ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે પીએમ મોદી રાફેલ અંગે કંઈક આવું બોલ્યા
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જો ભારત પાસે રાફેલ વિમાન હોત તો કદાચ જે થયું તે ના થાત, ત્યારે આના કરતા પણ વધારે તાકાતનો અનુભવ પાકિસ્તાનને કરાવવામાં આવી શકાય
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે જો ભારત પાસે રાફેલ વિમાન હોત તો કદાચ જે થયું તે ના થાત, ત્યારે આના કરતા પણ વધારે તાકાતનો અનુભવ પાકિસ્તાનને કરાવવામાં આવી શકાય. પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે પીએમ મોદી ઘ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. પીએમ મોદીએ શનિવારે ઇન્ડિયા ટુડે કોન્ક્લેવમાં જણાવ્યું કે દેશની સેનાની મજબૂતી માટે તેમને રાફેલ ડીલ કરી છે. આ દરમિયાન પીએમ મોદીએ જૂની સરકારો પર પ્રહાર કર્યા અને પોતાની સરકારના વખાણ કર્યા.
આ પણ વાંચો: 'પીએમ મોદી વાયુસેનાના પૈસા છીનવીને પોતાના દોસ્ત અંબાણીને આપી રહ્યા છે'

પહેલા ફક્ત ડીલ વાળી સરકાર હતી
પીએમ મોદીએ કહ્યું કે પહેલા ફક્ત ડીલ વાળી સરકાર હતી. જે લોકો પહેલા સત્તામાં હતા, તેઓ ઈચ્તા હતા કે ગરીબ હંમેશા ગરીબ થઈને જ રહે. જેનું સૌથી સારું ઉદાહરણ કિસાન દેવામાફી છે. કોઈ પણ વિશેષજ્ઞ ઘ્વારા એવું નથી જણાવવામાં આવ્યું કે દેવું માફ કરવાથી ખેડૂતોની સમસ્યા ઉકેલાઈ જશે. તેમ છતાં યુપીએ દરેક ચૂંટણીમાં દેવામાફી સાથે આવે છે. કોંગ્રેસને ખેડૂતોના દેવામાફી પર ચૂંટણી લડવાનું પસંદ છે જયારે અમારો વિચાર અલગ છે.

કિશાન સમ્માન નિધિ યોજના શરુ કરી
પીએમ મોદીએ કહ્યું કે તેમને ખેડૂતો માટે કિશાન સમ્માન નિધિ યોજના શરુ કરી, જે ખેડૂતોના કલ્યાણ માટે છે. આ સ્કીમના માધ્યમથી અમારી સરકારે 6000 રૂપિયા ખેડૂતોને આપવાનો નિર્ણય કર્યો છે. તેના માટે અમારી સરકારે 24 કલાક કામ કરીને 24 દિવસમાં આ યોજના લોન્ચ કરી. પહેલા સરકારમાં સ્કીમનું નામ આપવામાં જ સમય નીકળી જતો હતો કે પરિવારના કયા સદસ્યના નામ પર સ્કીમ ચાલુ કરવામાં આવે.

પહેલાની સરકારમાં ટોકન પ્રથા
પીએમ મોદીએ કોંગ્રેસ સરકાર પર કહ્યું કે પહેલાની સરકારમાં ટોકન આપવાની પ્રથા હતી, જયારે અમે ટોટલ એપ્રોચ સાથે કામ કરી રહ્યા છે. કોંગ્રેસ સરકારે નારો આપ્યો છે ગરીબી હટાવો પરંતુ તે કેવી રીતે થશે તે નથી જણાવ્યું. ગરીબી હટાવવા માટે સરકારે બેન્કોને રાષ્ટ્રીયકરણનું ટોકન આપ્યું પરંતુ કોઈ પણ ગરીબીને બેન્કના દરવાજે પહોંચાડવાની વ્યવસ્થા નહીં કરી. જયારે અમારો સરકાર ગરીબોનું જીવન સારું બને તેના માટે સતત પ્રયાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
