• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

15 ઓક્ટોબરે યોજાનારી નરેન્દ્ર મોદીની રેલી સ્થગિત

By Kumar Dushyant
|

કાનપુર, 25 સપ્ટેમ્બર: દશેરા અને બકરીદઇ એક દિવસના અંતરે હોવાથી ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની કાનપુરમાં યોજાનારી ઉત્તર પ્રદેશની પ્રથમ ચૂંટણી રેલી હવે નિર્ધારિત તારીખ 15 ઓક્ટોબરને આગળ વધારી દેવામાં આવી છે. રેલીની નવી તારીખનું એલાન પછી કરવામાં આવશે જે સંભવત: 19 અથવા 20 ઓક્ટોબરના રોજ થઇ શકે છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ અને પ્રદેશ પ્રભારી અમિત શાહ સાથે ગઇકાલે દિલ્હીમાં રેલીની તૈયારીઓ અંગે મળ્યા બાદ આજે કાનપુર પહોંચ્યા ભાજપના કાનપુર અધ્યક્ષ સુરેન્દ્ર મૈથાનીએ જણાવ્યું હતું કે આવતીકાલે દિલ્હીમાં રાજનાથ અને અમિત શાહ સાથે કાનપુરમાં યોજાનારી નરેન્દ્ર મોદીની રેલી વિશે વિસ્તારપૂર્વક વાતચીત કરી.

તેમને કહ્યું હતું કે આ બેઠકમાં એ પણ મુદ્દો ઉઠાવ્યો હતો કે 13 અને 14 ઓક્ટોબરના રોજ દશેરો તથા ભરત મિલાપ છે જ્યારે 15 અથવા 16 ઓક્ટોબરના રોજ બકરીદઇ છે. એટલા માટે જિલ્લા વહિવટી તંત્ર 15 ઓક્ટોબરના રોજ રેલીના આયોજનને લઇને ખચકાઇ રહ્યું છે. મૈથાનીએ કહ્યું હતું કે રેલીને લઇને કાનપુર અને તેની આસપાસના જિલ્લાઓમાં ઘણો ઉત્સાહ છે અને આશા છે કે આ રેલીમાં લગભગ ત્રણ લાખ લોકો ભાગ લેશે.

તેમને કહ્યું હતું કે આ ઉપરાંત કાનપુર ભાજપની રેલી માટે નિરાલા નગર સ્થિત રેલવે મેદાનની માંગણી કરી હતી જે અંગે રેલવે એમ કહીને વાંધો ઉઠાવ્યો છે કે આ મેદાન કોઇ પાર્ટીને ચૂંટણી રેલી માટે આપવામાં આવતું નથી.

મૈથાનીએ જણાવ્યું હતું કે રાજનાથ સિંહ અને અમિત શાહે બધી બાબતોને ધ્યાન સાંભળી અને દશેરા તથા બકરીદઇને જોતાં નરેન્દ્ર મોદીની 15 ઓક્ટોબરના રોજ કાનપુરમાં યોજાનારી રેલી સ્થગિત કરવામાં આવી છે. તેમને કહ્યું હતું કે પ્રદેશ પ્રભારી અમિત શાહે કહ્યું હતું કે સંભવત કાનપુરમાં રેલીની નવી તારીખ 19 અથવા 20 ઓક્ટોબર હોઇ શકે છે પરંતુ આ ત્યારે સંભવ છે જ્યારે નરેન્દ્ર મોદીનો તે દિવસે અન્ય કોઇ કાર્યક્રમ ના હોય.

narendra-modi-1

મૈથાનીએ જણાવ્યું હતું કે શહેર ભાજપ કમિટી રેલી સ્થળનો પૂરો નકશો પોતાના હાથમાં લઇને ગઇ હતી જેને રાષ્ટ્રીય અધ્યક્ષને બતાવ્યો હતો. તેમને કહ્યું હતું કે તેનો ઝિણવટપૂર્વક અધ્યન કર્યું અને ત્યારબાદ તેમાં કેટલાક ફેરબદલ કરી તેને મંજૂરી આપી દિધી. તેમને કહ્યું હતું કે હવે સૌથી મોટી સમસ્યા રેલીમાં આવનાર લગભગ ત્રણ લાખ લોકો માટે મેદાનની વ્યવસ્થા કરવાની છે. તેના માટે શહેરમાં નિરાલા નગર સ્થિત રેલવે મેદાન છે પરંતુ તેને આપવા માટે રેલવે તંત્ર આનાકાની કરી રહ્યું છે.

ભાજપ નેતાએ કહ્યું હતુ કે આ માટે તે મોતી ઝીલ મેદાન અને બ્રજેન્દ્ર સ્વરૂપ પાર્ક પર પણ નજર છે. પરંતુ નરેન્દ્ર મોદીની રેલીમાં આવનાર ભીડને જોતાં તે પણ નાનું પડે તેવી સંભાવના છે. પાર્ટીના સ્થાનિક અધ્યક્ષ બાલ ચંદ્ર મિશ્રાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીના કાનપુરથી ચૂંટણી અભિયાન શરૂ કરવાથી ભાજપ કાનપુર મંડળની બધી સીટો પર જીત પ્રાપ્ત કરશે કારણ કે નરેન્દ્ર મોદીના વિચારો સાંભળવા માટે જનતા દૂર-દૂરથી આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ શહેરમાં કોંગ્રેસના સાંસદ તથા કોલસા મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલ છે જે ગત ત્રણ વખતથી કાનપુરથી સતત લોકસભાની ચૂંટણી જીતી રહ્યાં છે. કોંગ્રેસ દ્વારા આ વખતે પણ તેમને ચૂંટણી લડવા માટે મેદાનમાં ઉતારે તેવી સંભાવના છે.

સમાજવાદી પાર્ટીએ છ મહિના પહેલાં જ મશહૂર હાસ્ય કલાકાર રાજૂ શ્રીવાસ્તવને કાનપુરથી લોકસભા ચૂંટણીના ઉમેદવાર બનાવવામાં આવ્યા છે, જ્યારે બહુજન સમાજપાર્ટીએ મુસ્લિમ નેતા સલીમ અહેમદને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ફક્ત ભાજપ જ એવી પાર્ટી છે જેને અત્યાર સુધી પોતાના લોકસભાના ઉમેદવારની જાહેરાત કરી નથી.

lok-sabha-home

English summary
Apprehending that a wary UP government may deny permission for Narendra Modi's October 15 rally in Kanpur, citing law and order issues during the festive season, the BJP is likely to re-schedule its prime ministerial candidate's first major outing in state to October 19 or 20.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more