For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેપાળ યાત્રાની પ્રથમ દિવસની તસવીરી ઝલક, મોદી મેજીક પર ફિદા થયું નેપાળ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

કાઠમાંડૂ, 4 ઓગષ્ટ: બાંગ્લાદેશ બાદ નેપાળ હવે ભારત પાસે 1 અરબ ડૉલરની લાઇન ઑફ ક્રેડિટ (એટલે કે નેપાળ આટલા સુધીની ઉધારી ભારત પાસેથી લઇ શકે છે) પ્રાપ્ત કરનાર બીજો પડોશી દેશ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળને આ નાણાંકીય મદદ આપવાનો વાયદો કરી ત્યાંના લોકોનું દિલ જીતી લીધું છે. ગત 17 વર્ષોમાં કોઇ ભારતીય વડાપ્રધાનની નેપાળની આ પ્રથમ દ્રિપક્ષીય યાત્રા હતી.

<strong>તસવીરોમાં મોદીની નેપાળ યાત્રા, નેપાળની સંસદને કરશે સંબોધિત</strong>તસવીરોમાં મોદીની નેપાળ યાત્રા, નેપાળની સંસદને કરશે સંબોધિત

પોતાના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશોના નેતાઓને આમંત્રિત કરનાર નરેન્દ્ર મોદીએ ભારતની સાથે મજબૂત સંબંધ ધરાવનાર નેપાળના લોકોને નિરાશ કર્યા નહી. કાઠમાંડૂમાં રવિવારે નેપાળ કંસ્ટિટ્યૂએંટ એસેંમ્બલીમાં મોદીએ જાહેરાત કરી કે 'ભારતે અલગ-અલગ વિકાસ કાર્યો માટે કંસેશન લાઇન ઑફ ક્રેડિટના રૂપમાં નેપાળને 1 અરબ ડોલર આપવાનો નિર્ણય કર્યો છે. આ રકમ પહેલાં આપવમાઅં આવેલી મદદથી અલગ હશે.'

<strong>મોદીએ 10 હજાર કરોડ નેપાળી કરન્સીની આપી ભેટ</strong>મોદીએ 10 હજાર કરોડ નેપાળી કરન્સીની આપી ભેટ

ભારતના એક્ઝિમ બેંક ઑફ ઇંડિયાના માધ્યમથી નેપાળને પહેલાં જ 25 કરોડ ડોલરની લાઇન ઑફ ક્રેડિટ આપવામાં આવી છે. નેપાળની પ્રાથમિકતાના આધાર પર નવી લાઇન ઑફ ક્રેડિટનો ઉપયોગ ઇંફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેંટ અને એનર્જી પ્રોજેક્ટમાં કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નેપાળ સુધી ઓઇલ લઇ જવા માટે પાઇપલાઇન્સ બનાવવામાં આવશે. નેપાળના વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપ પણ વધારવામાં આવશે.

<strong>લોહીનો નહી દિલનો સંબંધ: નેપાળમાં છે નરેન્દ્ર મોદીનો 'ધર્મપુત્ર'</strong>લોહીનો નહી દિલનો સંબંધ: નેપાળમાં છે નરેન્દ્ર મોદીનો 'ધર્મપુત્ર'

નેપાળને હર્બલ મેડિસિનના પ્રમુખ એક્સપોર્ટરના રૂપમાં વિકસાવવામાં ભારત મદદ કરશે. બાંગ્લાદેશને પણ 1 અરબ ડોલરની લાઇન ઑફ ક્રેડિટ 2010માં તે સમયે આપવામાં આવી હતી, જ્યારે ત્યાંની વડાપ્રધાન શેખ હસીના ભારત આવી હતી. બાંગ્લાદેશમાં લાઇન ઑફ ક્રેડિટનો ઉપયોગ રેલવે સહિત ઘણા ઇંફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટસમાં કરવામાં આવ્યો છે.

એરપોર્ટ પર પહોંચ્યું વિમાન

એરપોર્ટ પર પહોંચ્યું વિમાન

ભારતીય વાયુસેનાનું વિમાન ત્રિભુવન આંતરાષ્ટ્રીય એરપોર્ટ પર ઉતર્યું હતું. જ્યાં નેપાળના વડાપ્રધાન અને અન્ય નેપાળી નેતાઓએ હાથ મિલાવ્યો હતો.

