'હર-હર મોદી.. ઘર-ઘર મોદી' પર ચગ્યો વિવાદ, મોદીએ કર્યું ટ્વિટ

Google Oneindia Gujarati News

વારાણસી, 23 માર્ચ: મોદીની લહેરમાં સેંધ સમાન કાશીની ભાજપ પાર્ટીના નવા સૂત્ર પર વિવાદ ચગ્યો છે. સંઘના ગુસ્સા બાદ દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે 'હર હર મોદી..'વાળા સૂત્રચ્ચાર પર કડક વિરોધ દર્શાવ્યો છે. કડક શબ્દોમાં તેમણે ભાજપના લોગોને આડા હાથે લીધા અને સંઘ પ્રમુખ મોહન ભાગવત સાથે પણ આ સિલસિલામાં વાત કરી છે.

મીડિયા સાથે વાતચીત કરતા દ્વારકાપીઠે શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદે જણાવ્યું કે તેમના હિસાબે વ્યક્તિ વિશેષને ભગવાન માની લેવા જોઇએ નહી વ્યક્તિની પૂજા થવી જોઇએ.

સ્વરૂપાનંદને આ વાત પર એતરાજ છે કે ભાજપ કાર્યકર્તાઓએ હર-હર મહાદેવ જેવા ધાર્મિક જયકારને બદલીને હર-હર મોદી કરીને ચૂંટણી શંખનાદ બનાવી દિધું છે. જ્યારે કાશી વિશ્વનાથ મંદીરના મહંત કુલપતિ તિવારીએ પણ સ્વરૂપાનંદની વાતનું સમર્થન કરતા જણાવ્યું છે કે 'હર હર મોદી'નું સૂત્રોચ્ચાર થવું યોગ્ય નથી. તેમણે જણાવ્યું કે 'કાશીની કોઇ પણ જનતા હર હર મોદી ના કહે... તે ભગવાનનું અપમાન છે.'

modi
જોકે આમલે ભાજપે પોતાની સફાઇ આપતા પ્રવક્તા નિર્મલા સીતારમને જણાવ્યું છે કે 'હર હર મોદી..' અમારી પાર્ટીનું સૂત્ર નથી પરંતુ 'અબ કી બાર મોદી સરકાર..' એ અમારી પાર્ટીનું સૂત્ર છે.

જોકે આ અંગે નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને ખુલાસો કરવાની જરૂર પડી છે. નરેન્દ્ર મોદીએ પોતાના ટ્વિટમાં જણાવ્યું છે કે 'કેટલાંક ઉત્સાહી સમર્થકો 'હર હર મોદી' સ્લોગન વાપરી રહ્યા છે. હું તેમના ઉત્સાહની કદર કરું છું પરંતુ મારી તેમને વિનંતી છે કે તેઓ ભવિષ્યમાં આ સ્લોગનનો ઉપયોગ ના કરે.'
અત્રે નોંધનીય છે કે

English summary
Modi's tweet, Some enthusiastic supporters are using slogan "Har Har Modi…" I respect their enthusiasm but request not to use this slogan in the future.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X