For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો : PM બનતા પહેલા મોદીએ કોને દોડતા કર્યા?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 મે : આજે ભાજપની સંસદીય સમિતી અને એનડીએની બેઠકમાં નરેન્દ્ર મોદીને સર્વાનુમતે વડાપ્રધાન પદ માટે ચૂંટી લેવામાં આવ્યા છે. આગામી 26 મે, 2014, સોમવારના રોજ સાંજે 6 વાગે વડાપ્રધાન પદ માટે શપથ લેશે. સામાન્ય રીતે વડાપ્રધાન તરીકેની શપથ લીધા બાદ કામગીરી સમજીને કામકાજ શરૂ કરવામાં આવતું હોય છે. નરેન્દ્ર મોદીના કિસ્સો અપવાદરૂપ છે. નરેન્દ્ર મોદીએ ચૂંટાઇ આવતાની સાથે જ દિવસો વેડફવાને બદલે વડાપ્રધાન તરીકેનું કામકાજ શરૂ કરી દીધું છે.

નરેન્‍દ્ર મોદીએ હજુ ભલે દેશના વડાપ્રધાન તરીકે શપથગ્રહણ નથી કર્યા પણ તેમણે અત્‍યારથી જ વિવિધ મંત્રાલયો પાસેથી હિસાબ-કિતાબ માંગ્‍યા છે. દેશની આંતરિક સુરક્ષા વિશેની જાણકારી મેળવવાની સાથે જ મોદીએ ટ્વીટર ડિપ્‍લોમસી પણ શરૂ કરી દીધી છે.

ભાજપ અને એનડીએના સહયોગી પક્ષો આજે નરેન્‍દ્ર મોદીને સંસદીય દળના આગેવાન તરીકે ચૂંટવાની ઔપચારિકતા પૂરી કર્યા બાદ મોદી રાષ્‍ટ્રપતિ સમક્ષ સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. રાષ્ટ્રપતિએ મંજુરી આપી દીધી છે. હવે નરેન્દ્ર મોદી 26 મે, 2014ના રોજ સાંજે 6 વાગે શપથ લેશે. આ પહેલા નરેન્દ્ર મોદીએ કામકાજ શરૂ કરીને કોને દોડતા કર્યા તે જાણીએ...

આંતરિક સુરક્ષાના મુદ્દે ચર્ચા

આંતરિક સુરક્ષાના મુદ્દે ચર્ચા

નરેન્દ્ર મોદીએ સરકારી કામકાજ પર નજર રાખવાની શરૂઆત કરી દીધી છે. નરેન્દ્ર મોદીએ કેન્‍દ્રીય ગૃહ સચિવ સાથે બેઠક યોજીને આંતરિક સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે જાણકારી મેળવી હતી. આ પહેલાં રવિવારે કેબિનેટ સચિવે પણ મોદી સાથે બેઠક યોજી હતી.

યુપીએ સરકારની ઉણપોની માહિતી મંગાવી

યુપીએ સરકારની ઉણપોની માહિતી મંગાવી

મોદીએ કેબિનેટ સચિવને પૂર્વ સરકારની સિદ્ધિઓની બદલે તેમની ઉણપો વિશે માહિતી આપવા જણાવ્‍યું. આ ઉપરાંત સોમવારના ઇન્‍ટેલીજન્‍સ બ્‍યુરો (આઇબી)ના પૂર્વ ડાયરેકટર અજીત ડોબાલે પણ ભાવિ વડાપ્રધાનની મુલાકાત લીધી હતી. દેશ સમક્ષ હાલની સુરક્ષા પરિસ્‍થિતિઓ સામે ઉભા થઇ રહેલા પડકારો વિશે જણાવ્‍યું હતું. ડોબાલને મોદી સરકારમાં રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકારનું પદ મળશે તેવું ઘણા રાજકીય પંડિતોનું માનવું છે.