નમસ્કાર કરી અભિવાદન જીલ્યું

નમસ્કાર કરી અભિવાદન જીલ્યું

નરેન્દ્ર મોદીએ વિમાનમાંથી ઉતરતી વખતે બે હાથ જોડી નમસ્કાર કરીને નેપાળના વડાપ્રધાન અને નેપાળી નેતાઓનું અભિવાદન કર્યું હતું.

મોદીનું સ્વાગત કરતાં નેપાળના વડાપ્રધાન

મોદીનું સ્વાગત કરતાં નેપાળના વડાપ્રધાન

નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલાએ પ્રોટોકૉલ તોડીને નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે એરપોર્ટ પહોંચ્યા હતા. એરપોર્ટ પર સુશીલ કોઇરાલા અને અન્ય નેતાઓ સાથે હાથ મિલાવ્યો અને ગુલદસ્તો ભેંટ કર્યો.

19 તોપોની સલામી આપી કર્યું સન્માન

19 તોપોની સલામી આપી કર્યું સન્માન

નરેન્દ્ર મોદી નેપાળની રાજધાની કાઠમાંડૂ પહોંચ્યા ત્યારે ત્યાં નરેન્દ્ર મોદીને 19 તોપોની સલામી આપવામાં આવી હતી તો બીજી તરફ નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલા પોતે એરપોર્ટ પર નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે પહોંચ્યા. જ્યાં વડાપ્રધાનને ગાર્ડ ઓફ ઑનર આપવામાં આવ્યું. આવું પહેલી વાર બન્યું છે જે જ્યારે નેપાળના કોઇ વડાપ્રધાને પ્રોટોકોલ તોડીને કોઇ વડાપ્રધાનનું સ્વાગત કર્યું છે.

હોટલમાં બાળકી દ્રારા સ્વાગત

હોટલમાં બાળકી દ્રારા સ્વાગત

નરેન્દ્ર મોદી જ્યારે હોટલ ગ્રાંડ હાયેત પહોંચ્યા ત્યારે સાંસ્કૃતિક પરંપરા અનુસાર બાળકીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું.

નેપાળના વિદેશ મંત્રી સાથે વાતચીત

નેપાળના વિદેશ મંત્રી સાથે વાતચીત

તસવીરમાં નેપાળ વિદેશ મંત્રી સાથે વાતચીત કરતાં નરેન્દ્ર મોદી.

જીત બહાદુરનું પરિવાર સાથે મિલન

જીત બહાદુરનું પરિવાર સાથે મિલન

નરેન્દ્ર મોદી નેપાળ યાત્રા ગયા ત્યારે પોતાની સાથે જીત બહાદુરને લઇ ગયા હતા જ્યાં તેમણે તેના પરિવાર સાથે મુલાકાત કરાવી હતી.

જીત બહાદુરના પરિવાર સાથે વાતચીત કરતાં મોદી

જીત બહાદુરના પરિવાર સાથે વાતચીત કરતાં મોદી

જીત બહાદુરના પરિવાર સાથે વાતચીત કરતાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

બંને દેશોના વડાપ્રધાનનું હસ્તધૂન

બંને દેશોના વડાપ્રધાનનું હસ્તધૂન

આ તસવીરમાં નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલા અને નરેન્દ્ર મોદી હસ્તધૂન કરતાં જોવા મળી રહ્યાં છે.

બંને દેશોના વડાપ્રધાન

બંને દેશોના વડાપ્રધાન

આ તસવીરમાં બંને દેશોના વડાપ્રધાન ઔપચારિક વાત કરતાં જોવા મળી મળી રહ્યાં છે.

નેપાળી નેતાઓ સાથે વાતચીત

નેપાળી નેતાઓ સાથે વાતચીત

નેપાળી નેતાઓ સાથે વાતચીત કરતાં નરેન્દ્ર મોદી.

નેપાળી નેતાઓ સાથે વાતચીત

નેપાળી નેતાઓ સાથે વાતચીત

નેપાળી નેતાઓ સાથે વાતચીત કરતાં નરેન્દ્ર મોદી.

