છેલ્લા તબક્કાના મતદાન દરમિયાન મોદીનો છેલ્લો સંદેશ..

Google Oneindia Gujarati News

ગાંધીનગર, 12 મે: આજે દેશભરમાં નવી લોકસભા માટે છેલ્લા તબક્કાનું વોટિંગ ચાલી રહ્યું છે. આજે ઇવીએમ મશીનમાં દરેક પાર્ટીઓના નસીબ કેદ થઇ જશે. જે 16 મેના રોજ જાહેર જશે. જોકે આજે છેલ્લા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. પરંતુ તેની વચ્ચે પણ ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ યુટ્યૂબ પર 6 મિનિટનો એક સંદેશ અપલોડ કર્યો છે. મોદીએ પોતાના આ સંદેશમાં જ્યાં મતદાન છે ત્યાના લોકોને વધુમાં વધુ વોટિંગ કરવા જણાવ્યું હતું. મોદીએ પોતાના સંદેશમાં વારાણસીના લોકોને પણ યોગ્ય ઉમેદવાર ચૂંટવા અને ગંગાની પવિત્રતા જાળવી રાખવા આહ્વાન કર્યું હતું.

મોદીએ જણાવ્યુ કે ભારતના લોકતંત્રની ચૂંટણીનો આજે છેલ્લો તબક્કો છે. આ તબક્કામાં ત્રણ રાજ્યોની 41 બેઠકો માટે આપ મતદાન કરી રહ્યા છો. આ ગરમીમાં પણ લોકો ભારે મતદાન કરી રહ્યા છે. જન ઉત્સાહ વગર, જનભાગીદારી વગર આ લોકતંત્રનો પર્વ અમે કેવી રીતે મનાવી શકતા. દરેક લોકોએ પોતાની રીતે આ પર્વમાં જોડાઇ રહ્યા હતા. જ્યાં સુધી મતદાનનો સવાલ છે મહીલાઓ અને યુવાનોએ ભારે ઉત્સાહ બતાવ્યું છે.

મોદીએ પોતાના સંદેશમાં શું કહ્યું વાંચો અને જુઓ વીડિયોમાં...

મહીલાઓ અને યુવાનોએ ભારે ઉત્સાહ બતાવ્યો

મહીલાઓ અને યુવાનોએ ભારે ઉત્સાહ બતાવ્યો

ભારતના લોકતંત્રની ચૂંટણીનો આજે છેલ્લો તબક્કો છે. આ તબક્કામાં ત્રણ રાજ્યોની 41 બેઠકો માટે આપ મતદાન કરી રહ્યા છો. આ ગરમીમાં પણ લોકો ભારે મતદાન કરી રહ્યા છે. જન ઉત્સાહ વગર, જનભાગીદારી વગર આ લોકતંત્રનો પર્વ અમે કેવી રીતે મનાવી શકતા. દરેક લોકોએ પોતાની રીતે આ પર્વમાં જોડાઇ રહ્યા હતા. જ્યાં સુધી મતદાનનો સવાલ છે મહીલાઓ અને યુવાનોએ ભારે ઉત્સાહ બતાવ્યું છે.

ચૂંટણી પંચને મોદીનો આગ્રહ

ચૂંટણી પંચને મોદીનો આગ્રહ

આજે જ્યાં મતદાન છે, ચૂંટણી પંચ પણ એ જાણે છે કે તેમને છેલ્લા તબક્કામાં આટલી ઓછી બેઠકો માટે મતદાન કેમ કરાવવું પડે છે, કારણ કે તેમને કાયદા વ્યવસ્થાની ચિંતા છે. માત્ર ચિંતા કરવાથી વાત બનતી નથી, હું આશા રાખુ છું કે રાજ્ય પોલીસ પર આધારિત રહેવાને બદલે સેન્ટ્રલ સીક્યુરીટી ફોર્સને ભારે માત્રામાં લગાવીને ચૂંટણી કરાવવામાં આવે તો સ્વસ્થ ચૂંટણી થઇ શકશે.

