For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યા છે મોદી: મનિષ તિવારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

manish-tewari-delhi
નવી દિલ્હી, 7 ફેબ્રુઆરી: સુચના અને પ્રસારણ મંત્રી મનિષ તિવારીએ બુધવારે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તરફ રાજ્યમાં વર્ષ 2002ના કોમી સરખાણોની કોઇ ચર્ચા ન કરવાના મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા અને આરોપ લગાવ્યો હતો કે તેમના ભાષણમાં લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે.

મનિષ તિવારીએ પત્રકારોને જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીએ વિકાસના ગુજરાતવાળા મોડલનું ઉદાહરણ આપતી વખતે પી2 અને જી2 ના ચવાઇ ગયેલા સંદર્ભ આપયા હતા. પી2 ના આધાર વિના કોઇ ઉપલ્બધિ વડે પોતાની પીઠ થપથપાવી છે.

મનિષ તિવારીએ કહ્યું હતું કે જી2 નો અર્થ વૈશ્વિક છે. મને આશ્વર્ય થાય છે કે ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના આખા ભાષણમાં ગુજરાતના એક સમુદાયના નરસંહારની કોઇ ચર્ચા કરી નહી, જે રાજ્યની છબિ પર એક દાગ છે. મનિષ તિવારીએ કહ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રીએ પોતાના શાસનકાળ દરમિયાન થયેલી ધટનાઓ અંગે 'પ્રાયશ્વિત' કર્યું નથી. તેમને કહ્યું હતું કે નરેન્દ્ર મોદી એ કહેવાનું ભૂલી ગયા કે માનવ વિકાસ સૂચકાંકના આધારે ઘણા રાજ્યો ગુજરાતથી આગળ છે.

મનિષ તિવારીએ કહ્યું હતું કે એ તપાસ કરવાની જરૂરિયાત છે કે વાઇબ્રન્ટ ગુજરાત સંમેલનમાં જે સહમતિ પત્રો પર હસ્તાક્ષર થયા છે તેમાંથી કેટલા કરાર પર અમલ થયો છે અને કેટલા લોકોને ફાયદો થયો છે.

તેમને કહ્યું હતું કે બમણાં ફૂંકવા અને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન જે દુર્ભાગ્યથી તેમની ઓળખ છે, હકિકતમાં તેમના ભાષણમાં કશું જ ન હતું. મનિષ તિવારીએ કહ્યું હતું કે ગુજરાતનો વિકાસ લોકો માટે નથી પરંતુ ફક્ત કેટલાક ઉદ્યોગપતિઓ માટે થયો છે. વિકાસની જે વાર્તા કહેવા માંગે છે, તે સંપૂર્ણ રીતે તથ્યોથી અલગ છે.

English summary
Manish Tewari on Wednesday questioned Narendra Modi for not making any reference to 2002 riots in the state and alleged his speech here was aimed at generally trying to "mislead" the people.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X