નેપાળમાં પણ છવાયો મોદી મેનિયા

નેપાળમાં પણ છવાયો મોદી મેનિયા

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા એટલી હદે છે તેમના ચાહકો એક ઝલક મેળવવા માટે સવારથી જ ટોળે વળી ગયા હતા.

પ્રશંસકોનું અભિવાદન કરતાં મોદી

પ્રશંસકોનું અભિવાદન કરતાં મોદી

હાથ હલાવીને નરેન્દ્ર મોદીએ નેપાળના લોકોનું અભિવાદન કર્યું હતું. એટલું જ નહી નરેન્દ્ર મોદીએ કોઇપણ પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના લોકો સાથે પણ વાતચીત કરી હતી.

કાઠમાંડૂની વ્યસ્ત બજારમાં લોકોની સાથે વાતચીત

કાઠમાંડૂની વ્યસ્ત બજારમાં લોકોની સાથે વાતચીત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળની રજધાની કાઠમાંડૂના એક વ્યસ્ત બજારમાં કોઇપણ જાતના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના રોકાયા અને ત્યાં લોકો સાથે વાતચીત કરી. આમ તેમણે ત્યારે કર્યું હતું જ્યારે તેમણે ભૂટાનમાં પોતાની પ્રથમ વિદેશ યાત્રા કરી હતી.

કાફલો રોકી નેપાળી લોકો સાથે કરી વાતચીત

કાફલો રોકી નેપાળી લોકો સાથે કરી વાતચીત

જ્યારે તે નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલા સાથે વાત કર્યા બાદ સંવિધાન સભામાં જઇ રહ્યાં હતા. ત્યારે રસ્તામાં નરેન્દ્ર મોદીએ પોતાનો કાફલો રોક્યો અને સંવિધાન સભાને સંબોધિત કરતાં પહેલાં લોકો સાથે વાતચીત કરી.

નેપાળી લોકોને સાંભ્યા મોદીએ

નેપાળી લોકોને સાંભ્યા મોદીએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળની રાજધાની કાઠમાંડૂના એક વ્યસ્ત બજારમાં કોઇપણ જાતના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના રોકાયા અને ત્યાં લોકો સાથે વાતચીત કરી.

લોકો સાથે હસ્તધૂન કરતાં નરેન્દ્ર મોદી

લોકો સાથે હસ્તધૂન કરતાં નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળની રાજધાની કાઠમાંડૂના એક વ્યસ્ત બજારમાં કોઇપણ જાતના પૂર્વ નિર્ધારિત કાર્યક્રમ વિના રોકાયા અને ત્યાં લોકો સાથે વાતચીત કરી. જ્યારે તે નેપાળના વડાપ્રધાન સુશીલ કોઇરાલા સાથે વાત કર્યા બાદ સંવિધાન સભામાં જઇ રહ્યાં હતા. ત્યારે રસ્તામાં નરેન્દ્ર મોદીએ પોતાનો કાફલો રોક્યો અને સંવિધાન સભાને સંબોધિત કરતાં પહેલાં લોકો સાથે વાતચીત કરી.

લોકોમાં અનેરો ઉત્સાહ

લોકોમાં અનેરો ઉત્સાહ

અત્રે ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદીની યાત્રાને લઇને નેપાળમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આખા કાઠમાંડૂમાં ઠેર-ઠેર નરેન્દ્ર મોદીના મોટા મોટા પોસ્ટર અને બેનર લાગાવેલા છે. કોઇ ભારતીય વડાપ્રધાન માટે નેપાળમાં આટલો ઉત્સાહ જોવા લાયક હતો.

નેપાળમાં છવાયો મોદી મેજીક

નેપાળમાં છવાયો મોદી મેજીક

નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા અને તેમની સાથે હાથ મિલાવવા માટે લોકોના ટોળેટોળા ઉમડી પડ્યા હતા. નરેન્દ્ર મોદીએ તેમની ઇચ્છાને મનોમન સમજી લઇને પોતાના કાફલા રોકી નેપાળી લોકો સાથે વાતચીત કરી હતી.

