For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ પીએમ પદના શપથ લીધા, બન્યા દેશના 15મા વડાપ્રધાન, જુઓ તસવીરો

મોદીએ પીએમ પદના શપથ લીધા, બન્યા દેશના 15મા વડાપ્રધાન, જુઓ તસવીરો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદીએ ગુરુવારે સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ ભવનમાં બીજીવાર પીએમ પદના શપથ લીધા છે, તેઓ દેશના 15મા પીએમ બની ગયા છે, આ ભવ્ય કાર્યક્રમમાં 8000 જેટલા મહેમાનોએ હાજરી આપી, વિદેશી મહેમાનોમાં બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર, થાઈલેન્ડ, નેપાળ અને ભૂટાનના પ્રમુખ સામેલ થયા છે, વર્ષ 2014માં પણ પીએમ મોદીનો શપથ ગ્રહણ સમારોહ ભવ્ય હતો પરંતુ આ વખતે શપથ ગ્રહણને તેનાથી પણ વધુ ભવ્ય બનાવવાની કોશિશ કરવામાં આવી છે.

સુષ્મા સ્વરાજ મંત્રી નહિ બને

સુષ્મા સ્વરાજ મંત્રી પદના શપથ નહિ લે, સમારોહ દરમિયાન તેઓ દર્શકોની લાઈનમાં બેઠાં હતાં. આ દરમિયાન નીતિશ કુમારે કહ્યું કે અમે નવી સરકારનો ભાગ નહિ બનીએ. મોદી મંત્રિમંડળમાં 64 મંત્રી હોય શકે છે. 2014માં 45 મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. જો કે, બાદમાં કુલ મંત્રિઓની સંખ્યા 76 થઈ ગઈ છે.

બિમ્સટેકના સભ્યો બન્યા મહેમાન

2014માં સાર્ક દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રિત કરવામાં આવ્યા હતા, આ વખતે બિમ્સટેકના સભ્યોને બોલાવવામાં આવ્યા છે, એવામાં આ વખતે બિમ્સટેકના દેશ જેમ કે બાંગ્લાદે, શ્રીલંકા, ભૂટાન, મ્યાનમાર, નેપાળ અને થાઈલેન્ડના રાષ્ટ્રાધ્યક્ષોને આમંત્રિત કરવાાં આવ્યા છે એટલે કે આ વખતે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને માલદિવના રાષ્ટ્રાધ્યક્ષ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ નહિ થાય, ગત વખતે પાકિસ્તાનના તત્કાલિન પીએમ નવાઝ શરીફ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા પરંતુ આ વખતે પાકના પીએમ અમરિંદર સિંહને આમંત્રણ આપવામાં આવ્યું નથી.

29 રાજ્યોના રાજ્યપાલ પણ આજે સમારોહમાં

શપથ ગ્રહણ સમારોહમાં 29 રાજ્યોના રાજ્યપાલ પણ સામેલ છે, તેમના સિવાય રાજનીતિ, ફિલ્મ, ખેલ અને ઉદ્યોગ જગતની કેટલીય મશહૂર હસ્તિઓ આ કાર્યક્રમમાં હાજરી આપી રહી છે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણી, તેમના પત્ની નીતા અંબાણી, ધાર્મિક ગુરુ સદ્ગુરુ રાષ્ટ્રપતિ ભવનમાં ઉપસ્થિત છે, આ વખતે પણ શપથ ગ્રહણ સમારોહ રાષ્ટ્રપતિ ભવનની સામે આવેલ ફોરકોર્ટ પરિસરમાં યોજવામાં આવ્યો છે. આવું ચોથીવાર થઈ રહ્યું છે જ્યારે કોઈ વડાપ્રધાનનો શપથ ગ્રહણ સમારોહ દરબાર હોલમાં ન થવાને બદલે ફોરકોર્ટમાં થઈ રહ્યો છે.

વધુ મંત્રી ન મળતાં JDU નારાજ, શપથ ગ્રહણની ઠીક પહેલા નીતિશ કુમારે કરી ઘોષણાવધુ મંત્રી ન મળતાં JDU નારાજ, શપથ ગ્રહણની ઠીક પહેલા નીતિશ કુમારે કરી ઘોષણા

English summary
narendra modi takes oath as 15th prime minister of india
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X