• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્યુલરિઝમની આડમાં કોંગ્રેસ દેશને છેતરી રહીં છે : નરેન્દ્ર મોદી

|

પુણે, 14 જુલાઇ : પુણેની ફર્ગ્યૂશન કોલજના વિદ્યાર્થીઓને સંબોધ્યા બાદ નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીની જાહેર બેઠકમાં હાજરી આપશે અને પાર્ટીના કાર્યકરો તેમજ સ્થાનિક લોકોને સંબોધવા જઇ રહ્યા છે. પુણેના ભાજપી કાર્યકર્તાઓએ નરેન્દ્ર મોદીનું ભારે સ્વાગત કર્યું હતું.

મોદીની એન્ટ્રી થતા જ લોકોએ સૂત્રાચ્ચાર કરવાનું ચાલુ કરી દીધું કે 'નરેન્દ્ર મોદી તુમ આગે બઢો હમ તુમારે સાથ હે'. બાદમાં મોદીએ શિવાજી મહારાજની આરતી ઉતારી તેમજ તેમનું એક પુસ્તક અને તલવાર આપી સન્માન કરાયું. મંચ પર તેમની સાથે પ્રકાશ જાવડેકર અને ગોપીનાથ મુંડે પણ હતા.

મોદીએ ફર્ગ્યૂશન કોલેજના વિદ્યાર્થીઓનું સંબોધન કરતા દેશને આગળ લાવવા માટે કઇકઇ સમસ્યાઓને હલ કરવાની જરૂર છે તે અંગે ખુલીને વાત કરી હતી. મોદીએ યુવાશક્તિને ભાજપ તરફ આકર્ષવા માટે સ્કીલ ડેવલપમેન્ટ અને એમ્પાવરમેન્ટ પર ફોકસ કર્યું હતું. ઉપરાંત તેમણે કોંગ્રેસની સરકાર પર પણ પ્રહારો કર્યા હતા.

મોદીએ જાહેર સભાને સંબોધતા જણાવ્યું કે પુણેની ધરતી પવિત્ર ધરતી છે. જ્યાંથી લોકમાન્ય તિલકે અંગ્રેજોને લલકાર આપી હતી. તેમણે મંત્ર આપ્યો હતો કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે. ફરીથી પુણે લલકારી રહ્યું છે કે સુરાજ્ય અમારો અધિકાર છે. સ્વરાજ્ય મળ્યું પરંતુ સુરાજ્ય નથી મળ્યું.

જ્યારે દેશ આઝાદ થયો ત્યારે રૂપિયાની કિંમત ડોલરની બરાબર હતી અને આજે રૂપિયો તૂટતો જ જઇ રહ્યો છે. આ કોંગ્રેસની એવી તો કેવી ધારા છે જેમાં વડાપ્રધાન જે પોતે અર્થશાસ્ત્રી છે તે અનર્થશાસ્ત્રી બની જાય છે. કોંગ્રેસની ધારા જ એવી છે.

એવું તે શું કારણ છે કે માત્ર ભારતનો રૂપિયાની કિંમત ઓછી થઇ રહી છે. આવું રૂપિયામાં પરિવર્તન થવાથી નથી થયું પરંતુ આવું એટલા માટે થયું છે કે કેન્દ્રની સરકાર દિલ્હીમાં ખાવાપીમાં અને લૂંટાવામાં જ પડી છે.

હું મીડિયાને પ્રાર્થના કરું છું કે તેમણે 35 વર્ષ પહેલા ગરીબી હટાવવાનું વચન આપ્યું હતું તેમણે શા માટે હજી પૂરું નથી કર્યું. તેમની બેશરમી સીમા તો જુઓ જેમણે ગરીબી હટાવવાનું સૂત્ર આપ્યું હતું, એ આશાએ દેશનો ગરીબ તેમને વોટ આપતો રહ્યો. પરંતુ તેઓ હવે સમજી ગયા છે કે તેઓ ગરીબી હટાવી શકે તેમ નથી. એટલે હવે તેઓ ગરીબોના ઘરે જાય છે અને રાત વિતાવે છે અને મીડિયામાં ચમકે છે.

હું દિલ્હી સરકારને પૂછવા માંગુ છું કે સંસદમાં સત્ર મળવાનું છે. તેમણે વટહુકમની ઉતાવળ એટલા માટે કરી કારણ કે તેમે યુપીએના તેમના સાથીઓ પર વિશ્વાસ નથી. જો વિશ્વાસ લાવીને ખરડો લાવીશું તો સાથીદારોને પણ લોકપ્રીયતા મળશે. પરંતુ વટહુકમ લાવીને તેનો જશ માત્ર કોંગ્રેસ જ મેળવવા માગે છે. અને એવું કરીને તેમણે સંસદનું અપમાન કર્યું છે.

નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર પર પ્રહાર કરતા આટલા પ્રશ્નો કર્યા અને કહ્યું કે દેશની જનતા જવાબ માગી રહી છે...

સરહદ પર બે સૈનિકોના શિરચ્છેદ કરી ગયા પાક. સૈનિકો છતાં પાકિસ્તાનના પ્રધાનમંત્રીને ચીકન-બિરિયાનીનું ભોજ કરાવ્યું શા માટે?