દેશની આંતરિક સુરક્ષા વધારવાના આદેશ

દેશની આંતરિક સુરક્ષા વધારવાના આદેશ

ભાજપના ટોચના નેતાઓ સાથેની બેઠકોની વ્‍યસ્‍તતા વચ્‍ચે પણ મોદીએ સોમવારે ગૃહ સચિવ અનિલ ગોસ્‍વામીને બોલાવીને આંતરિક સુરક્ષાની હાલત વિશે જાણકારી મેળવી 15 મિનિટની બેઠકમાં ગૃહ સચિવે ગૃહ મંત્રાલયની હેઠળ આવનારા વિભાગો સાથે સંકળાયેલા મહત્‍વના મુદ્દાઓ સાથે નરેન્‍દ્ર મોદીને માહિતગાર કરાવ્‍યા અને સાથે જ આંતરિક સુરક્ષાને વધારે ચુસ્‍ત બનાવવા માટે તાત્‍કાલિક રીતે ભરવામાં આવતાં પગલાઓ વિશે પણ જણાવ્‍યું

રવિવારે પણ સચિવો દોડતા રહ્યા

રવિવારે પણ સચિવો દોડતા રહ્યા

ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇચ્‍છા જાણીને કેબિનેટ સચિવે રવિવારે જ તમામ મંત્રાલયોના સચિવોને સોમવારે બપોર સુધીમાં તમામ માહિતી તેમને પહોંચાડી આપવાનો આદેશ આપી દીધો હતો.

મોદી માટે ખાસ પ્રેઝન્ટેશન

મોદી માટે ખાસ પ્રેઝન્ટેશન

સામાન્ય રીતે દરેક નવા વડાપ્રધાનને સરકારી કામકાજ વિશે જણાવવા કેબિનેટ સચિવાલય એક પ્રેઝેન્‍ટેશન તૈયાર કરી આપે છે પણ મોદી તરફથી આ વિશેના સ્‍પષ્‍ટ સુચન આવ્‍યા બાદ મોદી માટે નવું પ્રેઝેન્‍ટેશન તૈયાર કરવામાં આવ્‍યું હતું.

ભાવિ નિર્ણયો કેવા લેવા?

ભાવિ નિર્ણયો કેવા લેવા?

મોદીએ તમામ મંત્રાલયોના સચિવોને પૂછાવ્‍યું છે કે પાછલા પાંચ વર્ષ દરમિયાન યુપીએ સરકારે એવા કયાં પગલાં છે જે નહોતા ભરવા જોઇતા ન હતા? તેવી વિગતો માંગી છે. બીજી વિગત એવી માંગી છે કે તમારી (સચિવ) પાસે તમામ અધિકારો હોત તો આ મામલાઓમાં તમે ખુદે કેવો નિર્ણય લીધો હોત? ત્રીજું, આવનારા પાંચ વર્ષ દરમિયાન સરકારે હવે શું કરવું જોઇએ?

મોદી બન્યા અપવાદ

મોદી બન્યા અપવાદ

સરકારના એક વરિષ્‍ઠ અધિકારીએ કહ્યું કે આવું પહેલી વાર બન્‍યું છે કે જયારે વડાપ્રધાનપદના સત્તાવાર શપથ લીધા પહેલા જ કોઇ નેતાઓ કામ શરૂ કરી દીધું હોય.

આ મુદ્દાઓને પ્રાથમિકતા

આ મુદ્દાઓને પ્રાથમિકતા

ભાવિ વડાપ્રધાનને નકસલ, જમ્‍મુ-કાશ્‍મીર અને ઉત્તર-પૂર્વના રાજયોની સુરક્ષા સ્‍થિતિ વિશે જણાવવામાં આવ્‍યું છે. મોદીએ સાથોસાથ આંધ્ર પ્રદેશના સંસાધનોના વિભાજન કરીને નવા રાજય તેલંગાણાની સ્‍થાપના વિશે પણ માહિતી મેળવી હતી.

નરેન્દ્ર મોદીએ સરકારી કામકાજ પર નજર રાખવાની શરૂઆત કરી દીધી છે. નરેન્દ્ર મોદીએ કેન્‍દ્રીય ગૃહ સચિવ સાથે બેઠક યોજીને આંતરિક સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દાઓ વિશે જાણકારી મેળવી હતી. આ પહેલાં રવિવારે કેબિનેટ સચિવે પણ મોદી સાથે બેઠક યોજી હતી.