મોદીના ભાષણે જીતી લીધું દિલ

મોદીના ભાષણે જીતી લીધું દિલ

નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત નેપાળી ભાષામાં કરી. તેમણે કહ્યું કે તેમની સરકારે બંને દેશો વચ્ચે સંબંધોને ટૉપ પ્રાયોરિટી આપી છે, જે હિમાલય અને ગંગાની માફક શાશ્વત છે. આગળનું ભાષણ નરેન્દ્ર મોદીએ હિંદીમાં આપ્યું. નરેન્દ્ર મોદીના ભાષણે ઘણા લોકોનું દિલ જીતી લીધું.

માઓવાદી નેતા પણ થયા ખૂશ

માઓવાદી નેતા પણ થયા ખૂશ

પૂર્વ પીએમ અને માઓવાદી નેતા બાબૂરામ ભટ્ટારાઇએ ટ્વિટ કર્યું કે નરેન્દ્ર મોદીએ પોતાના જાદૂઇ ભાષણથી લોકોન દિલમાં જગ્યા બનાવી લીધી છે. નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત નેપાળી ભાષામાં કરી. તેમણે કહ્યું કે તેમની સરકારે બંને દેશો વચ્ચે સંબંધોને ટૉપ પ્રાયોરિટી આપી છે, જે હિમાલય અને ગંગાની માફક શાશ્વત છે. આગળનું ભાષણ નરેન્દ્ર મોદીએ હિંદીમાં આપ્યું. નરેન્દ્ર મોદીએ કહ્યું 'વર્ષો પહેલાં અહીં યાત્રા માટે આવ્યો હતો અને હવે ગું એક સારા મિત્રના રૂપમાં નેપાળ આવ્યો છું.'

નેપાળને આપી 1 અરબ ડૉલરની ભેટ

નેપાળને આપી 1 અરબ ડૉલરની ભેટ

બાંગ્લાદેશ બાદ નેપાળ હવે ભારત પાસે 1 અરબ ડૉલરની લાઇન ઑફ ક્રેડિટ (એટલે કે નેપાળ આટલા સુધીની ઉધારી ભારત પાસેથી લઇ શકે છે) પ્રાપ્ત કરનાર બીજો પડોશી દેશ બની ગયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેપાળને આ નાણાંકીય મદદ આપવાનો વાયદો કરી ત્યાંના લોકોનું દિલ જીતી લીધું છે. ગત 17 વર્ષોમાં કોઇ ભારતીય વડાપ્રધાનની નેપાળની આ પ્રથમ દ્રિપક્ષીય યાત્રા હતી.

નેપાળીઓને કર્યા નહી નિરાશ

નેપાળીઓને કર્યા નહી નિરાશ

પોતાના શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશોના નેતાઓને આમંત્રિત કરનાર નરેન્દ્ર મોદીએ ભારતની સાથે મજબૂત સંબંધ ધરાવનાર નેપાળના લોકોને નિરાશ કર્યા નહી. કાઠમાંડૂમાં રવિવારે નેપાળ કંસ્ટિટ્યૂએંટ એસેંમ્બલીમાં મોદીએ જાહેરાત કરી કે 'ભારતે અલગ-અલગ વિકાસ કાર્યો માટે કંસેશન લાઇન ઑફ ક્રેડિટના રૂપમાં નેપાળને 1 અરબ ડોલર આપવાનો નિર્ણય કર્યો છે. આ રકમ પહેલાં આપવમાઅં આવેલી મદદથી અલગ હશે.'

નેપાળ વિદ્યાર્થીઓની સ્કોલરશિપમાં વધારો

નેપાળ વિદ્યાર્થીઓની સ્કોલરશિપમાં વધારો

ભારતના એક્ઝિમ બેંક ઑફ ઇંડિયાના માધ્યમથી નેપાળને પહેલાં જ 25 કરોડ ડોલરની લાઇન ઑફ ક્રેડિટ આપવામાં આવી છે. નેપાળની પ્રાથમિકતાના આધાર પર નવી લાઇન ઑફ ક્રેડિટનો ઉપયોગ ઇંફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેંટ અને એનર્જી પ્રોજેક્ટમાં કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ કહ્યું કે નેપાળ સુધી ઓઇલ લઇ જવા માટે પાઇપલાઇન્સ બનાવવામાં આવશે. નેપાળના વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપ પણ વધારવામાં આવશે.

