For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM મોદીનું શપથ ગ્રહણ: નરેન્દ્ર મોદી બીજી વાર પીએમ બન્યા, શપથ લીધી

PM મોદીનું શપથ ગ્રહણ: પુરુષોત્તમ રૂપાલા સાંજે સાડા ચાર વાગ્યે મોદીને મળશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી આજે સાંજે 7 વાગ્યે બીજી વખત પીએમ પદના શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે અને આ શપથ ગ્રહણને ભવ્ય બનાવવાની ભાજપ બધી જ કોશિશ કરી રહી છે. આ કાર્યક્રમમાં સામેલ થનાર 6000 મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. બહારના મહેમાનોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, નેપાળ અને ભૂતાનના પ્રમુખ સામેલ થશે, આ ઉપરાંત સાંસદો અને તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓને પણ નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. શપથ ગ્રહણ સમારોહમાં આવનાર મહેમાનો માટે ખાસ ઈંતેજામ કરવામાં આવ્યા છે.

narendra modi

Newest First Oldest First
9:11 PM, 30 May

શપથગ્રહણ કાર્યક્રમ પૂરો થયો પ્રધાનમંત્રી મોદી સહીત 24 કેબિનેટ મંત્રીઓ, 9 રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને 24 રાજ્યમંત્રીઓએ શપથ લીધી.
8:46 PM, 30 May

અનુરાગ ઠાકુરે રાજ્યમંત્રી પદની શપથ લીધી, અનુરાગ ઠાકુર હિમાચલ પ્રદેશથી આવે છે.
8:45 PM, 30 May

ગુજરાતના પુરષોતમ રૂપાલાને રાજ્યમંત્રી બનાવવામાં આવ્યા તેઓ પાછલી સરકારમાં પણ મંત્રી હતા
8:14 PM, 30 May

ગુજરાતના મનસુખ મંડાવિયાએ મંત્રીપદની શપથ લીધી, મનસુખ મંડાવિયા ગુજરાતના રાજ્યસભા સદસ્ય છે
8:00 PM, 30 May

ગિરિરાજે મંત્રીપદની શપથ લીધી, તેઓ પાછલી સરકારમાં પણ મંત્રી રહ્યા હતા
7:49 PM, 30 May

મુખ્તાર અબ્બાસ નકવીએ મંત્રીપદની શપથ લીધી, તેઓ પાછલી સરકારમાં મંત્રી હતા.
7:48 PM, 30 May

પાછલી સરકારમાં રેલમંત્રી અને અરુણ જેટલીની ગેરહાજરીમાં નાણાં મંત્રાલય સંભાળનાર પિયુષ ગોયલે મંત્રીપદની શપથ લીધી.
7:45 PM, 30 May

દિલ્હીના ચાંદની ચોકના સાંસદ ડો. હર્ષવર્ધને મંત્રીપદની શપથ લીધી. પાછલી સરકારમાં પણ તેઓ મંત્રી રહી ચુક્યા છે.
7:42 PM, 30 May

સ્મૃતિ ઈરાનીએ મંત્રી તરીકે શપથ લીધી પાછલી સરકારમાં તેઓ માનવ સંસાધન અને કપડાં મંત્રી રહ્યા હતા
7:33 PM, 30 May

પીએમ મોદીની માતા હીરાબેન તેમના તેમના દીકરીની શપથ વિધિ સમારોહ જોઈ રહ્યા છે
7:19 PM, 30 May

નિર્મલા સીતારમણે મંત્રીપદની શપથ લીધી, પાછલી સરકારમાં તેઓ રક્ષામંત્રી હતા
7:18 PM, 30 May

નીતિન ગડકરીને પણ મંત્રી પદ મળ્યું, પાછલી સરકારમાં નીતિન ગડકરીએ ઘણા મંત્રાલયોની જવાબદારી સાંભળી હતી
7:18 PM, 30 May

