For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બુશ સરકારે મોદીને વિઝા આપ્યા નહી, અમે આપીશું: કેરી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

john-kerry
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમેરિકા વીઝા મુદ્દે સ્પષ્ટતા આપતાં અમેરિકાના વિદેશ મંત્રી જૉન કેરીએ કહ્યું કે તેમના દેશની ગત સરકારે નરેન્દ્ર મોદીને વિઝા આપ્યા ન હતા, પરંતુ તેમની સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરશે અને તેમને નિશ્વિતપણે વિઝા આપશે. તમને જણાવી દઇએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહિને અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા દ્વારા મોકલવામાં આવેલા આમંત્રણને આધિકારીક રીતે સ્વિકાર કર્યું છે.

<strong>અમેરિકાને હવે ગુજરાત રમખાણોમાં લાગતો નથી મોદીનો હાથ</strong>અમેરિકાને હવે ગુજરાત રમખાણોમાં લાગતો નથી મોદીનો હાથ

અમેરિકા 2002ના ગુજરાત રમખાણોના લીધે એક દાયકાથી પણ વધુ સમય સુધી નરેન્દ્ર મોદીને વિઝા આપવાની મનાઇ કરતું રહ્યું છે, પરંતુ તાજેતરમાં જ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપને લોકસભાની ચૂંટણીમાં મળેલી ભારે જીત બાદ અમેરિકાએ પોતાનું વલણ બદલવા પર મજબૂર થવું પડ્યું છે.

<strong>બે મહિનામાં મોદીને મળ્યા અમેરિકાથી માંડીને બ્રિટન સુધીના મહેમાનો</strong>બે મહિનામાં મોદીને મળ્યા અમેરિકાથી માંડીને બ્રિટન સુધીના મહેમાનો

અમેરિકાના વલણમાં આ ફેરાફાર વિશે પૂછવામાં આવતાં જૉન કેરીએ કહ્યું, 'તે નિર્ણય અમારો ન હતો. જેવી રીતે ભારતમાં સરકારો બદલાઇ છે, એવી જ રીતે અમેરિકામાં પણ સરકારો બદલાય છે. અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરીશું અને નિશ્વિતપણે વિઝા આપીશું.'

<strong>તસવીરો: રાહુલ ગાંધી છે 'રણનીતિ સલાહકાર', અડવાણી છે પત્રકાર</strong>તસવીરો: રાહુલ ગાંધી છે 'રણનીતિ સલાહકાર', અડવાણી છે પત્રકાર

તેમણે કહ્યું કે તે નરેન્દ્ર મોદી અને બરાક ઓબામાની મુલાકાતનો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. જૉન કેરીએ કહ્યું 'અમે આગળ જઇ રહ્યાં છીએ અને હું મારો સમય રાજકારણ પાછળ ફાળવીને વ્યર્થ કરવા માંગતો નથી કે કોણે શું નિર્ણય લીધો. અમે વર્તમાન મુદ્દાઓના સમાધાન માટે કામ કરી રહ્યાં છીએ અને અમે અહીં ગત મુદ્દાઓને લઇને વાતો કરવા માટે આવ્યા નથી.'

English summary
US Secretary of State John Kerry has left Indians surprised with his quotes on Prime Minister Narendra Modi. On Thursday John Kerry told that Obama government has never denied the Indian Prime Minister Narendra Modi a visa.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X