ભાજપમાં બેઠકોનો દોર જારી, મોદીની RSS પ્રમુખ સાથે મુલાકાત

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 18 મેઃ ચૂંટણી પરિણામ બાદ હવે એનડીએની સરકાર બનાવવા માટે કવાયદ શરૂ થઇ ગઇ છે. એનડીએના ભાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પાર્ટી અધ્યક્ષ રાજનાથ સિંહ સહિત વરિષ્ઠ નેતાઓ મળીને કેન્દ્રમાં નવી સરકાર બનાવવા પર ચર્ચા કરી રહ્યાં છે. ભાજપ સાથે જ નવા કેબિનેટની રચનામાં સંઘની ભૂમિકા મહત્વની થવાની છે.

modinopmination
ભાજપ નેતા વૈંકેયા નાયડૂએ સ્પષ્ટ કર્યું કે, મંત્રીમંડળની સંચરના તૈયાર કરવામાં આરએસએસની મહત્વની ભૂમિકા હશે. સૂત્રો અનુસાર આ બેઠક દરમિયાન નવ મંત્રી મંડળનો ખાકો તૈયાર કરવામાં આવશે અને નવી સરકારમાં કોની કઇ ભૂમિકા હશે, એ નક્કી કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છેકે નવા મંત્રી મંડળની રચનામાં સંઘ નેતાઓનો પ્રતિભાવ પણ લેવામાં આવશે.

જણાવવામાં આવે છેકે મોદી આજે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને મળશે, પરંતુ ભાગવત અત્યારે કોલકતામાં છે અને તેઓ સાંજ સુધીમાં પહોંચશે. ભાજપના નેતાઓ સાથે મોદીની પહેલી બેઠક ગુજરાત ભવનમાં પ્રસ્તાવિત છે. માનવામાં આવી રહ્યું છેકે આ બેઠકમાં ગુજરાતના નવા મુખ્યમંત્રીના નામ પર ચર્ચા થઇ શકે છે. આ ઉપરાંત નરેન્દ્ર મોદીના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપાયીને મળવાનો પણ કાર્યક્રમ છે. નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવતા પહેલાની ઔપચારિકતા પૂર્ણ કરવા માટે ભાજપ સંસદીય દળ 20મી મેના રોજ થનારી પોતાની બેઠકમાં તેમને પોતાના નેતા ચૂંટશે.

English summary
Prime Minister-elect Narendra Modi is due to meet several top BJP leaders and RSS functionaries today, ahead of finalising his Cabinet.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X