• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

CMમાંથી PM બનવા માટે આ રહ્યો મોદીનો મેજિક પ્લાન

|

ભારતીય જનતા પાર્ટી પર નમો મંત્ર છવાઇ ગયો છે. સર્વત્ર નરેન્દ્ર મોદીના નામની ચર્ચા ચાલી રહી છે. હવે નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર બની ગયા છે. આ પરિણામે તેમની જવાબદારી વધી છે. ભાજપને તેની લક્ષ્ય સિદ્ધિમાં સહયોગ આપવા અને મુખ્યમંત્રીથી પ્રધાનમંત્રી બનવા માટે પોતાનો માર્ગ કેવી રીતે કંડારવો તે અંગેની વિચારણા નરેન્દ્ર મોદીએ પોતાની ટીમ સાથે કરી લીધી છે.

આગામી લોકસભા ચૂંટણી 2014માં માત્ર ગુજરાત નહીં પણ ભારતભરમાં મોદી મેજીક છવાઇ જાય તે માટે છેલ્લા કેટલાક મહિનાઓથી પ્રયત્નો ચાલુ હતા. જો નરેન્દ્ર મોદી પીએમ પદના ઉમેદવાર જાહેર થાય તો શું રણનીતિ અપનાવવી તેનો રૂટ પ્લાન ક્યારનો બની ગયો હતો. હવે આ રૂટ પ્લાન પછી યોગ્ય સમય મુજબ તબક્કાવાર અમલ કરવામાં આવશે.

પક્ષ અને પક્ષની બહાર નરેન્દ્ર મોદીની સામે આવનારા રાજકીય પડકારોને પણ કઇ રીતે સંભાળવા અને તેનો ઉકેલ લાવવો તે માટે નરેન્દ્ર મોદીના ખાસ ગણવામાં આવતા અમિત શાહે રણનીતિ ઘડી છે. આ ઉપરાંત પાર્ટીને કેન્દ્રની સત્તામાં લાવવા માટે લોકસભામાં મહત્તમ બેઠકો કેવી રીતે અંકે કરવી તે માટે પણ રૂપરેખા ઘડી કાઢવામાં આવી છે. શું છે મોદીને નવો ગેમ પ્લાન તે આવો જાણીએ...

નયી સોચ... નયી ઉમ્મીદ

નયી સોચ... નયી ઉમ્મીદ

નરેન્દ્ર મોદી તેમની કોઇ પણ બાબતો અસરકારક સૂત્રો દ્વારા પ્રજા સમક્ષ લઇ જવામાં માહેર છે. વડાપ્રધાન પદા ઉમેદવાર બન્યા બાત તેમણે દેશને નવું સૂત્ર આપ્યું છે "નયી સોચ... નયી ઉમીદ..." આ સૂત્ર મુજબ પરંપરાગત અને ટેકનોલોજીની મદદથી દેશભરમાં મોટી સંખ્યામાં જનસભા અને રેલીઓ યોજીને જનતા સુધી આ વાત પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવશે કે કોંગ્રેસના કાળમાં થયેલા નુકસાનમાંથી ઉગરવા માટે ભાજપ સિવાય અન્ય કોઇ વિકલ્પ નથી.

યુવા મતદારો આકર્ષાશે

યુવા મતદારો આકર્ષાશે

છેલ્લા એક વર્ષમાં થયેલા સર્વેક્ષણો સૂચવે છે કે યુવાનોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા અન્ય કોઇ પણ નેતા કરતા વધારે છે. ભાજપ અને નરેન્દ્ર મોદી યુવાનોની દુખતી નસ પકડવામાં પાવધરા છે. આ બાબતને ધ્યાનમાં રાખીને વિકસિત કહેવાતા રાજ્યો જેવા કે ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, દિલ્હી વગેરેમાં યુવાનોને ભાજપ તરફ વધારે આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવશે. આ માટે ભાજપ વિદ્યાર્થી મોરચો અને યુવા મોરચો વિશેષ પ્રકારે અભિયાન ચલાવશે.

વિકાસનો મુદ્દો આપશે વેગ

વિકાસનો મુદ્દો આપશે વેગ

ભારતની સામાન્ય જનતામાં ગુજરાતના વિકાસે ભારે પ્રભાવ ઉભો કર્યો છે. આ બાબતને ખાસ આગળ કરીને ગુજરાતના મોડેલને આગળ ધરીને મતદારોને આકર્ષવાની રણનીતિ બનાવવામાં આવી છે.

હિન્દુત્વને હાથો બનાવાશે

હિન્દુત્વને હાથો બનાવાશે

ભાજપમાંથી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે જે રીતે સમર્થન આપ્યું છે તેના સૂચિતાર્થો જોવામાં આવે તો ભાજપ બિનસાંપ્રદાયિક પાર્ટી તરીકે ઉભરવાનો પ્રયાસ કરી રહી છે પણ પાર્ટીને સફળતા મળવા માટે જે પરિબળ કારણભૂત બન્યું હતું તે હિન્દુત્વના પરિબળની મદદ લેવામાં આવશે. પાર્ટી જે મત વિસ્તારોમાં કાસ્ટ ફેક્ટર કામ કરે છે ત્યાં આ પરિબળની મદદ લેશે.