ચીનની વધતી પહોંચને રોકવાનો પ્રયત્ન

ચીનની વધતી પહોંચને રોકવાનો પ્રયત્ન

સાઉથ બ્લોક સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે નેપાળમાં ચીનની વધતી પહોંચને ધ્યાનમાં રાખતાં પણ તેને આ લોન આપવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ નેપાળ માટે મોડલ ડેવલોપમેંટ ફોમ્યૂલાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. નરેન્દ્ર મોદીએ કહ્યું 'હું એચઆઇટી નેપાળ ઇચ્છું છું'. નરેન્દ્ર મોદીએ કહ્યું કે એચઆઇટીનો અર્થ- એચ: હાઇવેઝ, આઇ: ઇંફૉર્મેશન અને ટી: ટ્રાંસવેઝ અને ટ્રાંસમિશન લાઇન્સ છે.

ચીનની વધતી પહોંચને રોકવાનો પ્રયત્ન
સાઉથ બ્લોક સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું છે નેપાળમાં ચીનની વધતી પહોંચને ધ્યાનમાં રાખતાં પણ તેને આ લોન આપવામાં આવી છે. નરેન્દ્ર મોદીએ નેપાળ માટે મોડલ ડેવલોપમેંટ ફોમ્યૂલાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. નરેન્દ્ર મોદીએ કહ્યું 'હું એચઆઇટી નેપાળ ઇચ્છું છું'. નરેન્દ્ર મોદીએ કહ્યું કે એચઆઇટીનો અર્થ- એચ: હાઇવેઝ, આઇ: ઇંફૉર્મેશન અને ટી: ટ્રાંસવેઝ અને ટ્રાંસમિશન લાઇન્સ છે.

તેમણે કહ્યું કે આ ત્રણે વસ્તુઓ મળીને નેપાળના વિકાસની ગતિ વધી શકે છે. નરેન્દ્ર મોદીએ એમપણ કહ્યું હતું કે તે નેપાળને પાવરને સપ્લાઇ બમણો કરવા ઇચ્છે છે. નરેન્દ્ર મોદીએ કહુયં કે મહાકાળી નદી પર પુલ અને પંચેશ્વર મલ્ટી-પર્પજ પ્રોજેક્ટ પર જલદી કામ શરૂ કરવું જોઇએ. આ બીજી તક હતી, જ્યારે કોઇ વિદેશી નેતાએ નેપાળીઝ કંસ્ટિટ્યૂએંટ એસેંબલીને સંબોધિત કરી. 1990માં જર્મન ચાંસલર હેલમટ કોલે એસેંબલીમાં ભાષણ આપ્યું હતું.

નરેન્દ્ર મોદીના ભાષણે ઘણા લોકોનું દિલ જીતી લીધું. પૂર્વ પીએમ અને માઓવાદી નેતા બાબૂરામ ભટ્ટારાઇએ ટ્વિટ કર્યું કે નરેન્દ્ર મોદીએ પોતાના જાદૂઇ ભાષણથી લોકોન દિલમાં જગ્યા બનાવી લીધી છે. નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત નેપાળી ભાષામાંક અરી. તેમણે કહ્યું કે તેમની સરકારે બંને દેશો વચ્ચે સંબંધોને ટૉપ પ્રાયોરિટી આપી છે, જે હિમાલય અને ગંગાની માફક શાશ્વત છે. આગળનું ભાષણ નરેન્દ્ર મોદીએ હિંદીમાં આપ્યું. નરેન્દ્ર મોદીએ કહ્યું 'વર્ષો પહેલાં અહીં યાત્રા માટે આવ્યો હતો અને હવે ગું એક સારા મિત્રના રૂપમાં નેપાળ આવ્યો છું.'

English summary
Prime Minister Narendra Modi today won the hearts and minds of Nepalese people when he began his gripping address to the Parliament in Nepali language, recalling his previous visit to the country as a pilgrim.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X