100 દિવસની રોજગારી હજી સુધી કેમ મળી નથી?

મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું પરંતુ તે થઇ નથી કેમ?

સુપ્રીમે કહ્યું હતું કે અનાજ ગરીબોને વેચી દેવામાં આવે પરંતુ તે વરસાદના કારણે સડી ગયું, કેમ સરકારે ગરીબોને અનાજ ના આપ્યું?

સડેલું અન્ન બાદમાં દારુ બનાવનારાઓને 65 રૂપિયામાં વેચી દીધું કેમ?

ભ્રષ્ટાચાર કોઇ સીમા વધી છે શું... કોઇ એવું સ્થળ નથી જ્યાં તેમનો હાથ ના હોય. દેશમાંથી માંગ ઉઠી રહી છે કે વિદેશોમાં જે કાળું નાણું છે તેને દેશમાં પાછું લાવવામાં આવે તો દરેક ગરીબ પરિવારને 15 લાખ રૂપિયા મળે. પરંતુ દિલ્હી સરકાર શા માટે એ રૂપિયા ફેંકનારાઓની રક્ષક બની રહી છે.

ભાઇઓ અને બહેનો કોમનવેલ્થ ગેમમાં આપણા દેશનું નામ બદનામ કરી નાખ્યું. કોલસાની પાછળ કયા લોકો છે? શું પ્રધાનમંત્રી કાર્યલય સુધી વાત જાય છે કે નહીં જો જતી હોય તો બહાર આવવું જોઇએ. સીબીઆઇનો સરકાર ભરપૂર ઉપયોગ કરી રહી છે. પોતાના રાજનૈતિક હિત માટે સરકારી સંસ્થાનો ઉપયોગ કરવાનો? દેશની તિજોરી ખાલી કરી નાખવાની? જુની પેઢીએ તો તમને માફ કરી દીધા. પરંતુ હવે નવી પેઢી તમને બક્ષવાની નથી. હવે તમારો નિર્ણય 65-70ના વર્ષમાં જન્મેલા લોકો કરવાના છે. જ્યારે પણ તેમની પર કોઇ સમસ્યા આવે છે ત્યારે તેઓ સેક્યુલરિઝમની ચાદર ઓઢીને છૂપાઇ જાય છે. કોંગ્રેસ પાર્ટી હવે સેક્યુલરિઝમના નામે ગરીબોને, યુવાનાના રોજગાર પર કે દેશની બેટીયોની ઇજ્જત પર તરાપ મારી શકશે નહી.

હું કેન્દ્રની સરકારને આહ્વાન કરું છે આવો મુકાબલો થઇ જાય. અટલજીના નેતૃત્વમાં મોંઘવારી ક્યાં હતી, વિકાસના કાર્યો કેટલા હતા, રોજગાર કેટલો મળતો જ્યારે મનમોહન સરકાર હાલમાં કેટલું આપી રહી છે. મને વિશ્વાસ છે મિત્રો કે આપને અટલજીની સરકાર સૌથી સારી લાગશે.

મિત્રો એ બતાવો કે શા માટે આતંકવાદ વારંવાર આપણા દેશ પર હુમલાઓ કરે છે. શું સરકારની તેના પ્રત્યે કોઇ જવાબદારી નથી. મહારાષ્ટ્રમાં પણ હુમલા થાય છે શું રાજ્ય સરકારની કોઇ જવાબદારી નથી. એવું લાગે છે કે આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે જ કેન્દ્રની સરકાર દિલ્હીમાં બેઠી છે.

ગુજરાતમાંથી મહારાષ્ટ્ર સરકારને 400 કરોડ રૂપિયાની મફત વીજળી મળી શકે તેમ છે પરંતુ એવું કરવા માટે જે સરદાર સરોવર ડેમ પર જે દરવાજા લગાવવાના છે તેના માટે મીટીંગ કરવાની છે તે થઇ નથી રહીં. બોલો તે લોકો આવું પણ કરવા માટે તૈયાર નથી. આવું કરવાથી મહારાષ્ટ્ર સરકારના 400 કરોડ બચશે જેનો તેઓ અન્ય વિકાસના કામમાં ઉપયોગ કરી શકે. પરંતુ એવું કરવા માટે તેમની પાસે સમય જ નથી.

મને પૂરેપૂરો વિશ્વાસ છે કે દેશના વિકાસમાં મહારાષ્ટ્ર પણ પાછળ નહી રહે. પેન્ડાલમાં જગ્યા હોય કે ના હોય પરંતુ મારા દિલમાં તમારા માટે ભરભૂર જગ્યા છે. મહારાષ્ટ્રની ભૂમિ સંતોની પણ ભૂમિ છે એવું કહીને નરેન્દ્ર મોદીએ મરાઠી ભાષામાં લોકોને શુભેચ્છા પાઠવી પોતાનું સંબોધન પૂર્ણ કર્યું હતું.

English summary
Narendra Modi speaks at BJP Public Meeting in Pune.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more