મોદીએ કેબિનેટ સચિવને પૂર્વ સરકારની સિદ્ધિઓની બદલે તેમની ઉણપો વિશે માહિતી આપવા જણાવ્‍યું. આ ઉપરાંત સોમવારના ઇન્‍ટેલીજન્‍સ બ્‍યુરો (આઇબી)ના પૂર્વ ડાયરેકટર અજીત ડોબાલે પણ ભાવિ વડાપ્રધાનની મુલાકાત લીધી હતી. દેશ સમક્ષ હાલની સુરક્ષા પરિસ્‍થિતિઓ સામે ઉભા થઇ રહેલા પડકારો વિશે જણાવ્‍યું હતું. ડોબાલને મોદી સરકારમાં રાષ્‍ટ્રીય સુરક્ષા સલાહકારનું પદ મળશે તેવું ઘણા રાજકીય પંડિતોનું માનવું છે.

ભાજપના ટોચના નેતાઓ સાથેની બેઠકોની વ્‍યસ્‍તતા વચ્‍ચે પણ મોદીએ સોમવારે ગૃહ સચિવ અનિલ ગોસ્‍વામીને બોલાવીને આંતરિક સુરક્ષાની હાલત વિશે જાણકારી મેળવી 15 મિનિટની બેઠકમાં ગૃહ સચિવે ગૃહ મંત્રાલયની હેઠળ આવનારા વિભાગો સાથે સંકળાયેલા મહત્‍વના મુદ્દાઓ સાથે નરેન્‍દ્ર મોદીને માહિતગાર કરાવ્‍યા અને સાથે જ આંતરિક સુરક્ષાને વધારે ચુસ્‍ત બનાવવા માટે તાત્‍કાલિક રીતે ભરવામાં આવતાં પગલાઓ વિશે પણ જણાવ્‍યું.

ભાવિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઇચ્‍છા જાણીને કેબિનેટ સચિવે રવિવારે જ તમામ મંત્રાલયોના સચિવોને સોમવારે બપોર સુધીમાં તમામ માહિતી તેમને પહોંચાડી આપવાનો આદેશ આપી દીધો હતો.

સામાન્ય રીતે દરેક નવા વડાપ્રધાનને સરકારી કામકાજ વિશે જણાવવા કેબિનેટ સચિવાલય એક પ્રેઝેન્‍ટેશન તૈયાર કરી આપે છે પણ મોદી તરફથી આ વિશેના સ્‍પષ્‍ટ સુચન આવ્‍યા બાદ મોદી માટે નવું પ્રેઝેન્‍ટેશન તૈયાર કરવામાં આવ્‍યું હતું.

મોદીએ તમામ મંત્રાલયોના સચિવોને પૂછાવ્‍યું છે કે પાછલા પાંચ વર્ષ દરમિયાન યુપીએ સરકારે એવા કયાં પગલાં છે જે નહોતા ભરવા જોઇતા ન હતા? તેવી વિગતો માંગી છે. બીજી વિગત એવી માંગી છે કે તમારી (સચિવ) પાસે તમામ અધિકારો હોત તો આ મામલાઓમાં તમે ખુદે કેવો નિર્ણય લીધો હોત? ત્રીજું, આવનારા પાંચ વર્ષ દરમિયાન સરકારે હવે શું કરવું જોઇએ?

સરકારના એક વરિષ્‍ઠ અધિકારીએ કહ્યું કે આવું પહેલી વાર બન્‍યું છે કે જયારે વડાપ્રધાનપદના સત્તાવાર શપથ લીધા પહેલા જ કોઇ નેતાઓ કામ શરૂ કરી દીધું હોય. ભાવિ વડાપ્રધાનને નકસલ, જમ્‍મુ-કાશ્‍મીર અને ઉત્તર-પૂર્વના રાજયોની સુરક્ષા સ્‍થિતિ વિશે જણાવવામાં આવ્‍યું છે. મોદીએ સાથોસાથ આંધ્ર પ્રદેશના સંસાધનોના વિભાજન કરીને નવા રાજય તેલંગાણાની સ્‍થાપના વિશે પણ માહિતી મેળવી હતી.

English summary
Narendra Modi started work as PM before Oath ceremony.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X