દિલ્હીમાં જામશે આજે મોદીની ચા ચોપાલ, મહિલા પર કરવામાં આવશે ફોકસ

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 8 માર્ચ: ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી આજે ફરી એકવાર નરેન્દ્ર મોદી ચા ચોપાલ કરશે અને દિલ્હીના ભાજપના મુખ્યાલયથી લોકોના પ્રશ્નોના જવાબ આપશે. આજની નમો ચા ચોપાલની ખાસ વાત એ છે કે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આજે 'ચા પર ચર્ચા'માં મહિલાઓના મુદ્દાઓને પ્રાથમિકતા આપવામાં આવશે.

કેન્દ્રિય ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચી રહેલા નરેન્દ્ર મોદી ભાજપની ઓફિસથી જ 'નમો ચા ચોપાલ' લગાવશે. સાંજે 4 થી 6 વાગ્યા સુધી વીડિયો કોન્ફ્રરન્સના માધ્યમથી લોકો સીધા તેમને પ્રશ્ન કરશે અને તે તેમના પ્રશ્નોના જવાબ આપશે. નરેન્દ્ર મોદીની આ બીજી ચા ચોપાલ હશે જેની મદદથી નરેન્દ્ર મોદી આજે લગભગ 300 સ્થળો પર લોકો સાથે વિભિન્ન મુદ્દાઓ પર ચર્ચા કરશે. તેના માટે દિલ્હીની બધી 70 વિધાનસભા સહિત 81 અને બિહારમાં 102 સ્થળો પર નમો ટી સ્ટોલ લગાવવામાં આવ્યા છે.

narendra-modi-delhi-600

આ પહેલાં તે 12 ફેબ્રુઆરીના રોજ ગાંધીનગરમાં ચાની ચોપાલ લગાવી ચૂક્યાં છે. ત્યારે સરખેજ-ગાંધીનગર હાઇવે પર લગાવવામાં આવેલા નમો ટી સ્ટોલથી તે દિલ્હી, મુંબઇ, પટણા સહિત 250થી વધુ શહેરોમાં ટી સ્ટોલ પર એકઠા થયેલા લોકો સાથે રૂબરૂ થયા હતા. ભાજપની તૈયારી એ પ્રકારની છે કે ચાની 10 ચોપાલની માધ્યમથી લગભગ બે કરોડ લોકો સાથે સીધા નરેન્દ્ર મોદી સાથે રૂબરૂ કરાવવાનો છે.

English summary
BJP's Prime Ministerial candidate Narendra Modi will speak on various issues at 'Chai Chaupal', an interaction through video conferencing at BJP National Headquarters today on the occasion of International Women's Day.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.