ભાજપા અધ્યક્ષ અમિત શાહને કેબિનેટમાં શામિલ કરવામાં આવ્યા અમિત શાહને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ લેવડાવી
7:17 PM, 30 May

પ્રધાનમંત્રી મોદી પછી રાજનાથ સિંહએ પણ મંત્રી પદની શપથ લીધી
7:11 PM, 30 May

નરેન્દ્ર મોદી બીજી વાર પીએમ બન્યા, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને શપથ લેવડાવી
5:40 PM, 30 May

ભાજપ ગુજરાતના અધ્યક્ષ જીતુ વાઘાણીએ ટ્વીટ કર્યુંઃ અમિત શાહને મળ્યો અને તેમને પીએમ મોદીના મંત્રિમંડળનો ભાગ બનવા બદલ શુભેચ્છા પાઠવી.
3:58 PM, 30 May

નેપાળના પએમ કેપી શર્મા ઓલી દિલ્હી પહોંચ્યા, પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે.
3:30 PM, 30 May

કિર્ગિસ્તાનના પ્રેસિડેન્ટ દિલ્હી પહોંચ્યા, પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થશે.
3:29 PM, 30 May

શ્રીપદ નાયક, ભાજપ- હું પીએમ અને પાર્ટી અધ્યક્ષ અમિત શાહનો ફરીથી આભાર વ્યક્ત કરું છું, તેમણે મને સરકારનો ભાગ બનાવી દેશની સેવા કરવાનો મોકો આપ્યો.
3:27 PM, 30 May

જનરલ વીકે સિંહ સાંજે સાડા ચાર વાગ્યે પીએમ મોદીની મુલાકાત કરશે.
3:27 PM, 30 May

મને બહુ સારું લાગી રહ્યું છે, મને ફોન કોલની અપેક્ષા હતી.- દેબશ્રી ચૌધરી રાયગંજથી સાંસદ
3:26 PM, 30 May

રમેશ પોખરિયાલઃ મને પાર્ટી અધ્યક્ષ અમિત શાહનો ફોન આવ્યો, તેમણે મને પીએમની સાથે બેઠકમાં ઉપસ્થિત રહેવા કહ્યું.
2:32 PM, 30 May

અનુપમ ખેર, પીએમ મોદીના શપથ સમારોહમાં સામેલ થશે, બોલ્યા- એક ઐતિહાસિક કાર્યક્રમનો ભાગ બનવું સારું લાગે છે.
2:31 PM, 30 May

પ્રકાશ જાવડેકર સાંજે સાડા ચાર વાગ્યે પીએમ મોદીની મુલાકાત કરશે.
2:31 PM, 30 May

ભાજપના નેતા નિરંજન જ્યોતિઃ મને પાર્ટી અધ્યક્ષનો ફોન આવ્યો છે.
2:27 PM, 30 May

અર્જુન રામ મેઘવાલ, ભાજપઃ મારા પર ભરોસો દેખાડવા માટે પીએમ અને અમિત શાહનો આભારી છું. હું બીકાનેરની જનતા તરફથી તેમને ધન્યવાદ આપું છું.
2:25 PM, 30 May

સંતોષ ગંગવાર અને નિત્યાનંદ રાય પણ મોદી સાથે મુલાકાત કરશે.
2:23 PM, 30 May

રામવિલાસ પાસવાન સાંજે 4.30 વાગ્યે પીએમ મોદીને મળશે.
2:22 PM, 30 May

શપથ ગ્રહણ પહેલા પીએમ ઑફિસથી કેટલાક સાંસદોને ફોન કોલ આવ્યો.
2:22 PM, 30 May

આજે સાંજે આઠ વાગ્યે પીએમ મોદી બીજી વખત પીએમ પદ અને ગુપ્તતાના શપથ ગ્રહણ કરશે.
READ MORE

English summary
Narendra Modi's Swearing-in Ceremony Live Updates: purushottam rupala and mansukh mandavya also can get cabinet ministry.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X