For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જજોની પ્રેસકોન્ફર્ન્સ પછી PM મોદીએ કરી કાનૂન મંત્રીથી મુલાકાત

ચાર જજોએ આજે પ્રેસવાર્તા કરી હતી. તેના પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રીય મંત્રી રવિ શંકર જોડે મુલાકાત કરી હતી. સાથે જ અન્ય લોકોએ આ મામલે શું પ્રતિક્રિયા આપી વિગતવાર જાણો અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

આજે દેશના ઇતિહાસમાં પહેલીવાર તેવું બન્યું છે કે સુપ્રીમ કોર્ટના ચાર જજોએ એક સાથે પ્રેસવાર્તા કરી હોય. અને મુખ્ય ન્યાયાધીશના કામકાજ પર સવાલ ઊભો કર્યો હોય. આ ચાર જજોના નામ છે જસ્ટિસ ચેલમેશ્વર, જસ્ટિસ મદન લોકુર, જસ્ટિસ કુરિયન જોસેફ, જસ્ટિસ રંજન ગોગોઇ. આ જજોની પ્રેસકોન્ફન્સથી સરકારમાં ભૂકંપ સર્જાઇ ચૂક્યો છે. અને તેમની પીસી પછી તરત જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદ અને રાજ્યમંત્રી પીપી ચૌધરીની આ મુદ્દે મુલાકાત કરી છે. જે બતાવે છે કે આ વાતની અસર કેટલી હદ સુધી થઇ છે. ચીફ જસ્ટિસ પછી બીજા સૌથી સિનિયર જજ જસ્ટિસ ચેલેમેશ્વરે પણ પ્રેસકોન્ફર્ન્સમાં કહ્યું છે કે સુપ્રીમ કોર્ટનું પ્રશાસન ઠીક રીતે કામ નથી કરી રહ્યું. જો આમ જ રહેશે તો લોકતંત્રિક પરિસ્થિતિ ઠીક નહીં રહે. સાથે જ તેમણે આ મુદ્દાઓ પણ પહેલા લેખિતમાં ચીફ જસ્ટિસને જણાવી હોવાની અને છતાં તે મામલે કોઇ પગલાં નથી લેવાયા તેવું આ ચારેય જજોનું કહેવું છે.

ravi shankar prasad

જજો દ્વારા આ પીસી કર્યા પછી તે વિવાદે જોર પકડ્યું છે કે દેશની કાનૂન વ્યવસ્થા સાથે શું થઇ રહ્યું છે. વધુમાં યુપીએ સરકારના કાનૂન મંત્રી અશ્વિની કુમારે કહ્યું કે આ ન્યાયપાલિકાની ઇમેજ માટે યોગ્ય નથી. વળી દેશના વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે કહ્યું કે આજનો દિવસ ન્યાયપાલિકા માટે કાળા દિવસ છે. અને આ પ્રેસ કોન્ફર્ન્સ પછી કોઇ પણ ન્યાયપાલિકાના નિર્ણયને શંકાની નજરે જોવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ પ્રેસ કોન્ફર્ન્સ પછી જ્યાં એક બાજુ તેનો વિરોધ થઇ રહ્યો છે ત્યાં જ બીજી તરફ કેટલાક લોકો તેને આવકારી પણ રહ્યા છે. આમ આ સમગ્ર મુદ્દાને ચર્ચા અને વિવાદની સાથે જ મિશ્ર પ્રતિસાદ પણ મળી રહ્યો છે.

English summary
As soon as four senior-most Supreme Court judges finished their unprecedented press conference in New Delhi, Prime Minister Narendra Modi called both the Law Ministers Ravi Shankar Prasad and Minister of State PP Chaudhury.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X