આ ચૂંટણીમાં દેશ જીતવો જોઇએ

આ ચૂંટણીમાં દેશ જીતવો જોઇએ

મતદાતા ભાઇઓ બહેનો આજની ચૂંટણીમાં વારાણસી બેઠક પણ છે, લોકતંત્ર માતા ગંગાથી પવિત્ર બનતું રહે, આપણી પરંપરાઓ પવિત્ર બનતી રહે તે આપણો ઉદેશ્ય હોવો જોઇએ. ચૂંટણીમાં આખરે હિન્દુસ્તાન જીતવો જોઇએ. ચૂંટણીમાં આખરે લોકતંત્ર જીતવું જોઇએ. ચૂંટણીમાં આખરે હિન્દુસ્તાનનો મતદાતા જીતવો જોઇએ. આ ચાર જ જીતવા જોઇએ.

પશ્ચિમના લોકોએ શીખ લેવાની જરૂર

પશ્ચિમના લોકોએ શીખ લેવાની જરૂર

પશ્ચિમના લોકોએ ભારતના મતદાતાઓનું અધ્યયન કરવું જોઇએ. શું કારણ છે કે કરોડો લોકો આ આટલી ગરમીમાં મતદાનમાં ભાગ લે છે. દરેકનો કોઇ સ્વાર્થ નહીં હોય. આજે પણ પશ્ચિમના દેશોએ ભારતના લોકતંત્રના મૂળીયા કેટલા મજબૂત છે એ યુનિવર્સિટી દ્વારા અધ્યયન કરવાનો વિષય છે.

દેશની ચૂંટણીમાં રોજ્યોની ચૂંટણી દબાઇ ગઇ

દેશની ચૂંટણીમાં રોજ્યોની ચૂંટણી દબાઇ ગઇ

માત્ર ભારત માતાની જય બોલાવા માટે લાખો લોકો કલાકો સુધી તડકામાં તપતા રહે તે નાનીસુની વાત નથી. ભાઇઓ બહેનો આ ચૂંટણીમાં રાજ્યોના પણ ચૂંટણી થઇ પરંતુ દેશમાં ચૂંટણીની એવી હવા કે તે રાજ્યોની ચૂંટણી રાજ્ય પૂરતી સિમિત રહી ગઇ. બે નવા રાજ્યો બની રહ્યા છે, તેલંગાણા અને સીમાંધ્ર બે નવા રાજયો સજ્જ થઇ રહ્યા છે.

ગંગા-જમની તહેજીબને ધ્યાનમાં રાખી કરો મતદાન

ગંગા-જમની તહેજીબને ધ્યાનમાં રાખી કરો મતદાન

હું મતદાતાઓને અપીલ કરું છું કે આ ચૂંટણી મહોત્સવમાં તમે છેલ્લા તબક્કામાં ભારે મતદાન કરો. મારા કાશીના મતદાતાઓ કાશીની પ્રતિષ્ઠા શાંતિ, સદભાવના અને એકતામાં છે. એ જ તો આપણી ગંગા-જમની તહેજીબની વાત છે. મતદાનમાં પણ એ જ સામે આવવું જોઇએ. અને આપણે ભારતના ભાગ્યને બનાવવા માટે મતદાન કરવાનું છે.

ભારતના ભાગ્ય પર મહોર લગાવો

ભારતના ભાગ્ય પર મહોર લગાવો

ચૂંટણીમાં દરેકની પસંદ જુદી જુદી છે, પરંતુ આપણા સૌની પસંદ છે ભારતમાતા, આપણા દેશનો નાગરિક, હિન્દુસ્તાન, નવજુવાનોનું ભવિષ્ય આવો તેની પર મહોર લગાવીએ અને ભારતનું ભાગ્ય બનાવીએ.

વ્યક્તિગત રીતે સૌનો આભારી છું

વ્યક્તિગત રીતે સૌનો આભારી છું

મારી આજે છેલ્લા તબક્કાએ દેશને અને જ્યા વોટિંગ થઇ રહ્યું છે તેમને મારી શુભેચ્છા છે, વ્યક્તિગત રીતે સૌનો આભારી છું, કેટલાંક લોકોએ પોતાના પ્રાણ પણ ગવાયા છે, તે સૌનો આભાર.. જય હિન્દ જય ભારત.

મોદીનો છેલ્લો સંદેશ..

મોદીએ પોતાના સંદેશમાં શું કહ્યું જુઓ વીડિયોમાં...

English summary
Narendra Modi's message for the voters of the final phase.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X