કોંગ્રેસ પર કૌભાંડોનો કૂચડો ફેરવાશે

કોંગ્રેસ પર કૌભાંડોનો કૂચડો ફેરવાશે

નરેન્દ્ર મોદી કોંગ્રેસને પછાડવા માટે છેલ્લા 10 વર્ષના શાસનતકાળમાં કોંગ્રેસે કરેલા કૌભાંડો ઉપરાંત વધેલી મોંધવારી, દેશની કથળેલી આર્થિક સ્થિતિ જેવા મુદ્દાઓને ઉઠાવશે અને જનતાનો આત્મા જગાવશે.

267 બેઠકો પર ભાજપ માટે કપરાં ચઢાણ

267 બેઠકો પર ભાજપ માટે કપરાં ચઢાણ

મુસ્‍લિમ વોટર વધુ હોવાથી યુપી, બિહાર, પશ્ચિમ બંગાળ, આંધ્રમાં મોદીને સાથી પક્ષો મળવા મુશ્‍કેલ છે. અહીં 203 બેઠકો છે. 64 બેઠકોવાળા અનેક નાના રાજયો એવા પણ છે જયાં ભાજપનું નામો નિશાન નથી એટલે કે 543માંથી 267 બેઠકોમાં ભાજપ મુશ્‍કેલીમાં છે.

276 બેઠકો પર જોઇશે સાથીઓનો સાથ

276 બેઠકો પર જોઇશે સાથીઓનો સાથ

મધ્‍યપ્રદેશ, દિલ્‍હી, ગુજરાત, છત્તીસગઢ, રાજસ્‍થાન, હિમાચલ, ગોવા, ઝારખંડ થઇને લોકસભાની 124 બેઠકો છે. આ રાજ્યોમાં ભાજપને ખાસ મુશ્કેલી નડે તેમ નથી. જયારે 85 બેઠકોવાળા રાજયો હરિયાણા, મહારાષ્‍ટ્ર, પંજાબ અને આસામમાં ભાજપ સાથે સાથીઓને સાથી પક્ષે સાથે જોડાણ છે. હવે દક્ષિણ ભારતની વાત કરીએ તો 39 બેઠકોવાળા તમિલનાડુ અને 28 બેઠકોવાળા કર્ણાટકમાં ચૂંટણી પછી સાથી પક્ષો સાથે જોડાણ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. આમ જોઇએ તો ભાજપ માટે 543માંથી 276 બેઠકો પર ભાગીદારી સાથે આગળ વધવું પડશે.

ભાજપે લગાવવું પડશે વધારે જોર

ભાજપે લગાવવું પડશે વધારે જોર

ભાજપની હાજરી ૧૭ રાજયોમાં વત્તા ઓછા અંશે છે. આ 17 રાજ્યો લોકસભાની 543માંથી 387 બેઠકો છે. આ 387માંથી 326 બેઠકો એવી છે કે જયાં ભાજપ કયારેક જીત્‍યું છે. નરેન્દ્ર મોદી માટે સૌથી મોટો પડકાર યુપી, મહારાષ્‍ટ્ર, પ.બંગાળ, તામિલનાડુ, આંધ્ર, બિહાર અને કર્ણાટકમાં બેઠકો વધારવાનો છે. આ રાજ્યોમાં મળીને લોકસભાની 301 બેઠકો છે. વર્ષ 2009માં ભાજપ અહીં 67 બેઠકો જ મેળવી શકયુ હતું. 1984થી અત્‍યાર સુધી ભાજપના રાજયવાર શ્રેષ્‍ઠ પ્રદર્શનની યાદી બનાવીએ તો પણ આંકડો 251 સુધી પહોંચે છે. જે બહુમતીની 272ની સંખ્યા કરતા 21 જેટલી ઓછી છે.

દક્ષિણના મોટા માથાઓ ભાજપમાં જોડાશે

દક્ષિણના મોટા માથાઓ ભાજપમાં જોડાશે

લોકસભાની ચુંટણી 2014માં દક્ષિણના રાજયોમાં મજબુત થવા માટે ભાજપે તૈયારી શરૂ કરી છે. સ્‍ટાર પાવર ઉમેરવા માટે ભાજપે સુપરસ્ટાર રજનીકાંતનો સાથ લેવા તૈયારીઓ શરૂ કરી છે. રજનીકાંતને મનાવવાના તામિલનાડુ પ્રદેશ ભાજપના પ્રમુખ પોનરાધાક્રિષ્‍નને અપીલ કરી છે. ભાજપ ઇચ્છે છે કે 26મી સપ્‍ટેમ્‍બર, 2013ના રોજ તમિલનાડુના ત્રિચીમાં મોદી એક યુવા રેલીને સંબોધવાના છે તે પૂર્વે ભાજપ રજનીકાંતનો સાથ મેળવી લેવામાં સફળતા મળે તો ભાજપને ફાયદો થશે.

કોંગ્રેસ વિરોધીઓને સાથે જોડાશે

કોંગ્રેસ વિરોધીઓને સાથે જોડાશે

બિનકોંગ્રેસી અને બિનભાજપી મોરચો રચવા ઇચ્છતા પક્ષો જેવા કે ડાબેરીઓ, બીજી જનતાદળ, તૃણમૂલ કોંગ્રેસ, તેલુગુ દેશમ પાર્ટી વગેરેને પોતાની સાથે લેવાનો પ્રયાસ ભાજપ કરશે જેના કારણે બહુમતી પ્રાપ્ત કરવામાં ભાજપ અને એનડીએને સરળતા રહે.

English summary
Narendra Modi's route plan to become PM from CM
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more