For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીનો રેકોર્ડ! ચૂંટણી પ્રચાર માટે કાપ્યું 3 લાખ કિ.મીનું અંતર

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 મેઃ ભાજપના પીએમના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પોતાના ધુંઆધાર પ્રચાર અભિયાનથી લોકસભા ચૂંટણી પ્રચારના રેકોર્ડ તોડી નાંખ્યા છે. આ દાવો ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. પાર્ટી અનુસાર નરેન્દ્ર મોદી અત્યારસુધી દેશભરમાં 3 લાખ કિ.મીથી વધારેનું અંતર કાપીને એક પ્રકારનો રેકોર્ડ બનાવી ચૂક્યા છે અને પ્રચારના પરંપરાગત અને નવા પ્રકારની રીતોને મેળવીને 5827 કાર્યક્રમોમાં ભાગ લઇ ચૂક્યા છે.

narendra-modi-rally
ભાજપે તેને ભારતના ચૂંટણી ઇતિહાસનું સૌથી મોટું જનસંપર્ક ગણાવ્યું છે, જેમાં મોદીએ ગત વર્ષની 15 સપ્ટેમ્બરથી 25 રાજ્યોમાં 437 જનસભાઓ સંબોધિત કરી ચૂક્યા છે અને 1350 3ડી રેલીઓમાં ભાગ લઇ ચૂક્યા છે. મોદીના સાર્વજનિક કાર્યક્રમોની કુલ સંખ્યા 5827 ગણાવવામાં આવી છે, જેમાં તેમની 4 હજાર ચાય પે ચર્ચા કાર્યક્રમ પણ સામેલ છે. જેમાં મોદીએ દેશના અનેક શહેરોની જનતાને વીડિયો લિંકના માધ્યમથી ચર્ચા કરી. આ ઉપરાંત મોદીના બે મોટા રોડ શો પણ ગણી શકાય છે, જે તેમણે વડોદરા અને વારાણસીમાં કર્યા. આ બન્ને બેઠકોથી તેઓ ઉમેદવાર છે.

10 કરોડ લોકો સુધી પહોંચ્યા મોદી
ભાજપે દાવો કર્યો છેકે મોદી સીધી રીતે 5થી 10 કરોડ લોકો સુધી પોતાની પહોંચ બનાવી શક્યા છે. મોદીએ આ અભિયાનની પહેલી રેલી ગત 15 ડિસેમ્બરે હરિયાણાના રેવાડીમાં કરી હતી, જે પૂર્વ સૈનિકોની રેલી હતી. તેમની આ પ્રચાર યાત્રા 10 મેના રોજ પૂર્વીય ઉત્તર પ્રદેશના બલિયામાં આયોજિત રેલીની સાથે સમાપ્ત થઇ. બલિયામાં સોમવારે મતદાન છે.

મોદીએ ચૂંટણી કાર્યક્રમની તારીખોની જાહેરાત પહેલા મોહાલ બનાવવા માટે 21 રાજ્યોમાં 38 રેલીઓને સંબોધિત કરી. તેમણે 26 માર્ચે ઉધમપુરમાં જનસભા સાથે ભારત વિજય રેલીઓની શરૂઆત કરી. તેમણે 25 રાજ્યોમાં આ શ્રેણી હેઠળ કુલ 196 રેલીઓ કરી અને અંદાજે 2 લાખ કિ.મીથી વધારેનું અંતર નક્કી કરી છે. ભાજપે આ પ્રચાર અભિયાનના ઐતિહાસિક તથા અભૂતપૂર્વ ગણાવ્યા છે. પાર્ટીએ દાવો કર્યો કે મોદીનો અભિયાન ઇતિહાસનું સૌથી મોટું જન જાગરણમાનું એક રહ્યું છે. ચૂંટણીમાં ઉત્તર પ્રદેશનું મહત્વ સમજાવતા ગુજરાતના મુખ્યમંત્રીએ આ રાજ્યમાં સૌથી વધારે રેલીઓ આ રાજ્યમાં કરી.

સવારે 5 વાગ્યે શરૂ થઇ જાય છે અભિયાન
મોદીએ પોતાની 3ડી રેલીઓ થકી ટેક્નિકનો પણ ઘણો ઉપયોગ કર્યો, જેનો પહેલીવાર ઉપયોગ 2012ની ગુજરાતની લોકસભા ચૂંટણીમાં જોવા મળ્યો હતો. ભાજપ અનુસાર આ પ્રચાર અભિયાનમાં પીએમ પદના તેમના ઉમેદવારના દિવસની શરૂઆત સવારે પાંચ વાગ્યે થઇ જતો હતો અને અનેકવાર અડધી રાત બાદ સુધી તેમની ગતિવિધિઓ ચાલતી રહેતી હતી.

મોદીએ અભિયાનની વચ્ચે કહ્યું હતું કે હું દોડી રહ્યો છું, લોકોનો પ્રેમ મને દોડાવી રહ્યો છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ મોદીનો ઉલ્લેખ કરતા દાવો કર્યો કે ભારતની ચૂંટણી ઇતિહાસમાં પહેલીવાર એક નેતાએ આટલી અધિક સંખ્યામાં લોકોને સંબોધિત કર્યા. ચૌહાણે પોતાની ટ્વીટમાં દાવો કર્યો કે તેમણે ભારતના ઇતિહાસમાં સત્તામાં બેસેલા લોકો વિરુદ્ધ આ પ્રકારનો જોશ પહેલા ક્યારેય જોવા મળ્યો નથી.

English summary
As the campaign for the Lok Sabha elections ended, Narendra Modi seems to have created a record of sorts by travelling over 3,00,000 kms and holding 5827 public meetings, mixing traditional methods of holding rallies with innovative use of technology, the party claimed.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X