For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PIC: દુશ્મનને કંફ્યૂઝ કરી દે છે નરેન્દ્ર મોદીના સુરક્ષા ગાર્ડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી (વિવેક શુક્લા): જેમ કે તમે બધા જાણો છો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ પાકિસ્તાનના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તોઇબાની યાદીમાં સૌથી ઉપર છે. સતત બોર્ડર તોડવામાં આવતાં યુદ્ધ વિરામથી ખુસણઘોરીના પ્રવેશની આશંકા પણ વધી ગઇ છે. એવામાં દેશના વડાપ્રધાનની સુરક્ષા વધુ મહત્વપૂર્ણ બની જાય છે. જો કે પીએમના કાફલાને કંઇક આ પ્રકારે સંચાલિત કરવામાં આવશે, જેથી દુશ્મન કંફ્યૂજ થઇ જાય.

સુરક્ષા કારણોના લીધે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાફલાની સુરક્ષાને નવું રૂપ આપવામાં આવી રહ્યું છે. જાણકારોએ જણાવ્યું હતું કે જો નરેન્દ્ર મોદી રાજધાનીમાં કોઇ જગ્યાએ જઇ રહ્યાં છે તો બે કાફલા ચાલે છે જેથી તેમના પર ખરાબ નજર રાખનારને પોતાના મિશનમાં ક્યારેય સફળતા ન મળે.

કેવી રીતે ચાલશે કાફલો

કેવી રીતે ચાલશે કાફલો

ઉદાહરણ તરીકે જો તે પોતાના આવાસ 7 રેસ કોર્સથી વિજ્ઞાન ભવન જઇ રહ્યાં છે તો બે કાફલા જશે. એકમાં તે હશે અને બીજો કંફ્યૂજ કરવા માટે હશે. પરંતુ બંને એક જેવા હશે. ગુપ્ત જાણકારીઓ મળ્યા બાદ તેમના પર કેટલાક જેહાદી સંગઠનોની નજર છે, જેથી આ પ્રકારની પહેલ કરવામાં આવી છે.

ભૂતકાળમાં વડાપ્રધાન બન્યા છે આતંકવાદનો શિકાર

ભૂતકાળમાં વડાપ્રધાન બન્યા છે આતંકવાદનો શિકાર

આમ તો કહેવાવાળા તો કહે છે કે ભારતના વડાપ્રધાનની સુરક્ષા વ્યવસ્થા દુનિયાના કોઇપણ અન્ય દેશના રાષ્ટ્રાધ્યક્ષની તુલનામાં ઓછી નથી. દેશે ગત દાયકામાં વડાપ્રધાન અને એક પૂર્વ વડાપ્રધાનને આતંકવાદના શિકાર થતા જોયા છે.

એસપીજીની સ્થાપના

એસપીજીની સ્થાપના

જાણકારોએ જણાવ્યું હતું કે હવે દેશ સર્તક થઇ ગયો છે પોતાના ટોચના નેતાઓની સુરક્ષાને લઇને. સરકારે વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાનોની સુરક્ષાને આકરી બનાવવા માટે બીરબલનાથની એક કમિટી બનાવી હતી. તેની ભલામણોના આધારે સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ (એસપીજી)ની 1985માં સ્થાપના થઇ.

ચોવીસ કલાક સુરક્ષાની જવાબદારી

ચોવીસ કલાક સુરક્ષાની જવાબદારી

હવ એસપીજીમાં લગભગ 3 હજાર જવાનો છે. તેના ઉપર વડાપ્રધાન તથા પૂર્વ વડાપ્રધાનમંત્રીઓના પરિજનો સુરક્ષાની જવાબદારી રહે છે. તેના જવાનોને અમેરિકા સિક્રેટ સર્વિસની તર્જ પર ટ્રેનિંગ મળે છે. એસપીજીના ઉપર વડાપ્રધાનની ચોવીસ કલાકની સુરક્ષાની જવાબદારી રહે છે. પીએમ ચાલતાં, રોડમાર્ગે, હવાઇ અથવા જળમાર્ગે અથવા બીજા કોઇ પ્રકારે જઇ રહ્યાં હોય છે ત્યારે એસપીજી તેમની સુરક્ષા જુએ છે.

સક્ષમ હોય છે એસપીજી

સક્ષમ હોય છે એસપીજી

સૂત્રોએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના બંને કાફલામાં એસપીજીના જવાન રહે છે. એ અચૂક નિશાનચી હોય છે. આ પલકારામાં કોઇ આતંકવાદીને ધૂળ ચટાડવામાં સક્ષમ હોય છે. તમને જણાવી દઇએ કે આમ તો વડાપ્રધાનમંત્રીની સુરક્ષાની જવાબદારી એસપીજીની પાસે છે પરંતુ દિલ્હી પોલીસના સિક્યુરિટી સ્ટાફની પણ પોતાની જવાબદારી છે.

પહેલાં કરવામાં આવે છે રેકી

પહેલાં કરવામાં આવે છે રેકી

ઉદાહરણના રૂપમાં જો ગઇકાલે વડાપ્રધાનમંત્રી વિજ્ઞાન ભવનમાં કોઇ સંમેલનને સંબોધિત કરવાના છે તો બધા ક્ષેત્રની રેકી દિલ્હી પોલીસની સિક્યોરિટી બ્રાંચ એક દિવસ પહેલાં જ કરી લેશે. જે દિવસે કાર્યક્રમ છે, તે દિવસે બધા વિજ્ઞાન ભવનને એસપીજીના કેટ કમાંડો ઘેરી લેશે. વડાપ્રધાનના લોકલ કાર્યક્રમોમાં એસપીજીના પ્રમુખ સામાન્યરીતે પોતે રહે છે.

English summary
Prime Minister Narendra Modi, two convoyes move. The idea is make his security further boost.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X