ઓરાકલને ડેટાબેસ એંડ સીઆરએમ એવોર્ડ
  • સૈપને બીઆઇ એંડ ઇઆરપી એવોર્ડ
  • આઇબીએમને મિડિલવેયર એવોર્ડ
  • એચપીને પીસી એંડ પ્રિંટર એવોર્ડ
  • એચપીને સર્વર એંડ ઇંફ્રાસ્ટ્રક્ચર મેનેજમેંટ સોફ્ટવેર એવોર્ડ
  • સિસકોને કેરિયર નેટવર્કિંગ, એંટરપ્રાઇઝ એક્ટિવ નેટવર્કિંગ, પીબીએક્સ, ડેસ્ક ફોન્સ એવોર્ડ
  • કીસાઇટ ટેક્નોલોજીઝને ટેસ્ટ એંડ મેજરમેંટ એવોર્ડ
  • એરટેલને ઇંટરનેટ અને મોબાઇલ સર્વિસ એવોર્ડ
  • વિપ્રોને નેટવર્ક ઇંટીગ્રેશન એવોર્ડ

award
આ ઉપરાંત અન્ય ઘણા પુરસ્કાર આપવામાં આવ્યા. આ અવસર પર સિસકોને પ્રેસીડેંટ દિનેશ મલકાની, ટેક મહીંદ્રાના સીઇઓ સીપી ગુરનાની, એચસીએલ ઇંફોસિસ્ટમ્સના સીઇઓ હર્ષ ચિતાલે, ડેલ ઇંડિયાના મેનેજિંગ ડાયરેક્ટર આલોક ઓહરી, ઇન્ડિયન ઓઇલના નિર્દેશક આઇટી એસ રામાસ્વામી, સ્કિંડર ઇંડિયાના પ્રબંધ નિર્દેશક અનિલ ચોધરી, આઇઆઇઇ દિલ્હીના પૂર્વ નિર્દેશક પ્રો. સુરેન્દ્ર પ્રસાદ અને સાઇબર મીડિયાના સીએમડી પ્રદીપ ગુપ્તા સહિત ઘણા લોકો ઉપસ્થિત હતા.

English summary
Narendra Modi's General Elections 2014 Digital Campaign Bags Dataquest Award
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X